________________
૧૧૦
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૯ | સૂત્ર-૭ कर्मफलविपाको योऽबुद्धिपूर्वकः, तमवद्यतोऽनुचिन्तयेदकुशलानुबन्ध इति । तपःपरीषहजयकृतः कुशलमूलः, तं गुणतोऽनुचिन्तयेत्, शुभानुबन्धो निरनुबन्धो वेति एवमनुचिन्तयन् कर्मनिर्जरणायैव घटत इति निर्जराऽनुप्रेक्षा ९।। ભાષ્યાર્થ:નિર્જરા ..... નિર્જરાડનુપ્રેક્ષા | નિર્જરાના પર્યાયવાચી બતાવે છે – નિર્જરા, વેદના, વિપાક એ અનર્થાન્તર છે=આત્માથી કર્મની પૃથભૂત અવસ્થારૂપ નિર્જરા, ઉદયમાન કર્મ, વેદન એ રૂપ વેદના અને સત્તામાં રહેલાં કર્મોમાં વિપાકને અભિમુખ પરિણામ એ ત્રણેય કાંઈક ભિન્ન અર્થવાચી હોવા છતાં કથંચિત્ એકાર્યવાચી છે. તે વિપાક બે પ્રકારનો છે: અબુદ્ધિપૂર્વક અને કુશલમૂલવાળો. ત્યાં=બે પ્રકારના વિપાકમાં, નરકાદિમાં કર્મના ફલનો વિપાક જે અબુદ્ધિપૂર્વક છે તેને અવધથી અનુચિંતન કરે અર્થાત્ અકુશળ અનુબંધવાળો છે એ પ્રકારે સાધુ ચિંતવન કરે. તપ, પરિષહજય કૃત કુશલમૂલવાળો વિપાક છે, તેને ગુણથી અનુચિંતવન કરે=કુશલમૂલવાળો વિપાક ગુણનું કારણ છે એ પ્રકારે સાધુ અનુચિતવત કરે.
કેવા પ્રકારના ગુણવાળો છે ? તેથી કહે છે –
શુભાનુબંધવાળો અથવા નિરનુબંધવાળો છે. આ રીતે=નિર્જરા બે પ્રકારે થાય છે એ રીતે, અનુચિંતવન કરતા મુનિ કર્મનિર્જરા માટે જ ઘટે છે=યત્નશીલ થાય છે. એ નિર્જરાતી અનુપ્રેક્ષા છે= નિર્જરાના પારમાર્થિક સ્વરૂપનું સૂક્ષ્મ અવલોકન છે. I ભાવાર્થ - (૯) નિર્જરાઅનુપ્રેક્ષા :
આત્મા પર લાગેલા કર્મો ઉદયમાં આવી આત્માથી પૃથગુ થાય છે, કર્મની આ પૃથગુ અવસ્થા નિર્જરા શબ્દથી વાચ્ય છે.
કર્મ ઉદયમાં આવે છે તે પોતાના ફળનું જીવને વેદન કરાવે છે. તે વેદના કર્મનિર્જરા પ્રત્યે કારણ છે, તેથી વેદનાને પણ નિર્જરા કહેવાય છે.
બંધાયેલું કર્મ ઉદયપર્યાયને પામે ત્યારે તે કર્મના ઉદયપર્યાયને વિપાક કહેવાય છે. તેથી ઉદયપર્યાયને પામેલ કર્મની અવસ્થા વેદના કરાવીને આત્માથી પૃથગુ થાય છે, તેથી ઉદયને પામેલા વિપાકરૂપ કર્મને પણ નિર્જરા કહેવાય છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે આત્મા સાથે સંબંધવાળાં કર્મો ઉદયપર્યાયને પામે તે વિપાક છે અને તે ઉદયપર્યાયના બળથી જે કર્મનું વદન થાય તે વેદના જીવના અનુભવરૂપ છે. તે વેદન પછી આત્મા સાથે સંલગ્ન કર્મ આત્માથી પૃથફ અવસ્થાને પામે છે, જે નિર્જરા છે. તેથી નિર્જરા, વેદના અને વિપાકને અનર્થાન્તર કહેલ છે.