________________
હવ
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂત્ર-૭ છે. અનાદિથી જીવમાં પ્રમાદનો સ્વભાવ સુસ્થિર થયેલો છે, તેથી સમિતિ-ગુપ્તિના પાલક એવા પણ ચૌદ પૂર્વધરો પ્રમાદને વશ થઈ સમિતિ-ગુપ્તિના પાલન રહિત થવાને કારણે નિગોદમાં પહોંચી જાય છે. સાધુ પોતાના અપ્રમાદભાવને સ્થિર કરવા અર્થે અશરણઅનુપ્રેક્ષા કરે છે. તેના માટે તે મૃગબાળનું દૃષ્ટાંત વિચારે છે. કોઈ પ્રકારના આશ્રય વગરના અને લોકોની અવરજવર વગરના વનસ્થલીના ભાગમાં કોઈ મૃગલાનું બચ્ચું રમતું હોય ત્યારે બલવાન ક્ષુધાથી યુક્ત માંસ ખાવાની ઇચ્છાવાળો કોઈ સિંહ સન્મુખ આવી જાય ત્યારે તેને જોઈને ભયભીત મતિવાળા મૃગલાના બચ્ચાને કોઈ શરણ વિદ્યમાન નથી; કેમ કે આજુબાજુમાં કોઈ એવું સ્થાન નથી જ્યાં એ બાળ સંતાઈ શકે, કોઈ એવો મનુષ્ય નથી જે તેનું રક્ષણ ક૨વા સમર્થ બને અને વનસ્થલી પણ જાળી વગરની છે, જેથી ક્યાંય છુપાવાનો અવકાશ મળે નહીં. વળી મૃગ હોય તો કંઈક બચવા માટે યત્ન કરે, પરંતુ મૃગલાના બચ્ચામાં તેવી કોઈ પ્રજ્ઞા નથી, જેથી પોતાનું રક્ષણ કરી શકે. તેથી તદ્દન અશરણ રીતે તેનું મૃત્યુ થવાનું છે.
આ રીતે સંસારમાં જન્મ-જરા-મરણ આદિ સર્વ દુઃખોથી અભ્યાહત મતિવાળા જીવને=આ સર્વ દુઃખો જેને વ્યાકુળ કરે તેવી મતિ છે તેવા જીવોને, સંસારમાં કોઈ શરણ વિદ્યમાન નથી. આ પ્રમાણે ચિંતવન કરતા સાધુને ઉપસ્થિત થાય કે જન્મ-જરા-મરણ આદિ ભાવોને આશ્રયીને હું નિત્ય અશરણ છું. તેથી સંસાર પ્રત્યે નિત્ય ઉદ્વિગ્ન થયેલા તે સાધુને સંસારના કા૨ણીભૂત ભાવોમાં ક્યાંય અભિષ્યંગ થતો નથી. પરંતુ સંસારના ઉચ્છેદના ઉપાયભૂત એવી ભગવાને કહેલ ઉચિત આચરણામાં જ અભિષ્યંગ થાય છે. જેથી તેલપાત્રધરના દૃષ્ટાંતથી સતત અપ્રમાદ દ્વારા જન્મ-જરા-મરણ આદિના કારણભૂત એવા સંસારના ઉચ્છેદ માટે તે મહાત્મા ઉદ્યમ કરી શકે છે. આ પ્રકારે અપ્રમાદભાવથી જિનવચન અનુસાર વિધિમાં કરાતો ઉદ્યમ જ જીવ માટે કેવલ શરણ છે તેથી તેવા શણનું દૃઢ અવલંબન લેવા માટે સાધુ અશરણઅનુપ્રેક્ષા કરે છે. ચા
ભાષ્ય :
अनादौ संसारे नरकतिर्यग्योनिमनुष्यामरभवग्रहणेषु चक्रवत् परिवर्तमानस्य जन्तोः सर्व एव जन्तवः स्वजनाः परजना वा न हि स्वजनपरजनयोर्व्यवस्था विद्यते । माता हि भूत्वा भगिनी भार्या दुहिता च भवति । भगिनी भूत्वा माता भार्या दुहिता च भवति । भार्या भूत्वा भगिनी दुहिता माता च भवति । दुहिता भूत्वा माता भगिनी भार्या च भवति । तथा पिता भूत्वा भ्राता पुत्रः पौत्रश्च भवति । भ्राता भूत्वा पिता पुत्रः पौत्रश्च भवति । पुत्रो भूत्वा पिता भ्राता पौत्रश्च भवति । पौत्रो भूत्वा पिता (भ्राता) पुत्रश्च भवति । भर्ता भूत्वा दासो भवति । दासो भूत्वा भर्ता भवति । मित्र भूत्वा शत्रुर्भवति । शत्रुर्भूत्वा मित्रं भवति । पुमान् भूत्वा स्त्री भवति नपुंसकं च, स्त्री भूत्वा पुमान् नपुंसकं च भवति । नपुंसकं भूत्वा स्त्री पुमांश्च भवति । एवं चतुरशीतियोनिप्रमुखशत सहस्रेषु रागद्वेषमोहाभिभूतैर्जन्तुभिरभिनिवृत्तविषयतृष्णैरन्योऽन्यभक्षणाभिघातवधबन्धाभियोगा-क्रोशादिजनितानि
1