________________
૧૦૦
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ / સૂત્ર-૭ પૃથફ મોહથી અનાકુળ એવા જ્ઞાન સ્વરૂપ મારો આત્મા છે એ પ્રકારે સાધુ ચિંતવન કરે : શરીર અન્ય છે, હું અન્ય છું; શરીર ઈન્દ્રિયવાળું છે, હું અતીન્દ્રિય છું; શરીર અનિત્ય છે, હું નિત્ય છું; શરીર અજ્ઞ છે, હું જ્ઞાનવાળો છું; શરીર આદિ અને અંતવાળું છે, હું અનાદિ અનંત છું; અને સંસારમાં પરિભ્રમણ કરતાં ઘણા સેંકડો-હજારો શરીરો અતીત થયા, તે જ આ હું તેઓથી અન્ય છું=શરીરોથી અન્ય છું; એ પ્રમાણે સાધુ ચિંતવન કરે. આ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, ચિંતવન કરતા એવા સાધુને શરીરમાં પ્રતિબંધ થતો નથી. અને શરીરથી અવ્ય નિત્ય એવો હું છું. એથી મોક્ષ માટે સંઘટત કરે છે=સાધુ સમ્યમ્ યત્ન કરે છે, એ પ્રકારે અન્યત્વઅપેક્ષા સાધુ કરે. પા.
ભાવાર્થ :
(૫) અન્યત્વઅનુપ્રેક્ષા :
સાધુ સંસારના ઉચ્છેદના અત્યંત અર્થી છે. આથી જ સમિતિ, ગુપ્તિ તથા દશવિધ યતિધર્મમાં યત્ન કરીને સંવરભાવવાળા થાય છે. આ જ સંવરભાવને અતિશય કરવા અર્થે શરીરથી પોતે અન્ય છે તે પ્રકારે અનુભવ અનુસાર સૂક્ષ્મ અવલોકન કરવા યત્ન કરે છે, જેથી શરીર પ્રત્યેનો પ્રતિબંધ થવાનો સંભવ ક્ષીણક્ષીણતર થાય.
સર્વ સંગના ત્યાગી એવા મુનિ ભગવંતોને અને પૂર્વધરોને પણ શરીર સાથેનો સંબંધ અતિઘનિષ્ઠ હોવાને કારણે શરીર પ્રત્યે કે શરીરની શાતા પ્રત્યે મમત્વ થવાનો સંભવ રહે છે. તેથી ધર્મના ઉપકરણરૂપ શરીર જ સાધુ માટે અધિકરણરૂપ બને છે, જેથી સંસારની વૃદ્ધિની પ્રાપ્તિ થાય. તેના નિવારણ માટે સાધુ સૂક્ષ્મ ઉપયોગપૂર્વક વિચારે છે કે મારો આત્મા શરીરથી પૃથગુ છે.
આત્મા શરીરથી પૃથગુ કેમ છે ? તેને સ્પષ્ટપણે ઉપસ્થિત કરવા સાધુ વિચારે કે શરીર અન્ય છે અને હું અન્ય છું. કેમ શરીર અન્ય છે અને હું અન્ય છું? તેથી કહે છે –
ઇન્દ્રિયથી શરીરનું ગ્રહણ થાય છે અને હું અતીન્દ્રિય હું છું. અર્થાત્ ચક્ષુ આદિ ઇન્દ્રિયોથી શરીરનું પ્રત્યક્ષ થાય છે, જ્યારે આત્મા કોઈ ઇન્દ્રિયોથી ગ્રહણ થતો નથી; પરંતુ પોતાના મતિજ્ઞાનના ઉપયોગ સ્વરૂપે કે મતિજ્ઞાનના ઉપયોગથી સંવલિત કષાય સ્વરૂપે આત્માનું વેદના થાય છે. તેથી આત્મા અતીન્દ્રિય છે.
આ રીતે શરીરથી પોતાનો ભેદ સ્પષ્ટ કર્યા પછી વિશેષ રીતે શરીર કરતાં પોતાનો ભેદ સ્થિર કરવાર્થે મહાત્મા વિચારે છે કે શરીર અનિત્ય છે; કેમ કે મૃત્યુ વખતે શરીર નાશ થાય છે અર્થાત્ આત્માથી પૃથફ થાય છે અને હું નિત્ય છું અર્થાતુ ક્યારેય નાશ પામનાર નથી, ફક્ત આ શરીરથી પૃથક થઈને જન્માંતરમાં જનાર છું. વળી શરીર અજ્ઞ છે અને હું જ્ઞાનવાળો છું. તેથી શરીરથી હું પૃથક છું. વળી શરીર આદિઅંતવાળું છે અર્થાત્ જન્મ વખતે શરીરનો પ્રાદુર્ભાવ થાય છે અને મૃત્યુ વખતે શરીરનો નાશ થાય છે, જ્યારે