________________
૧૦૮
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ / સૂત્ર-૭ નાશને પામે છે. આ રીતે ચિંતવન કરીને સાધુ પોતાની ચક્ષુરિંદ્રિયની આસક્તિ દૂર કરવા યત્ન કરે છે.
વળી તેતર, કબૂતર અને ચાતક જેવા શ્રોત્રંદ્રિયપ્રસક્ત જીવો વિનાશ પામે છે. જેમ માદા તેતરને પાંજરામાં પૂરી હોય તો તેના અવાજથી ખેંચાઈને આવેલ અન્ય તેતરો પણ પાંજરામાં પુરાઈને નાશ પામે છે તેમ શ્રોત્રંદ્રિયપ્રસક્ત સાધુ પણ સંયમનો વિનાશ કરે છે. વળી તેતરની જેમ જ કબૂતર અને ચાતક પણ પાંજરામાં રહેલા કબૂતર-ચાતકના અવાજથી આકર્ષાઈને પાંજરામાં રહેલ કબૂતર-ચાતક સાથે યુદ્ધ કરવા આવે છે તે વખતે સ્વયં પાંજરામાં પુરાઈને વિનાશ પામે છે તેમ સુસાધુ પણ જો શ્રોબેંદ્રિયને વશ થાય તો ભાવચારિત્રનો વિનાશ કરે છે, આ પ્રકારે સાધુએ ભાવન કરવું જોઈએ.
વળી, ગીત-સંગીતના ધ્વનિમાં લોલુપ મૃગલાની જેમ શ્રોત્રંદ્રિયને વશ જીવ વિનાશને પામે છે, એમ ચિંતવન કરવું જોઈએ. આશય એ છે કે મૃગલાઓ સંગીતપ્રિય હોય છે, તેથી ગીત અને સંગીતના ધ્વનિથી તેઓ આકર્ષાય છે અને તેમને વધ કરવાના અર્થી જીવો સંગીત દ્વારા જ્યારે તેઓ આકર્ષાઈને લીપણાથી ગીત સાંભળવામાં મગ્ન હોય ત્યારે બાણ આદિથી તેમનો નાશ કરે છે, જે શ્રોત્રંદ્રિયના વિષયની આસક્તિનું પ્રત્યક્ષ ફળ છે. આ પ્રકારે શ્રોત્રંદ્રિયજન્ય અનર્થનું ભાવન કરવાથી શ્રોસેંદ્રિયની આસક્તિ ક્ષીણ થાય છે.
આ રીતે પાંચ ઇન્દ્રિયોના અનર્થને બતાવનારાં દૃષ્ટાંતોને ભાવન કરીને સાધુ પાંચ ઇન્દ્રિયોના સંવરને માટે યત્નશીલ બને છે. જેથી સમિતિ-ગુપ્તિપૂર્વક અને દશ પ્રકારના ઉત્તમ ધર્મના સેવનના બળથી જે સંવરભાવ હતો તે અતિશયિત થાય છે, માટે સાધુ આશ્રવની અનુપ્રેક્ષા કરે છે.
વળી દેશવિરતિધર શ્રાવક કે અવિરત સમ્યગ્દષ્ટિ પણ સંસારના ઉચ્છેદના અર્થી હોવાથી તેમને આશ્રયોને કારણે સંસારનું પરિભ્રમણ ચાલે છે તેવો સ્પષ્ટ બોધ હોવાને કારણે આશ્રવના નિરોધ માટે પ્રસ્તુત અનુપ્રેક્ષા કરે છે. તેઓ જેમ જેમ સૂક્ષ્મ ઉપયોગપૂર્વક પાંચ ઇન્દ્રિયોના આશ્રવના અનર્થોની ઉપસ્થિતિ કરે છે તેમ તેમ આશ્રવ નિરોધને અનુકૂળ સીર્ય ઉલ્લસિત થાય છે. આ રીતે જ અવિરત સમ્યગ્દષ્ટિ પોતાના સમ્યક્તને નિર્મળ-નિર્મળતર કરીને ગુણસ્થાનકની વૃદ્ધિ કરે છે. શા ભાષ્ય :
संवरांश्च महाव्रतादीन् गुप्त्यादिपरिपालनाद् गुणतश्चिन्तयेत् । सर्वे ह्येते यथोक्तास्रवदोषाः संवृतात्मनो न भवन्तीति चिन्तयेत् । एवं ह्यस्य चिन्तयतो मतिः संवरायैव घटत इति संवरानुप्रेक्षा ૮ાા
ભાષ્યાર્થ :
સંવરબ્ધ ..... સંવરનુpક્ષા || મહાવ્રત આદિને અને સંવરોને ગુપ્તિ આદિ પરિપાલન આત્મક ગુણથી ચિંતવન કરે=સાધુ ચિંતવન કરે.
કઈ રીતે ચિંતવન કરે ? તેથી કહે છે –