________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૯ | સૂત્ર-૭
૧૧૩ સમભાવના જેટલા જેટલા અંશો ઉલ્લસિત થાય છે, તેટલા તેટલા અંશથી ઘણાં કર્મોની નિર્જરા થાય છે અને તપ તથા પરિષહજય દ્વારા જે સમભાવનો પરિણામ કરેલો તેનાથી કર્મોની ઘણી લતા નાશ થવાને કારણે ઉત્તર-ઉત્તરના ગુણોની પ્રાપ્તિ પ્રત્યે તે કર્મનો વિપાક કારણ છે. આથી બુદ્ધિપૂર્વકના કર્મના વિપાકકાળમાં સમભાવના પરિણામની તરતમાતાને અનુરૂપ શુભાનુબંધ પ્રાપ્ત થાય છે.
વળી વિવેકી શ્રાવકો કે સમ્યગ્દષ્ટિ જીવો પણ સ્વભૂમિકાનુસાર યોગમાર્ગની પ્રવૃત્તિ કરે છે ત્યારે કે ભોગાદિ પ્રવૃત્તિ કરે છે ત્યારે પણ વિવેકચક્ષુ અનુસાર સંવેગનો પરિણામ થવાના કારણે બુદ્ધિપૂર્વકનો વિપાક પ્રાપ્ત થાય છે. આથી જ સમ્યગ્દષ્ટિ જીવો ભાગકાળમાં પણ શુભાનુબંધવાળા વિપાક સ્વરૂપ નિર્જરાને પ્રાપ્ત કરે છે. તેથી એમના ઉપયોગાનુસાર ગુણની જ પ્રાપ્તિ થાય છે. વળી મેઘકુમારના હાથીના જીવને તેવો સાક્ષાત્ કોઈ બુદ્ધિપૂર્વકનો કર્મનાશને અનુકૂળ વિચાર ન હતો તોપણ જીવની વિશુદ્ધિને કારણે મોક્ષને અનુકૂળ એવા શુભભાવનું કારણ બને તેવો ક્ષયોપશમભાવનો કર્મનો વિપાક હતો. તેથી અર્થથી બુદ્ધિપૂર્વકનો જ તે વિપાક હતો, આથી જ શુભાનુબંધનું કારણ બન્યો.
આ પ્રમાણે નિર્જરાનું પારમાર્થિક સ્વરૂપ વિચારવાથી મુનિ કર્મનિર્જરાનું કારણ બને તે પ્રકારે બુદ્ધિપૂર્વકના યત્નવાળા થઈને સંસારના ઉચ્છેદમાં યત્નવાળા થાય એ પ્રકારે નિર્જરાની અનુપ્રેક્ષા કરે છેઃ નિર્જરાના પારમાર્થિક સ્વરૂપનું સૂક્ષ્મ અનુપ્રેક્ષણ કરે છે, જેથી ગુણનું કારણ એવી નિર્જરામાં ઉદ્યમ થાય છે. લા.
ભાષ્ય :
पञ्चास्तिकायात्मकं विविधपरिणाममुत्पत्तिस्थित्यन्यताऽनुग्रहप्रलययुक्तं लोकं चित्रस्वभावमनुचिन्तयेत्, एवं ह्यस्य चिन्तयतस्तत्त्वज्ञानविशुद्धिर्भवतीति लोकानुप्रेक्षा १०।। ભાષાર્થ -
પડ્યાસ્તિકાયાત્મ ... તોફાનુપ્રેક્ષા | પંચાસ્તિકાયાત્મક વિવિધ પરિણામવાળા, ઉત્પત્તિ, સ્થિતિ, અન્યતા, અનુગ્રહ અને પ્રલયયુક્ત ચિત્ર સ્વભાવવાળા લોકનું અનુચિતવન કરે=સાધુ અનુચિતવન કરે. આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, ચિંતવન કરતા એવા સાધુને તત્વજ્ઞાનથી વિશદ્ધિ થાય છે. એ પ્રકારે લોકઅપેક્ષા છે. ૧૦ ભાવાર્થ :(૧૦) લોકઅનુપ્રેક્ષા :
સાધુ સમિતિ, ગુપ્તિ અને દેશવિધ યતિધર્મનું પાલન કરીને સંવૃત પરિણામવાળા હોય છે, જેના બળથી આત્માના નિરાકુળ સ્વભાવમાં સ્થિર થવા માટે સદા ઉદ્યમ કરનારા હોય છે. આત્મામાં સ્થિર થવા માટે તત્ત્વજ્ઞાનની વિશુદ્ધિ આવશ્યક છે. તેથી તત્ત્વના યથાર્થ અવલોકનરૂપ પંચાસ્તિકાયાત્મક લોકને સ્મૃતિમાં ઉપસ્થિત કરે છે અને કઈ રીતે આ પંચાસ્તિકાયાત્મક લોક અનાદિ કાળથી સુસ્થિત છે ? તેની ઉપસ્થિતિ