________________
૧૧૫
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ / સૂત્ર-૭ જીવોનો વિનાશ કરે છે. તે રીતે પુદ્ગલો પણ પરસ્પર કઈ રીતે અનુગ્રહ કરે છે ? અને કઈ રીતે પરસ્પર પ્રલય કરે છે ? અર્થાત્ વિનાશ કરે છે, તેનું સમ્યગુ ચિંતવન સાધુ કરે છે.
વળી ધર્માસ્તિકાય આદિ દ્રવ્યો પણ કઈ રીતે પુદ્ગલ આદિને કે જીવ આદિને ગતિ આદિમાં અનુગ્રહ કરનારા બને છે ? તેનું સૂક્ષ્મ ચિંતવન સાધુ કરે છે, જેથી પંચાસ્તિકાયમય લોક શ્રતરૂપી ચક્ષુથી જે પ્રકારે ચિત્રસ્વભાવવાળો છે, તે પ્રકારે ચિત્રસ્વભાવનું ભાવન કરવાથી પદાર્થનો સમ્યગુ બોધ થાય છે. જેનાથી મહાત્માને તત્ત્વજ્ઞાનની વિશુદ્ધિ થાય છે અર્થાત્ પૂર્વમાં જે શ્રત દ્વારા તત્ત્વનું જ્ઞાન સૂક્ષ્મ થયેલું તે જ જીવાદિ તત્ત્વનું જ્ઞાન સૂક્ષ્મ મર્મસ્પર્શ થવાથી તત્ત્વજ્ઞાનની વિશુદ્ધિ થાય છે. જેનાથી તે મહાત્માનો સંવરભાવ અતિશયિત થાય છે.
વળી સંવરભાવના અત્યંત અર્થી એવા અવિરત સમ્યગ્દષ્ટિ અને દેશવિરતિધર શ્રાવકો સ્વ ઉચિત ભૂમિકા અનુસાર ઉચિતકાળે લોકસ્વરૂપનું અનુપ્રેક્ષણ કરે છે, જેનાથી પંચાસ્તિકાયમય લોકના વિવિધ ભાવોને સમ્યગુ રીતે જોઈને પૂર્વના કરતાં સૂક્ષ્મ તત્ત્વજ્ઞાનને પ્રાપ્ત કરે છે. જેથી પોતાની ભૂમિકા અનુસાર ઉત્તર ઉત્તરના સંવરને પ્રાપ્ત કરે છે. માટે સંવરભાવના અર્થીએ માર્ગાનુસારી બુદ્ધિપૂર્વક લોકસ્વરૂપનું તે રીતે ચિંતવન કરવું જોઈએ, જેથી સંસારના વાસ્તવિક નિરીક્ષણને અનુકૂળ સૂક્ષ્મ પ્રજ્ઞા અતિશયિત થાય અને મોહથી આકુળ થઈને જગતના પદાર્થોને જોવાની મૂઢદૃષ્ટિ ક્ષણ-ક્ષીણતર થાય, જે લોકના સૂક્ષ્મ અનુપ્રેક્ષણનું ફળ છે. ૧ના ભાષ્ય :
अनादौ संसारे नरकादिषु तेषु तेषु भवग्रहणेष्वनन्तकृत्वः परिवर्तमानस्य जन्तोविविधदुःखाभिहतस्य मिथ्यादर्शनाद्युपहतमतेर्ज्ञानदर्शनावरणमोहान्तरायोदयाभिभूतस्य सम्यग्दर्शनादिविशुद्धो बोधिदुर्लभो भवतीत्यनुचिन्तयेत्, एवं ह्यस्य बोधिदुर्लभत्वमनुचिन्तयतो बोधिं प्राप्य प्रमादो न भवतीति बोधिदुर्लभत्वानुप्रेक्षा ११॥ ભાષ્યાર્થ -
મના.. વોર્તિમત્વાના | અનાદિ સંસારમાં નરકાદિરૂપ તે ભવગ્રહણોમાં અવંતી વખત વિવિધ દુઃખથી હણાયેલા પરિવર્તમાન મિથ્યાદર્શનાદિથી ઉપહત મતિ હોવાને કારણે, જ્ઞાન-દર્શનના આવરણ અને મોહ-અંતરાયના ઉદયથી અભિભૂત એવા જીવને સમ્યગ્દર્શનાદિથી વિશુદ્ધ એવી બોધિ દુર્લભ છે, એ પ્રમાણે સાધુ અનુચિંતવન કરે. આ પ્રમાણે બોધિદુર્લભનું અનુચિતવન કરતા સાધુને બોધિને પ્રાપ્ત કરીને પ્રમાદ થતો નથી, એ પ્રકારે બોધિદુર્લભત્વનું અનુપ્રેક્ષણ છે. ૧૧ાા ભાવાર્થ - (૧૧) બોધિદુર્લભઅનુપ્રેક્ષા:
બોધિ એ જિનધર્મની પ્રાપ્તિ છે. તે જિનધર્મની પ્રાપ્તિ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રના