________________
૧૦૩
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૯ | સૂત્ર-૭ પ્રાદુર્ભાવ થાય છે અને રસથી લોહી પરિણમન પામે છે, લોહીથી માંસ થાય છે, માંસથી મેદ થાય છે, મેદથી હાડકાં થાય છે, હાડકાંથી મજા થાય છે અને મજ્જાથી શુક્ર થાય છે. અને સર્વ આ શ્લેષ્માદિથી માંડીને શુક્ર સુધી અશુચિ છે તે કારણથી આધકારણ અને ઉત્તરકારણ અશુચિ હોવાથી અશુચિ શરીર છે. વળી બીજું શું છે ? એથી કહે છે – અશુચિ, ભાજલપણું હોવાથી શરીર અશુચિ છે, એમ અવય છે. કઈ રીતે અશુચિનું ભાન છે ? તે સ્પષ્ટ કરે છે –
ખરેખર પણ અશુચિનું ભાજન શરીર છે. કર્ણ, નાસા, ચક્ષુ, દાંત, મળ, પરસેવો, શ્લેખ, પિત્ત, મૂત્ર, વિષ્ટા આદિનું અવસ્કારભૂત–નિવાસસ્થાન, શરીર છે. તે કારણથી અશુચિ છે. વળી અન્ય શું છે ? એથી કહે છે – અશુચિથી ઉદ્દભવપણું હોવાથી શરીર અશુચિ છે, એમ અવય છે. કઈ રીતે શરીરમાંથી અશુચિનો ઉદ્ભવ છે ? તે સ્પષ્ટ કરે છે –
આ જ કર્ણમલાદિનું ઉદ્દભવ શરીર છે; કેમ કે તેનાથી ઉદ્ભવ પામે છે. અને અશુચિવાળા ગર્ભમાં ઉત્પન્ન થાય છે=અશુચિવાળા માતાના ગર્ભમાં શરીર ઉત્પન્ન થાય છે, તેથી અશુચિ શરીર છે. વળી બીજું શું છે? તેથી કહે છે – અશુભ પરિણામના પાકનો અનુબંધ હોવાથી શરીર અશુચિ છે. કેમ અશુભ પરિણામના પાકનો અનુબંધ છે ? તે સ્પષ્ટ કરે છે –
આર્તમાં=સ્ત્રીના આર્તમાં, બિંદુના આધારથી માંડીને વીર્યના આધારથી માંડીને. ખરેખર પણ શરીર કલલ, અર્બુદ, પેશી, ઘનઘૂહ, સંપૂર્ણગર્ભ, કૌમાર, યૌવન, સ્થવિરભાવના જનક એવા અશુભ પરિણામના પાકથી અનુબદ્ધ, દુર્ગધી, પૂતિસ્વભાવવાળું, દુરન્ત છેઃખરાબ અંતવાળું છે. તે કારણથી અશુચિ છે. વળી અન્ય શું છે ? તેથી કહે છે –
અશક્ય પ્રતિકારપણું હોવાથી શરીરમાંથી નીકળતા અશુચિનું પ્રતિકાર દ્વારા રોધ કરવાનું અશક્યપણું હોવાથી શરીર અશુચિ છે. કેમ અશક્યપ્રતિકારપણું છે ? તે સ્પષ્ટ કરે છે –
અશક્ય પ્રતિકારવાળું ખરેખર પણ શરીરનું અશુચિપણું છે, (કેમ કે) ઉદ્વર્તન, રૂક્ષણ, સ્નાન, અનુલેપન, ધૂપ, પ્રઘર્ષ, વાસયુક્તિ=વસ્ત્ર, માલ્ય આદિ વડે પણ આનું=શરીરનું. અશુચિત દૂર કરવું શક્ય નથી; કેમ કે અશુચિ આત્મકપણું =શરીરનું અશુચિ સ્વરૂપપણું છે. અને શુચિનું ઉપઘાતકપણું