________________
GG
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સુત્ર-૭ ભાવાર્થ(૪) એકત્વઅનુપ્રેક્ષા :
સમિતિ-ગુપ્તિથી યુક્ત, પૂર્વોક્ત ભાવનાઓથી ભાવિત સાધુ અપ્રમાદથી સંસારના નાશને માટે ઉદ્યમ કરનારા હોય છે, તો પણ પોતાની સાથે સહવર્તી સાધુઓનો કે પોતાના પ્રત્યે ભક્તિ કરનારા શ્રાવકોનો નજીકનો સંબંધ થવાથી કાંઈક સ્નેહના અનુબંધની પ્રાપ્તિ થાય તો સંયમમાં અપ્રમાદ સ્કૂલના પામે છે. તેથી સંયમની અલનાના નિવારણ માટે અને અસંગભાવની વૃદ્ધિ માટે સાધુ એકત્વની અનુપ્રેક્ષા તે રીતે કરે છે કે જેથી ચિત્ત સતત સ્વ-પરના ભેદના વિભાગથી પર થાય. તે વિચારે છે કે “હું એકલો જ જમ્યો છું અને એકલો જ હું મરનારો છું, જે સ્વજન-પરજનની સંજ્ઞાવાળા છે તેઓ મારા વ્યાધિ, જન્મ, જરા, મરણ આદિ દુઃખો દૂર કરી શકે તેમ નથી કે તેમાં ભાગ પણ પડાવી શકે તેમ નથી. હું એકલો જ મારા દ્વારા કરાયેલા ફળને અનુભવનાર છું. સર્વત્ર નિઃસંગ ચિત્ત કરીને હું આત્માને સ્થિર કરીશ તો સંસારના સર્વ ઉપદ્રવોથી સુરક્ષિત બનીશ, અન્યથા સ્વજન-પરજનની બુદ્ધિ કરીને સ્વજન પ્રત્યે સ્નેહના અનુરાગનો પ્રતિબંધ કરીને અને પરજન પ્રત્યે દ્વેષનો અનુબંધ કરીને હું અનર્થની પરંપરાને જ પ્રાપ્ત કરીશ.”
આ પ્રકારે સૂક્ષ્મ રીતે ભાવન કરવાથી સહવર્તી સાધુઓ પ્રત્યે કે પરિચિત શ્રાવકો પ્રત્યે સ્નેહના અનુરાગનો પ્રતિબંધ થતો નથી અને પર સંજ્ઞાવાળા સાધુઓ કે શ્રાવકો પ્રત્યે દ્વેષનો અનુભવ થતો નથી. તેથી ઉલ્લસિત થયેલા નિઃસંગ ભાવને કારણે તે મહાત્મા સતત મોક્ષ માટે યત્ન કરવા સમર્થ બને છે. વળી અવિરત સમ્યગ્દષ્ટિ કે દેશવિરતિધર શ્રાવક પણ આ રીતે એકત્વભાવના કરીને આત્માને સદા ભાવિત રાખવા યત્ન કરે છે, જેથી અવિરતિને કારણે કાંઈક સ્વજનબુદ્ધિ છે એવા સ્વજનો પ્રત્યે સ્નેહના અનુરાગનો પ્રતિબંધ ક્ષણ-ક્ષીણતર થાય છે અને જેઓ પરજન છે તેઓ પ્રત્યે દ્વેષનો અનુબંધ પણ ક્ષણ-ક્ષીણતર થાય છે, જેથી સ્વભૂમિકાનુસાર ધર્મને સેવીને તે મહાત્મા પણ સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે. તેથી અવિરત સમ્યગ્દષ્ટિ કે દેશવિરતિધર શ્રાવક પણ સાધુધર્મને અભિમુખ યત્ન કરીને મોક્ષ માટે જ યત્ન કરે છે, એ પ્રકારની એકત્વની અનુપ્રેક્ષા છે. જો ભાષ્ય :
शरीरव्यतिरेकेणात्मानमनुचिन्तयेत् - अन्यच्छरीरम्, अन्योऽहम् ऐन्द्रियकं शरीरम्, अतीन्द्रियोऽहम्: अनित्यं शरीरम, नित्योऽहम्: अज्ञं शरीरं ज्ञोऽहम् आद्यन्तवच्छरीरम्, अनाद्यन्तोऽहम् बहूनि च मे शरीरशतसहस्राण्यतीतानि संसारे परिभ्रमतः स एवायमहमन्यस्तेभ्य इत्यनुचिन्तयेत्, एवं ह्यस्य चिन्तयतः शरीरप्रतिबन्धो न भवतीति । अन्यच्च शरीरानित्योऽहमिति निःश्रेयसे सङ्घटत इत्यन्यत्वानुप्रेक्षा ५॥ ભાષ્યાર્થ:
શરીર વ્યતિરે .... ડ્રીન્યત્વાનુપ્રેક્ષા છે. શરીરના વ્યતિરેકથી આત્માનું અનુચિંતવન કરે=શરીરથી