________________
૧૦૪
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ / અધ્યાય-૯ | સૂત્ર-૭ છે=શરીર ઉપર રહેલા શુચિ પદાર્થોનું ઉપઘાતકપણું છે. તે કારણથી પૂર્વમાં બતાવેલા પાંચ કારણથી, શરીર અશુચિ છે. આ રીતે ચિંતવન કરતા એવા સાધુને શરીરમાં નિર્વેદ થાય છે અને નિર્વેદ પામેલો શરીરના નાશ માટે=અશરીરી થવા માટે, યત્ન કરે છે, એ પ્રમાણે અશુચિ– અનુપ્રેક્ષા છે. દા. ભાવાર્થ :(૬) અશુચિ–અનુપ્રેક્ષા :
સાધુ શરીરના અશુચિભાવનું સૂક્ષ્મ અનુપ્રેક્ષણ કરે છે અર્થાત્ સ્વસંવેદન પ્રત્યક્ષથી શરીરનું જે વાસ્તવિક સ્વરૂપ છે તેને તે રીતે નિર્મળ દૃષ્ટિથી જુએ છે, જેથી શરીર પ્રત્યેનો મમત્વભાવ દૂર થાય, તે અશુચિત્વની અનુપ્રેક્ષા છે. કઈ રીતે અનુભવ અનુસાર શરીરના અશુચિપણાનો વિચાર સાધુ કરે છે ? તે કહે છે –
શરીરનું આદ્ય કારણ માતાનું લોહી અને પિતાનું શુક્ર છે, જે સ્વયં અશુચિ છે, તેવી અશુચિમાંથી જીવા પોતાના શરીરનું નિર્માણ કરે છે. તેથી શરીરનું આદ્ય કારણ અત્યંત અશુચિરૂપ છે. આ પ્રકારે ભાવન કરવાથી શરીર પ્રત્યેનું મમત્વ ક્ષણ-ક્ષીણતર થાય છે. વળી સાધુ વિચારે છે કે શરીરનું ઉત્તર કારણ આહાર છે. અને તે આહાર પણ ગ્રહણ કર્યા પછી અશુચિરૂપે જ પરિણમન પામતાં પામતાં લોહી માંસાદિરૂપ થાય છે, જે સર્વ અશુચિમય પદાર્થો છે. માટે અશુચિના પિંડભૂત વસ્તુમાંથી બનેલા શરીર પ્રત્યે વિચારકે મમત્વ કરવું જોઈએ નહીં, પરંતુ આત્માની શુચિભૂત પરિણતિમાં જ મમત્વ કરવું જોઈએ.
વળી શરીર અશુચિનું ભાન છે અર્થાત્ શરીરનું આદ્ય તથા ઉત્તરકારણ તો અશુચિ છે; પરંતુ શરીર સ્વયં અશુચિનું ભાન છે. કર્ણ, નાસિકા આદિના મલના સ્થાનભૂત શરીર છે. તેથી શરીર મલાદિનું ભાજન છે, માટે પણ જુગુપ્સનીય છે. જે જુગુપ્સનીય હોય તેના પ્રત્યે વિચારકને ક્યારેય મમત્વ થાય નહીં.
વળી શરીર અશુચિનું ઉદ્ભવસ્થાન છે અર્થાત્ જેમ કર્ણ-નાસિકાદિના મલનું આશ્રયસ્થાન છે તેમ તેઓના ઉદ્ભવનું સ્થાન પણ શરીર છે, માટે પણ શરીર અશુચિ છે. અથવા અન્ય રીતે પણ અશુચિ એવા માતાના ગર્ભમાં શરીર ઉત્પન્ન થાય છે, માટે શરીર અશુચિ છે.
વળી શરીર અશુભ પરિણામના પાકના પ્રવાહવાળું હોવાથી અશુચિ છે; કેમ કે પ્રથમ ઉદ્ભવ વખતે લોહી અને વીર્યથી બનેલું છે, ત્યારબાદ શરીરની જે જે અવસ્થાઓ થાય છે તે સર્વ અવસ્થાઓમાં દુર્ગધી અશુચિવાળા પદાર્થોથી યુક્ત જ શરીર છે, માટે અશુચિ છે. આ રીતે પણ ભાવન કરીને દેહ પ્રત્યેના મમત્વનો પરિહાર કરવા સાધુ યત્ન કરે છે.
વળી ઉત્તમ દ્રવ્યોથી શરીરની અશુચિનો પ્રતિકાર કરવો પણ અશક્ય છે; કેમ કે પોતે અશુચિ આત્મક હોવાથી શુચિ એવા પુદ્ગલનો પણ ઉપઘાત કરીને અશુચિ બનાવે છે. આવી રીતે શરીરના અશુચિ સ્વરૂપનું અત્યંત ભાવન કરીને મહાત્મા શરીર પ્રત્યે નિર્લેપવાળા થાય છે, જેથી શરીરની પ્રાપ્તિ ન થાય તેવી અશરીરી અવસ્થાના ઉપાયમાં દઢ યત્ન કરવા સમર્થ બને છે અર્થાત્ પ્રાપ્ત થયેલા શરીરનો દ્રવ્યથી સંગ