________________
ઉજ
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ / સૂત્ર-છ
ભાગ્ય :
एता द्वादशानुप्रेक्षाः । तत्र बाह्याभ्यन्तराणि शरीरशय्याऽऽसनवस्त्रादीनि द्रव्याणि सर्वसंयोगाश्चानित्या इत्यनुचिन्तयेत् एवं ह्यस्य चिन्तयतस्तेष्वभिष्वङ्गो न भवति, मा भून्मे तद्वियोगजं दुःखमित्यनित्यानुप्रेक्षा १॥ ભાષ્યાર્થ :
તા ....... સુમિનિત્યાનુપ્રેક્ષા છે. આ બાર અનુપ્રેક્ષા છે પદાર્થના વાસ્તવિક સ્વરૂપના અનુપ્રેક્ષણની ક્રિયા છે ત્યાં=બાર પ્રકારની અપેક્ષામાં, બાહ્ય અને અત્યંતર શરીર, શય્યા, આસન, વસ્ત્રાદિ દ્રવ્યો અને સર્વ સંયોગો અનિત્ય છે, એ પ્રમાણે અનુચિંતવન કરે. આ રીતે ચિંતવન કરતા એવા આને=પૂર્વમાં બતાવ્યું. એ રીતે ચિંતવન કરતા સાધુને, તેઓમાં બાહ્ય અને આત્યંતર દ્રવ્યોમાં, અભિધ્વંગ થતો નથી કેમ અભિવંગ થતો નથી ? એથી કહે છે –
“મને તેના વિયોગથી દુખ ન થાઓ” એ પ્રકારના અનુચિંતવનથી અભિળંગ થતો નથી. આ પ્રકારની અનિત્યાનુપ્રેક્ષા છે. ૧૫ ભાવાર્થ :(૧) અનિત્યાનુપ્રેક્ષા -
સાધુએ આત્માને અત્યંત સંવૃત કરવા માટે બાર પ્રકારની અનુપ્રેક્ષા કરવી જોઈએ. જે અનુપ્રેક્ષાથી જગતનું વાસ્તવિક અનુપ્રેક્ષણ થાય છે. જગતના વાસ્તવિક અનુપ્રેક્ષણથી ભાવિત થયેલ ચિત્ત સુખપૂર્વક મોહનું ઉમૂલન કરવા સમર્થ બને છે; કેમ કે અભાવિત ચિત્ત જ મોહની અસરથી પોતાના આત્માનું અહિત થાય તે પ્રકારની પ્રવૃત્તિ કરાવે છે.
હવે સૌ પ્રથમ અનિત્યઅનુપ્રેક્ષાનું સાધુએ ચિંતવન કઈ રીતે કરવું જોઈએ ? તે ભાષ્યકારશ્રી બતાવે છે –
આત્માનું અત્યંતરદ્રવ્ય શરીર છે અને બાહ્યદ્રવ્ય શવ્યાવસતિ, આસન, વસ્ત્ર આદિ દ્રવ્યો છે. સર્વ દ્રવ્યો તથા સર્વ સંયોગો અનિત્ય છે અર્થાત્ શરીરનો સંયોગ, શય્યા, આસન, વસ્ત્ર આદિનો સંયોગ પણ અનિત્ય જ છે, એ પ્રમાણે ચિંતવન કરવું જોઈએ. તેથી સાધુનું ચિત્ત સ્થિર દૃષ્ટિવાળું બને કે મારું શરીર પણ અનિત્ય છે, માટે મારે શરીરમાં મમત્વ ધારણ કરવું જોઈએ નહીં, પરંતુ આત્માના સ્થાયી એવા ઉત્તમગુણો જે સિદ્ધઅવસ્થામાં પણ સદા રહેનારા છે તેમાં જ મમત્વ ધારણ કરવું જોઈએ.
વળી વસતિ, આસન, વસ્ત્ર આદિ વસ્તુ પણ અનિત્ય છે અને શરીર આદિના સંયોગો પણ અનિત્ય છે, માટે તે સર્વ અનિત્ય પદાર્થોમાં કે અનિત્ય પદાર્થોના સંયોગોમાં મમત્વ ધારણ કરવું જોઈએ નહીં; પરંતુ આત્માના સ્થાયી એવા ગુણોમાં જ મમત્વ ધારણ કરવું જોઈએ. જેથી તે ગુણોને પ્રગટ કરવા માટે અપ્રમાદ