________________
૧૧૭
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૯ | સૂત્ર-૭ एवं ह्यस्य धर्मस्वाख्यातत्वमनुचिन्तयतो मार्गाच्यवने तदनुष्ठाने च व्यवस्थानं भवतीति धर्मस्वाख्यातत्वानुचिन्तनानुप्रेक्षा १२।। ।।९/७।। ભાષ્યાર્થ -
સચવનાર અનુપ્રેક્ષા ‘સમ્યગ્દર્શતરૂપ દ્વારવાળો, પાંચ મહાવ્રતરૂપ સાધવાળો, દ્વાદશાંગથી ઉપદિષ્ટ તત્ત્વવાળો. ગુપ્તિ આદિથી વિશુદ્ધરૂપે વિશેષથી અવસ્થાનવાળો, સંસારનો નિર્વાહક સંસારથી વિસ્તારને કરનારો, વિશ્રેયસતો પ્રાપક=મોક્ષની પ્રાપક, ભગવાન પરમપિ એવા અરિહંત વડે અહો=આશ્ચર્ય છે કે સુંદર આખ્યાત ધર્મ છે ! એ પ્રમાણે સાધુ અનુચિંતવન કરે. આ રીતે ધર્મના સુઆખ્યાતત્વનું ચિંતવન કરતા સાધુને માર્ગના અચ્યવનમાં અને તેના અનુષ્ઠાનમાં=સુઆખ્યાત એવા ધર્મના અનુષ્ઠાનભૂત પાંચ મહાવ્રતરૂપ સાધનમાં, વ્યવસ્થાન થાય છે. એ રૂપે ધર્મ સુઆખ્યાતત્વના અનુચિંતવનરૂપ અપેક્ષા છે. ૧૨ાા II/છા ભાવાર્થ :(૧૨) ધર્મસુઆખ્યાતભાવના :
ભગવાને સુંદર ધર્મ કહ્યો છે, તેનું અનુચિતવન સાધુ કરે છે જેના બળથી સંવરનો અતિશય થાય છે. કઈ રીતે ભગવાન વડે કહેવાયેલો ધર્મ સુંદર છે ? તે સ્પષ્ટ કરતાં ભાષ્યકારશ્રી કહે છે – સમ્યગ્દર્શન આત્મક દ્વારવાળો ધર્મ છે. જેણે દેહાદિથી ભિન્ન આત્માની પારમાર્થિક મુક્ત અવસ્થાનું સ્વરૂપ જાણ્યું છે અને તેની પ્રાપ્તિનો ઉપાય ગુપ્તિ આદિ સ્વરૂપ ધર્મ છે તેવો સ્પષ્ટ બોધ કર્યો છે તે સમ્યગ્દર્શન છે અને તે ધર્મમાં પ્રવેશનું દ્વાર છે; કેમ કે પદાર્થનું યથાર્થ દર્શન થવાથી જીવ આત્માની શુદ્ધ અવસ્થાનો અને તેના ઉપાયની પ્રાપ્તિનો અત્યંત અર્થ થાય છે. તે અર્થિતારૂપ જ સમ્યગ્દર્શન છે. માટે સમ્યગ્દર્શન આત્મક ધારવાળો ધર્મ છે.
વળી ભગવાને બતાવેલો તે ધર્મ પાંચ મહાવ્રતોની આચરણાથી પ્રગટ થાય છે. તેથી જેઓ પાંચ મહાવ્રતોના યથાર્થ સ્વરૂપને જાણીને અત્યંત રુચિપૂર્વક તેની આચરણાઓને સેવે છે, તે આચરણાના બળથી તે આત્માઓમાં ભગવાને કહેલો ધર્મ આવિર્ભાવ પામે છે.
વળી તે ધર્મ દ્વાદશાંગીથી ઉપદિષ્ટ તત્ત્વવાળો છે; કેમ કે દ્વાદશાંગીના ઉપદેશનો સાર પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ છે. તેથી દ્વાદશાંગીથી બતાવાયેલ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સ્વરૂપ તે ધર્મ છે. વળી મુનિ ત્રણ ગુપ્તિથી ગુપ્ત છે અને પાંચ સમિતિથી સમિત છે. દ્વાદશાંગીના અવલંબનથી સતત સમિતિ-ગુપ્તિને જ અતિશયિત કરે છે અને આ સમિતિ-ગુપ્તિની વિશુદ્ધિને કારણે મુનિના આત્મામાં વિશેષરૂપે અવસ્થાન થયેલ ધર્મ છે=મોહની અનાકુળતા સ્વરૂપ અવસ્થાન પામેલ ધર્મ છે.
વળી તે ધર્મ સંસારથી નિસ્તારને કરનારો છે; કેમ કે સંસારના કારણભૂત કર્મો જે અધ્યવસાયથી બંધાય છે તેના વિરુદ્ધ અધ્યવસાયરૂપ હોવાથી ધર્મ સંસારના ઉચ્છેદન કરનારો છે. વળી આત્મામાં પ્રગટ થયેલો