________________
૯૮
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂત્ર-૭ વળી તે વિચારે છે કે ચારગતિમાં ચક્રની જેમ પરિભ્રમણ કરતા ૮૪ લાખ યોનિઓમાં જીવો રાગ, દ્વેષ, મોહથી અભિભૂત થયેલા, વિષયની તૃષ્ણાથી વ્યાપ્ત થયેલા, અન્યોન્ય ભક્ષણ, અભિઘાત, વધ, બંધન આદિ વડે તીવ્ર દુઃખોને પ્રાપ્ત કરે છે. તેથી સંસાર અનેક પ્રકારના ધંધના સ્થાનભૂત અને કષ્ટ સ્વભાવવાળો છે. આ પ્રકારે ચિત્તને સ્પર્શે તે પ્રકારે ભાવન કરવાથી સંસારથી અત્યંત ભય ઉત્પન્ન થાય છે. તેથી તે મહા તેલપાત્રધરની જેમ અત્યંત અપ્રમાદથી મોહના ઉચ્છદ માટે ઉદ્યમ કરી શકે છે. જેઓ આ પ્રકારે સંસારભાવનાથી આત્માને અત્યંત વાસિત કરી શકતા નથી તેઓ નિઃશંક રીતે જ સંસારમાં મનુષ્યભવ નિષ્ફળ કરે છે. જેમ સુસાધુ સંસારની અનુપ્રેક્ષા કરીને તૈલપાત્રધારકની જેમ પ્રતિક્ષણ અપ્રમાદથી મોહનું ઉન્મેલન કરવા યત્ન કરે છે તે રીતે અવિરત સમ્યગ્દષ્ટિ કે દેશવિરતિધર શ્રાવકો પણ સંસારની અનુપ્રેક્ષા કરીને સ્વશક્તિ અનુસાર સંસારના ઉચ્છદ માટે સતત યત્ન કરે છે. જેઓ સંસારની અનુપ્રેક્ષાથી અત્યંત ભાવિત છે એવા અવિરત સમ્યગ્દષ્ટિ જીવો પણ ભોગ આદિની પ્રવૃત્તિ પણ અત્યંત સંવેગપૂર્વક જ કરે છે અર્થાત્ અશક્ય પરિહાર જણાય એટલી જ ભોગાદિની પ્રવૃત્તિ કરે છે અને શક્તિના પ્રકર્ષથી ભોગમાનસના નાશ માટે યત્ન કરે છે. ૩ ભાષ્ય :
एक एवाहं, न मे कश्चित् स्वः परो वा विद्यते । एक एवाहं जाये । एक एव म्रिये । न मे कश्चित् स्वजनसंज्ञः परजनसंज्ञो वा व्याधिजरामरणादीनि दुःखान्यपहरति प्रत्यंशहारी वा भवति । एक एवाहं स्वकृतकर्मफलमनुभवामीति चिन्तयेत् । एवं ह्यस्य चिन्तयतः स्वजनसंज्ञकेषु स्नेहानुरागप्रतिबन्धो न भवति, परसंज्ञकेषु च द्वेषानुबन्धः ततो निःसङ्गतामभ्युपगतो मोक्षायैव घटत इत्येकत्वाનુપ્રેક્ષા કા ભાષ્યાર્થ
... –ાનુપ્રેક્ષા છે. એક જ હું છું=દેહથી ભિન્ન એવો એક મારો આત્મા છે. મારા કોઈ સ્વ અથવા પર વિદ્યમાન નથી અર્થાત્ સર્વ જીવોમાં અમુક જીવો મારા છે અને અમુક જીવો પારકા છે તેવો કોઈ ભેદ વિદ્યમાન નથી. એક જ હું જભ્યો છું. એક જ હું મરુ છું. મારા કોઈ સ્વજન સંજ્ઞાવાળા કે પરજન સંજ્ઞાવાળા વ્યાધિ, જરા, મરણ આદિ દુઃખોનો અપહાર કરતા નથી કે પ્રતિઅંશહારી થતા નથી=ભાગ પડાવી શકતા નથી. એક જ હું સ્વકર્મના ફળને અનુભવું છું. એ પ્રમાણે ચિંતવન કરે. આ રીતે ચિંતવન કરતા આને મુનિને, સ્વજનસંજ્ઞાવાળામાં પોતાના પરિચિત સાધુઓમાં કે ભક્તિવાળા શ્રાવકોમાં, સ્નેહ-અનુરાગનો પ્રતિબંધ થતો નથી અને પરસંજ્ઞાવાળામાં=પોતાના પરિચિત સાધુઓથી અન્ય સાધુઓમાં કે પોતાના પ્રત્યે અભક્તિવાળા એવા શ્રાવકોમાં, દ્વેષનો અનુબંધ થતો નથી. તેથી પોતાનાથી ભિન્ન એવા સર્વ જીવોમાં વિસંગતાને પામેલો સાધુ મોક્ષ માટે જ યત્ન કરે છે. આ રીતે એકત્વની અપેક્ષા છે. કા.