________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ / સુત્ર-૬, ૭
૯૩
સ્થાને અપવાદનું યોજન કરવાથી સર્વત્ર મોક્ષને અનુકૂળ પરિણતિની વૃદ્ધિ થાય તે રીતે જ સાધુ દ્વારા આચરણા થાય છે, જેથી કષાયનો ઉચ્છેદ થાય છે. આ આચરણાને સમ્યગુ બતાવનારા આમ્નાયાર્થવાચકાચાર્ય છે, તેથી કષાયની પરિણતિના નાશમાં પ્રધાન કારણ તે આચાર્ય છે.
આ પ્રકારે પાંચ આચાર્યો ગુરુકુલવાસમાં પ્રાપ્ત થતા હોવાથી બ્રહ્મચર્યનું સમ્યગુ પાલન થાય છે, એ પ્રકારનો અર્થ જણાય છે. વિશેષ પ્રકારનો અર્થ બહુશ્રુતો વિચારે.
બ્રહ્મચર્યધર્મથી આ વિશેષ ગુણો થાય છે, જે ભાષ્યકારશ્રી બતાવે છે –
સાતમા અધ્યાયના ત્રીજા સૂત્રમાં બતાવેલા ચોથા અબ્રહ્મવિરતિવ્રતની ભાવના થાય છે. અને ઇષ્ટ સ્પર્શ, ઇષ્ટ રસ, ઇષ્ટ રૂપ, ઇષ્ટ ગંધ, ઇષ્ટ શબ્દ, ઇષ્ટ વિભૂષામાં અનભિનંદીપણું થાય છે.
આશય એ છે કે ગુરુકુલવાસમાં રહીને મહાત્મા નવું નવું અધ્યયન કરીને આત્માને તે રીતે ભાવિત કરે છે જેથી વેદનો ઉદય વિદ્યમાન હોવા છતાં અબ્રહ્મવિરતિવ્રતની ભાવનાથી સંપન્ન થયેલા તે મહાત્માને કામના વિકારો થતા નથી, જે ગુરુકુલવાસનું ફળ છે. વળી જીવસ્વભાવે ઇષ્ટ સ્પર્શ આદિ પ્રત્યે અને દેહની વિભૂષા પ્રત્યે અભિનંદીપણું પ્રગટ થાય છે, છતાં ગુરુકુલવાસમાં રહેવાથી વીતરાગતાને અનુકૂળ ભાવોથી ભાવિત થયેલું ચિત્ત હોવાને કારણે ઇષ્ટ સ્પર્શ આદિ ભાવોમાં આનંદ લેવાની વૃત્તિ ક્ષીણ-ક્ષીણતર થાય છે. ચક્ષુઇન્દ્રિય સદા વ્યાપારવાળી છે. તેથી જો વિવેકસંપન્ન એવો ગુરુકુલવાસ પ્રાપ્ત થયો ન હોય તો બાહ્ય સુંદર પદાર્થો જોઈને આનંદ લીધા વગર જીવ રહી શકે નહીં, આહાર વાપરતી વખતે રસનેંદ્રિય રસના સ્વાદથી આનંદ લીધા વગર રહી શકે નહીં અને શ્રવણેન્દ્રિયના માધ્યમે કોઈના મધુર કે કટુ શબ્દો સાંભળીને તે તે પ્રકારના ભાવો કર્યા વગર જીવ રહી શકે નહીં. તેથી ગુણસંપન્ન એવો ગુરુકુલવાસ જ યોગ્ય જીવોને બ્રહ્મચર્યધર્મની પ્રાપ્તિ પ્રત્યે=પાંચ ઇન્દ્રિયોના સંવરભાવ પ્રત્યે, પ્રબળ કારણ છે. ૧૦મા II૯/કા અવતરણિકા :
સૂત્ર-૨માં કહેલ કે ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિષહજય અને ચારિત્રથી સંવરભાવની પ્રાપ્તિ થાય છે. તેથી અત્યાર સુધી ગુપ્તિ, સમિતિ અને ધર્મનું સ્વરૂપ બતાવ્યું. હવે ક્રમ પ્રાપ્ત અનુપ્રેક્ષાનું સ્વરૂપ બતાવે છે અર્થાત્ અનુપ્રેક્ષાના ભેદોને બતાવે છે –
સૂત્ર:
अनित्याशरणसंसारैकत्वान्यत्वाशुचित्वानवसंवरनिर्जरालोकबोधिदुर्लभधर्मस्वाख्यातत्वानुचिन्तनमनुप्रेक्षाः ।।९/७।। સૂત્રાર્થ : -
અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિત્વ, આશ્રવ, સંવર, નિર્જરા, લોક= લોક સ્થિતિ, બોધિદુર્લભ, ધર્મસુ આખ્યાતત્વનું અનુચિંતન અનપેક્ષા છે. lle||