________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૯ | સૂત્ર-૭
૧૦૯ સર્વ પણ આ પૂર્વમાં કહેલા આશ્રવના દોષો સંવત આત્માને થતા નથી, એ પ્રમાણે ચિંતવન કરે. આ રીતે ચિંતવન કરતા એવા આની મતિ=સાધુની મતિ, સંવર માટે જ યત્નશીલ થાય છે, એ પ્રકારે સંવરની અપેક્ષા છે. ૮. ભાવાર્થ :(૮) સંવરઅનુપ્રેક્ષા :
જે મહાત્માઓ ત્રણ ગુપ્તિથી ગુપ્ત અને પાંચ સમિતિઓથી સમિત થઈને વિચરે છે તેઓના ગુપ્તિ આદિના પરિપાલનને કારણે પાંચ મહાવ્રતો સૂક્ષ્મ-સૂક્ષ્મતર બને છે. જેમ જેમ મહાવ્રતો સૂક્ષ્મભાવોથી સંવલિત થાય છે તેમ તેમ સંવરભાવ પ્રાપ્ત થાય છે. તે સંવરભાવના શું ગુણો છે ? તેનું મહાત્માએ ચિંતન કરવું જોઈએ. કઈ રીતે સંવરભાવના ગુણોનું ચિંતન મહાત્મા કરે છે ? તેથી કહે છે –
સર્વ પણ પૂર્વમાં કહેલા પાંચ ઇન્દ્રિયોના આશ્રવના દોષો સંવૃત આત્માવાળાને થતા નથી, એ પ્રમાણે ચિંતવન કરવું જોઈએ. તેથી એ પ્રાપ્ત થાય કે જે મહાત્માઓ ત્રણ ગુપ્તિથી અત્યંત ગુપ્ત છે તેઓ સંયમના પ્રયોજનથી ચેષ્ટા કરવી જણાય ત્યારે કંટક આકીર્ણ ભૂમિમાં ગમનની જેમ અત્યંત ઉપયુક્ત થઈને પ્રવૃત્તિ કરે છે. આવા મહાત્મા પાંચ મહાવ્રતરૂપી પોતાના ભાવપ્રાણના રક્ષણ માટે અત્યંત વ્યાપારવાળા હોય છે. તેથી તે મહાત્માની પાંચ ઇન્દ્રિયો અને છઠું મન જિનવચનના દઢ અવલંબનથી સંવરભાવમાં અતિશયઅતિશયતર વર્તે છે, જેના કારણે પાંચ ઇન્દ્રિયોના આશ્રવ દ્વારા જે આલોકના અને પરલોકના અનર્થો થાય છે તે સર્વ દોષોનો નિરોધ થાય છે. તેથી ઘણા અનર્થોની પરંપરાનો ઉચ્છેદ સંવરથી થાય છે, એ પ્રમાણે ચિંતવન કરીને મહાત્મા ત્રણ ગુપ્તિઓને અતિશય કરવાથું દૃઢ ઉદ્યમવાળા થાય છે. તે સંવર અનુપ્રેક્ષા છે અર્થાત્ આત્માના સંવરભાવનું પારમાર્થિક સ્વરૂપ જોવાને અનુકૂળ અનુપ્રેક્ષણ છે. જેના બળથી મહાત્મા સર્વસંવરને અનુકૂળ શક્તિનો સંચય કરે છે.
વળી અવિરત સમ્યગ્દષ્ટિ કે દેશવિરતિધર શ્રાવક પણ મોક્ષના અત્યંત અર્થી છે. તેથી મોક્ષના પરમ ઉપાયરૂપ યોગનિરોધના અત્યંત અર્થ છે. યોગનિરોધ સર્વ સંવરરૂપ છે. તેથી તેને અનુકૂળ પોતાનામાં વર્તતો સંવરભાવ અતિશય કરવાર્થે અવિરત સમ્યગ્દષ્ટિ આદિ જીવો પણ સંવરની અનુપ્રેક્ષા કરે છે. તે વખતે ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત અને સમિતિપૂર્વક પ્રવૃત્તિ કરનારા મહાત્માઓ કઈ રીતે સંવર ભાવની વૃદ્ધિ દ્વારા આશ્રવનો નિરોધ કરે છે ? જેથી આશ્રવના અનર્થોથી પોતાના આત્માનું રક્ષણ કરે છે, તેનું સૂક્ષ્મ બુદ્ધિપૂર્વક આલોચન કરીને પોતાના આત્મામાં સંવરભાવનો અતિશય કરે છે. જેથી પોતાની ભૂમિકાનુસાર અવશ્ય ગુણસ્થાનકની વૃદ્ધિ થાય છે. તેવા
ભાષ્ય :
निर्जरा वेदना विपाक इत्यनर्थान्तरम्, स द्विविधः - अबुद्धिपूर्वः कुशलमूलश्च तत्र नरकादिषु