________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂત્ર-૭ तीव्राणि दुःखानि प्राप्यन्ते, अहो द्वन्द्वारामः कष्टस्वभावः संसार इति चिन्तयेत् । एवं ह्यस्य चिन्तयतः संसारभयोद्विग्नस्य निर्वेदो भवति । निर्विण्णश्च संसारप्रहाणाय घटत इति संसारानुप्रेक्षा રૂા
ભાષ્યાર્થ :
મનાવો ....... સંસારનુpક્ષા | અનાદિ સંસારમાં કારક-તિર્યચ યોનિમાં અને મનુષ્ય-દેવયોનિના ગ્રહણમાં ચક્રની જેમ પરાવર્તન પામતા જીવને સર્વ જીવો સ્વજન અથવા પરજન છે. દિ=જે કારણથી, સ્વજન-પરજનની વ્યવસ્થા સંસારમાં વિદ્યમાન નથી જ. =જે કારણથી, માતા થઈને બહેન, ભાર્યા, અથવા પુત્રી થાય છે. ભગિની થઈને માતા, ભાર્યા કે પુત્રી થાય છે. ભાર્યા થઈને ભગિની, પુત્રી અથવા માતા થાય છે. દુહિતા થઈને માતા, ભગિની અથવા ભાર્યા થાય છે. અને પિતા થઈને ભાઈ, પુત્ર કે પૌત્ર થાય છે. ભાઈ થઈને પિતા, પુત્ર કે પૌત્ર થાય છે. પુત્ર થઈને પિતા, ભ્રાતા અને પૌત્ર થાય છે. પોત્ર થઈને પિતા, ભાઈ કે પુત્ર થાય છે. ભર્તા થઈને દાસ થાય છે. દાસ થઈને ભર્તા થાય છે. મિત્ર થઈને શત્રુ થાય છે. શત્રુ થઈને મિત્ર થાય છે. પુરુષ થઈને સ્ત્રી થાય છે અથવા નપુંસક થાય છે. સ્ત્રી થઈને પુરુષ થાય છે અથવા નપુંસક થાય છે. નપુંસક થઈને સ્ત્રી થાય છે અથવા પુરુષ થાય છે. આ રીતે ૮૪ લાખ યોનિઓમાં રાગ, દ્વેષ, મોહથી અભિભૂત, અનિવૃત વિષયતૃષ્ણાવાળા જીવો વડે અન્યોન્ય ભક્ષણ, અભિઘાત, વધ, બંધન, અભિયોગ=બીજાને પરવશપણું, આક્રોશ આદિ જનિત તીવ્ર દુઃખો પ્રાપ્ત કરાય છે. અહો ! ખેદની વાત છે કે કંઠનું સ્થાન કષ્ટ સ્વભાવવાળો સંસાર છે, એ પ્રમાણે ચિંતવન કરવું જોઈએ. આ રીતે ચિંતવન કરતા સંસારના ભયથી ઉદ્વિગ્ન એવા આનેત્રસાધુને, નિર્વેદ થાય છે અને નિર્વેદ પામેલા સાધુ સંસારના નાશ માટે યત્ન કરે છે. આ પ્રકારે સંસારની અપેક્ષા કરવી જોઈએ. ૩ ભાવાર્થ :(૩) સંસારઅનુપ્રેક્ષાઃ
મુનિઓ સંસારના વાસ્તવિક સ્વરૂપને જોનારા હોય છે. આથી જ સમિતિ, ગુપ્તિ તથા દશ પ્રકારના યતિધર્મને સેવીને અત્યંત સંવરના પરિણામવાળા હોય છે. પોતાના સંવર પરિણામને અતિશય કરવાથું સાધુ સંસારની અનુપ્રેક્ષા કરે છે તે વખતે ચિત્તને સંસારની વાસ્તવિકતાનું સ્વરૂપ સ્પર્શે તે રીતે વિચારે છે કે મારો આત્મા અનાદિકાળના આ સંસારમાં ચક્રની જેમ ચારગતિમાં પરિભ્રમણ કરી રહ્યો છે. આ પરિભ્રમણ અનાદિનું એ રીતે ચાલી રહ્યું છે કે જેમાં સર્વ જીવો સાથે સર્વ પ્રકારના સંબંધો થયા છે. આ પ્રકારે સૂક્ષ્મબુદ્ધિથી પર્યાલોચન કરવાથી કોઈ જીવો પ્રત્યે કોઈ પ્રકારની સંબંધની બુદ્ધિકૃત લાગણી થતી નથી, પરંતુ સર્વ જીવો પોતાના તુલ્ય છે, તેથી મૈત્રીભાવ ઉલ્લસિત થાય છે. સ્વજન, પરજનની બુદ્ધિ દૂર થવાથી કોઈ વ્યક્તિ પ્રત્યે કોઈ પ્રકારનો રાગનો પરિણામ પરિચય આદિને કારણે પણ થતો નથી.