________________
૧૦૬
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂત્ર-૭ ચિત્તવાળા ગ્રહણને પ્રાપ્ત કરે છે અર્થાત્ બંધનને પ્રાપ્ત કરે છે. તેથી બંધ, વધ, દમન, વાહન, નિહવન, અંકુશ, પાગિપ્રતોદ, અભિઘાતાદિ જનિત તીવ્ર દુઃખોને અનુભવે છે. વનવાસવાળા સ્વયૂથના સ્વચ્છંદ પ્રચારવાળા સુખનું નિત્ય જ અનુસ્મરણ કરે છે. અને મૈથુન સુખના પ્રસંગથી આહિત ગર્ભવાળી અશ્વતરી=ઘોડી, પ્રસવકાલમાં પ્રસવ કરવા માટે અસમર્થ તીવ્ર દુઃખથી અભિહત અવશ મરણને પામે છે. આ રીતે સર્વ જ જીવો સ્પર્શનેંદ્રિયપ્રસક્ત આલોકમાં અને પરલોકમાં વિનિપાતને પ્રાપ્ત કરે છે અર્થાત્ અનર્થોને પ્રાપ્ત કરે છે.
‘કૃતિ’ શબ્દ સ્પર્શનેંદ્રિયના અનર્થની સમાપ્તિ માટે છે.
અને મરેલા હાથીના શરીરમાં રહેલા, નદીના પાણીના પ્રવાહના વેગથી તણાયેલ કાગડાની જેમ, હેમંત ઋતુમાં ઘીના ઘડામાં પ્રવિષ્ટ મૂષકની જેમ, ગોષ્ઠમાં પ્રસક્ત=ગાયના વાડામાં છાણ વગેરે ખાવામાં પ્રસક્ત, એવા સરોવરવાસી કૂર્મની જેમ=ગાયના વાડામાં છાણાદિ ખાવામાં પ્રસક્ત હોય અને ગાયના પગ નીચે કચડાઈ જાય તેવા કાચબાની જેમ, માંસપેશીમાં લુબ્ધ શ્યુનની જેમ=મડદામાં ઘૂસીને તેની માંસપેશી ખાવામાં લુબ્ધ કાગડો મડદું તાપમાં સપકાવાથી ફસાઈને મૃત્યુ પામે છે તે કાગડાની જેમ, બડિશ આમિષમાં ગૃદ્ધ મત્સ્યની જેમ=માછલાં પકડવાની કાંટાવાળી જાળમાં રહેલ માંસને ખાવામાં ગૃદ્ધ મત્સ્યની જેમ, જિન્નેંદ્રિયપ્રસક્ત જીવો વિનાશ પામે છે.
અને ઔષધિની ગંધમાં લુબ્ધ સર્પની જેમ અથવા માંસની ગંધને અનુસરનાર મૂષકની જેમ ઘ્રાણેંદ્રિયપ્રસક્ત જીવો વિનાશ પામે છે.
અને સ્ત્રીદર્શનનાં પ્રસંગથી અર્જુન ચોરની જેમ અથવા દીવાના પ્રકાશમાં લોલુપ્ત પતંગિયાની જેમ ચક્ષુરિંદ્રિયપ્રસક્ત જીવો વિનિપાતને પામે છે, એ પ્રમાણે ચિંતવન કરવું જોઈએ.
અને શ્રોત્રૂટ્રિયપ્રસક્ત જીવો તેતરની જેમ, કપોતની જેમ=કબૂતરની જેમ, કપિંજલની જેમ=ચાતક પક્ષીની જેમ, અને ગીત-સંગીતના ધ્વતિમાં લોલુપ એવા મૃગની જેમ વિનિપાતને પામે છે, એ પ્રમાણે ચિંતવન કરવું જોઈએ. આ પ્રમાણે ચિંતવન કરતાં આશ્રવ નિરોધ માટે ઘટે છે, એ પ્રકારે આશ્રવની અનુપ્રેક્ષા છે. ૭।।
ભાવાર્થ =
(૭) આશ્રવઅનુપ્રેક્ષા
જે મહાત્માઓ આશ્રવના પારમાર્થિક સ્વરૂપને જાણનારા છે તેઓ વિચારે છે કે નદીના પ્રવાહના વેગની જેમ તીક્ષ્ણ, અકુશલને લાવનારના અને કુશલનો નાશ કરનારના દ્વારભૂત એવી આ ઇન્દ્રિયો છે, જે આલોક અને પરલોકમાં અનર્થોની પ્રાપ્તિ કરાવે છે. જો પાંચ ઇન્દ્રિયોનો સંવર કરવામાં નહીં આવે તો આ ભવમાં અને પરભવમાં અનર્થોની પરંપરા પ્રાપ્ત થશે. જેઓ ઇન્દ્રિયોને વશ થયા છે તેઓ આ લોકમાં કઈ રીતે અનર્થો પ્રાપ્ત કરે છે ? તેનું સૂક્ષ્મ ચિંતવન મહાત્માઓ કરે છે, જેથી પાંચે ઇન્દ્રિયો અત્યંત સંવૃત રહે અને આશ્રવના રોધપૂર્વક સાધુપણાનો પરિણામ સ્થિર-સ્થિરતર થાય.
-