________________
લ્પ
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૯ | સૂગ-૭ ભાવથી યત્ન થાય. વળી સાધુ વિચારે કે આ પ્રમાણે ચિંતવન કરવાથી શરીર આદિ પદાર્થોમાં કે તેના સંયોગોમાં અભિન્કંગ અર્થાત્ રાગ થાય નહીં, જેના કારણે તેના વિયોગથી પોતાને દુઃખ થાય નહીં. આથી જ મૃત્યકાળમાં પણ દેહ પ્રત્યે મમત્વ નહીં હોવાને કારણે તેના વિયોગથી સાધુને દુઃખ થાય નહીં; પરંતુ પ્રાપ્ત થયેલ દેહ આદિ સામગ્રીથી જે અંશથી સાધના કરીને મનુષ્યભવ સફળ કર્યો છે તેની સ્મૃતિથી મૃત્યુકાળમાં પણ અપ્રમાદને અનુકૂળ ઉત્સાહની જ વૃદ્ધિ થાય છે. આ પ્રકારે અનિત્યતાની અનુપ્રેક્ષા કરીને સાધુ પોતાના સંવરભાવને સ્થિર કરે છે. ૧૫
ભાષ્ય :__ यथा निराश्रये जनविरहिते वनस्थलीपृष्ठे बलवता क्षुत्परिगतेनामिषैषिणा सिंहेनाभ्याहतस्य मृगशिशोः शरणं न विद्यते, एवं जन्मजरामरणव्याधिप्रियविप्रयोगाप्रियसंप्रयोगेप्सितालाभदारिद्र्यदौर्भाग्यदौर्मनस्यमरणादिसमुत्थेन दुःखेनाभ्याहतस्य जन्तोः संसारे शरणं न विद्यत इति चिन्तयेत् । एवं ह्यस्य चिन्तयतो नित्यमशरणोऽस्मीति नित्योद्विग्नस्य सांसारिकेषु भावेष्वनभिष्वङ्गो भवति । अर्हच्छासनोक्त एव विधौ घटते, तद्धि परं शरणमित्यशरणानुप्रेक्षा २।। ભાષ્યાર્થ
યથા નિરાશ ..... શRUમિત્યારનુoોક્ષા | જે પ્રમાણે નિરાશ્રય કોઈ આશ્રય નથી એવા, જન વિરહિત વનસ્થલીના પૃષ્ઠમાં બલવાન સુધાથી પરિગત, માંસ ખાવાની ઈચ્છાવાળા એવા સિંહ વડે અભ્યાહત એવા મૃગશિશુનું સિંહને જોવાથી ક્ષભિત થયેલા એવા હરણના બચ્ચાનું, શરણ કોઈ વિદ્યમાન નથી એ રીતે જન્મ, જરા, મરણ, વ્યાધિ, પ્રિયનો વિયોગ, અપ્રિયનો સંયોગ, ઈચ્છિતો અલાભ, દારિત્ર્ય, દૌર્ભાગ્ય, દૌર્મનસ્ય, મરણ આદિથી સમુત્યિત થયેલા દુખથી અભ્યાહત જંતુને=વ્યાકુળ થયેલા જંતુને, સંસારમાં શરણ કોઈ નથી, એ પ્રમાણે ચિંતવન કરવું જોઈએ.
આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, ચિંતવન કરતા આનેકચિંતવન કરતા સાધુને, હું નિત્ય અશરણ છું એથી એ પ્રકારના ચિંતવનથી, સંસાર પ્રત્યે નિત્ય ઉદ્વિગ્નને=ઉદ્વિગ્ન એવા તે સાધુને, સાંસારિક ભાવોમાં અભિવૃંગ થતો નથી; કેમ કે સાંસારિક ભાવો સંસારમાં જ કારણ છે. તેથી સંસાર પ્રત્યે ઉદ્વિગ્ન એવા તે સાધુને સાંસારિક ભાવો પ્રત્યે રાગ થતો નથી; પરંતુ) અરિહંત શાસનમાં કહેલી જ વિધિમાં અભિવંગ ઘટે છે=ભગવાનના શાસનમાં કહેવાયેલી સંસારના ઉચ્છેદની વિધિમાં જ અભિળંગ ઘટે છે. તે જ=ભગવાનના શાસનમાં કહેલી વિધિ જ, પરમ શરણ છે, એ પ્રકારે અશરણઅનુપ્રેક્ષા સાધુ કરે. રા ભાવાર્થ :(૨) અશરણઅનુપ્રેક્ષા :
સાધુ સંસારના ઉચ્છેદના અત્યંત અર્થી છે. આથી જ ગુપ્તિ, સમિતિ તથા દશવિધ યતિધર્મમાં ઉદ્યમ કરે