________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ / સૂત્ર-૬ શિષ્ય પણ અસ્વતંત્રપણું ધારણ કરે, અર્થાત્ ગુરુને આધીન રહે અને ગુરુ જે પ્રમાણે નિર્દેશ કરે એ પ્રમાણે સર્વ કૃત્યો કરે તો પાંચ આચાર્યરૂપ ગુરુના બળથી વ્રત પરિપાલન આદિની પ્રાપ્તિ થાય, જેથી ગુરુકુલવાસ બ્રહ્મચર્યરૂપ બને. જે શિષ્ય ગુરુ સાથે રહેલા હોય પરંતુ સ્વમતિ અનુસાર કૃત્ય કરતા હોય તેઓનો ગુરુકુલવાસ નામ માત્રથી ગુરુકુલવાસ છે; પરંતુ વ્રતપરિપાલન આદિની પ્રાપ્તિ કરાવનાર ગુરુકુલ
વાસ નથી.
૯૨
વળી ગુરુકુલવાસમાં વ્રતપરિપાલન, જ્ઞાનની અભિવૃદ્ધિ અને કષાયના પરિત્યાગ માટે નિમિત્તકા૨ણરૂપ પાંચ આચાર્યો કહેવાયા છે તેમાં પ્રવ્રાજકાચાર્ય અને દિગાચાર્ય વ્રતના પરિપાલન માટે ઉપયોગી છે, શ્રુતોદ્દેષ્ટાચાર્ય અને શ્રુતસમુદ્દેષ્ટાચાર્ય જ્ઞાનની વૃદ્ધિ માટે ઉપયોગી છે જ્યારે આમ્નાયાર્થવાચક આચાર્ય કષાયના પરિત્યાગ માટે ઉપયોગી છે. તે આ પ્રમાણે –
સાધુ બનવા માટે યોગ્ય જીવને પ્રવ્રજ્યા આપતા પૂર્વે પ્રવ્રાજકાચાર્ય પ્રવ્રજ્યાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન કરાવે છે. વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થવાથી તે શ્રોતાને તેવી પ્રવ્રજ્યા પોતે પાળી શકશે, તેવો નિર્ણય થાય ત્યારે તે ગુરુને કહે છે કે, હું આ પ્રકારે પ્રવ્રજ્યાને સ્વીકાર કરીને આત્મહિત સાધવા ઇચ્છું છું. તે પ્રવ્રાજક ગુરુને પ્રવ્રજ્યાના સ્વરૂપના શ્રવણકાલમાં તે શ્રોતાને થતા ભાવોના બળથી જ્યારે એવો નિર્ણય થાય કે આ શ્રોતા સંસારથી વિરક્ત થયેલ હોવાથી અસિધારા જેવા પ્રવ્રજ્યાના પાલન માટે તત્પર થયેલ છે અને પ્રવ્રજ્યા ગ્રહણ કર્યા પછી અવશ્ય તે રીતે ઉચિત પ્રવૃત્તિ કરીને હિત સાધી શકશે ત્યારે તે પ્રવ્રાજક ગુરુ પણ તેને પ્રવ્રજ્યાની અનુજ્ઞા આપે. ત્યારબાદ ઉચિત મંગલના સૂચનપૂર્વક તે શ્રોતા પ્રવ્રજ્યા ગ્રહણ કરે ત્યારે પ્રવ્રાજકાચાર્યની દીક્ષાપ્રદાનની વિધિથી તેને વ્રત સમ્યગ્ પરિણમન પામે છે.
વળી વ્રતગ્રહણ પછી દિગાચાર્ય નવદીક્ષિત સાધુને સચિત્ત-અચિત્ત-મિશ્ર આદિ વસ્તુનું જ્ઞાન કરાવે છે, જેથી સંયમજીવનમાં છ કાયના પાલનને અનુકૂળ વ્રતપાલન માટે ઉદ્યમ થાય છે. તેથી પ્રવ્રાજકાચાર્ય અને દિગાચાર્ય મુખ્યરૂપે વ્રતપરિપાલન માટે ઉપયોગી છે. જોકે જ્ઞાનઅભિવૃદ્ધિ કરાવનારા પણ વ્રતપરિપાલન માટે ઉપયોગી છે, છતાં જ્ઞાનઅભિવૃદ્ધિ પ્રત્યે શ્રુતનો ઉદ્દેશ કરાવનાર શ્રૃતોદ્દષ્ટાચાર્ય અને શ્રુતનો સમુદ્દેશ કરાવનાર શ્રુતસમુદ્દેષ્ટાચાર્ય પ્રધાન કારણ છે; કેમ કે જ્ઞાનવૃદ્ધિથી જેમ વ્રતનું પરિપાલન થાય છે તેમ વ્રતમાં અતિશયતા પણ થાય છે. આ વ્રતની અતિશયતા પ્રત્યે શ્રુતોનેેષ્ટાચાર્ય અને શ્રુતસમુદ્દેષ્ટાચાર્ય કારણ છે; કેમ કે શ્રુતોદ્દેષ્ટાચાર્ય નવું નવું શ્રુત ભણાવીને શિષ્યને જ્ઞાનથી સમુદ્ધ કરે છે. અને શ્રુતસમુર્દષ્ટાચાર્ય તે જ્ઞાનના વિશિષ્ટ અર્થોનો બોધ કરાવીને શિષ્યને અર્થથી સમૃદ્ધ કરે છે. તેથી શ્રૃતોદ્દષ્ટાચાર્ય અને શ્રુતસમુદ્દેષ્ટાચાર્ય જ્ઞાનવૃદ્ધિ કરાવવાનું પ્રબળ કારણ છે, જેનાથી વ્રતનું પરિપાલન પણ થાય છે અને કષાયોનો નિરોધ પણ થાય છે, તોપણ પ્રધાન અંગરૂપે શ્રુતોદ્દષ્ટાચાર્ય અને શ્રુતસમુદ્દેષ્ટાચાર્ય જ્ઞાનઅભિવૃદ્ધિ માટે છે.
વળી આમ્નાય અર્થના વાચક=પરંપરાથી પ્રાપ્ત થયેલા ઉત્સર્ગ-અપવાદના અર્થના વાચક, એવા આમ્નાયાર્થવાચકાચાર્ય ઉચિત સ્થાને ઉત્સર્ગ-અપવાદનું યોજન ક૨ાવીને જીવમાં રહેલી કાષાયિક પ્રકૃતિનો પરિપાક કરે છે અર્થાત્ કષાયશક્તિને ક્ષીણ-ક્ષીણતર કરે છે. ઉત્સર્ગના સ્થાને ઉત્સર્ગ અને અપવાદના