________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૮ | સૂત્ર-૨૬
ભાવાર્થ:
પૂર્વમાં પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાવબંધ અને પ્રદેશબંધ કહ્યો, તે સર્વ બંધ આઠ પ્રકારના કર્મરૂપ છે અર્થાત્ કર્મ બંધાતી વખતે આઠ કર્મ બંધાતાં હોય તો આઠ કર્મના બંધ સ્વરૂપ છે અને સાત કર્મ બંધાતાં હોય તો સાત કર્મના બંધ સ્વરૂપ છે; પરંતુ સત્તામાં આઠ પ્રકારના કર્મ સ્વરૂપ છે. જે કર્મ અનુકૂળ વિપાકવાળું હોય તે પુણ્યરૂપ છે અને જે પ્રતિકૂળ વિપાકવાળું હોય તે પાપરૂપ છે. તેમાં પુણ્યકર્મ કયું છે ? તે બતાવે છે
સૂત્ર ઃ
કર
सद्वेद्यसम्यक्त्वहास्यरतिपुरुषवेदशुभायुर्नामगोत्राणि पुण्यम् ।।८ / २६ ।।
સહેધ=શાતાવેદનીય, સમ્યક્ત્વ=સમ્યક્ત્વમોહનીય, હાસ્યમોહનીય, રતિમોહનીય, પુરુષવેદ, શુભાયુષ્ય, શુભનામ (અને) શુભગોત્ર પુણ્ય છે. II૮/૨૬।।
ભાષ્યઃ
सद्वेद्यं भूतव्रत्यनुकम्पादिहेतुकं सम्यक्त्ववेदनीयं केवलिश्रुतादीनां वर्णवादादिहेतुकं, हास्यवेदનીયં, રતિવેની, પુરુષવેનીયં, શુમમાયુ માનુષ વેવ ચ, શુમનામ ગતિનામાવીનાં, શુમ ગોત્ર=3ચ્ચેગોત્રમિત્યર્થ:। કૃત્યેતવષ્ટવિધ વર્મ મુખ્યમ્, ગતોઽન્યત્ પામિતિ ।।૮/ર૬।।
इति तत्त्वार्थाधिगमेऽर्हत्प्रवचनसंग्रहे अष्टमोऽध्यायः समाप्तः ।।
સૂત્રાર્થ
:
—
ભાષ્યાર્થ
सद्यं પાપમ્ ।। ભૂત-વ્રતીની અનુકંપા આદિ હેતુવાળું સદ્દેદ્ય પુણ્ય છે=જીવોની અનુકંપા, વ્રતી એવા શ્રાવક અને સાધુની અનુકંપા આદિ હેતુવાળું શાતાવેદનીયકર્મ પુણ્યરૂપ છે. કેવલી, શ્રુત આદિના વર્ણવાદ આદિ હેતુક એવું સમ્યક્ત્વવેદનીયકર્મ પુણ્યકર્મ છે. હાસ્યવેદનીય, રતિવેદનીય અને પુરુષવેદનીય આ ત્રણ નોકષાયની પ્રકૃતિ પણ પુણ્યપ્રકૃતિ છે. મનુષ્ય અને દેવ સંબંધી શુભ આયુષ્ય પુણ્ય છે. ગતિનામ આદિનાં શુભ નામો પુણ્ય છે. શુભગોત્ર=ઉચ્ચગોત્ર પુણ્યપ્રકૃતિ છે. આ પ્રકારે આઠ પ્રકારનું કર્મ પુણ્ય છે, આનાથી અન્ય પાપ છે.
:
‘કૃતિ’ શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. ।।૮/૨૬॥
આ પ્રમાણે તત્ત્વાર્થાધિગમ નામના અર્હત્ પ્રવચનસંગ્રહમાં આઠમો અધ્યાય સમાપ્ત થયો. ॥ ભાવાર્થ
--
જીવને જે અનુકૂળરૂપે વેદન થાય તે પુણ્ય કહેવાય, તે દૃષ્ટિથી વિચારીએ તો શાતાવેદનીયકર્મ જીવને