________________
૯૦
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂત્ર-૬ સ્વતંત્ર ગ્રહણ કરેલ છે. તેથી સાધુએ શરીર પ્રત્યે નિર્મમભાવ ધારણ કરીને અપરિગ્રહ મહાવ્રત સ્થિર કરવું જોઈએ. સાધુએ પ્રામાણિક રીતે ધર્મવૃદ્ધિના કારણ હોય તેવા વસ્ત્ર-પાત્ર આદિ ગ્રહણ કર્યા પછી પણ તેમાં નિર્મમપણું ધા૨ણ ક૨વું જોઈએ અર્થાત્ સતત તે પ્રકારની ભાવનાથી આત્માને ભાવિત ક૨વો જોઈએ, જેથી ધર્મોપકરણમાં સૂક્ષ્મ પણ મમત્વ ન થાય.
વળી, સાધુએ પરિચયમાં આવતા શ્રાવકોમાં, સ્વજનોમાં કે બાહ્ય પદાર્થોમાં ક્યાંય મમત્વ ન થાય તેવો ભાવ ધારણ કરવો જોઈએ. આથી જ બાળક કાલું-ઘેલું બોલતું હોય તેને જોવાનું પણ સાધુને મન થાય તોપણ આકિંચન્યધર્મમાં અતિચાર પ્રાપ્ત થાય છે.
આ આકિંચન્યધર્મ પાંચમા મહાવ્રત સ્વરૂપ છે. લા
ભાષ્યઃ
व्रतपरिपालनाय ज्ञानाभिवृद्धये कषायपरिपाकाय च गुरुकुलवासो ब्रह्मचर्यम् । अस्वातन्त्र्यं गुर्वधीनत्वं गुरुनिर्देशस्थायित्वमित्यर्थः । पञ्चाचार्याः प्रोक्ताः પ્રદ્રાખા:, વિાચાર્ય:, તોદ્દેદા:, શ્રુતસમુદ્દેષ્ટાઃ, आम्नायार्थवाचक इति । तस्य ब्रह्मचर्यस्येमे विशेषगुणा भवन्ति अब्रह्मविरतेर्व्रतस्य भावना यथोक्ता, इष्टस्पर्शरसरूपगन्धशब्दविभूषानभिनन्दित्वं चेति १० । । ९ / ६॥
.....
-
ભાષ્યાર્થ -
व्रतपरिपालनाय ચેતિ।। વ્રતોના પરિપાલન માટે=પાંચ મહાવ્રતોના પરિપાલન માટે, જ્ઞાનની અભિવૃદ્ધિ માટે=નવા નવા શ્રુતના અધ્યયન દ્વારા સૂક્ષ્મ તત્ત્વના અવબોધ માટે, અને કષાયના પરિપાક માટે=આત્મામાં અનાદિના સંસ્કારરૂપે વર્તતા કષાયોને પરિપક્વ કરીને નાશ કરવા માટે= કષાયોને ક્ષીણશક્તિવાળા કરવા માટે, ગુરુકુલનો વાસ તે જ બ્રહ્મચર્ય છે.
ગુરુકુલવાસ તે માત્ર ગુરુ સાથે સહવાસરૂપ નથી. તેથી તે કેવા સ્વરૂપવાળો છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
-
-
અસ્વાતંત્ર્ય=ગુણવાન ગુરુથી અસ્વાતંત્ર્ય, ગુરુઆધીનપણું=ગુણવાન ગુરુનું આધીનપણું, ગુરુનિર્દેશસ્થાયિપણું=ગુરુના નિર્દેશાનુસાર નૃત્યકારીપણું, એ પ્રકારનો અર્થ છેગુરુકુલવાસનો અર્થ છે. અહીં પ્રશ્ન થાય કે કેવા ગુણવાન ગુરુને પરતંત્ર થવાથી વ્રતપાલનાદિ થઈ શકે ? તેથી ગુરુકુલવાસ માટે જરૂરી પાંચ આચાર્યનાં નામો બતાવે છે
પાંચ આચાર્ય કહેવાયા છે
પ્રવ્રાજકાચાર્ય, દિગાચાર્ય, શ્રુતોદ્દેષ્ટાચાર્ય, શ્રુતસમુદ્દેષ્ટાચાર્ય,
આમ્નાયાર્થવાચકાચાર્ય.
‘કૃતિ’ શબ્દ પાંચ આચાર્યની સમાપ્તિ માટે છે.
તે બ્રહ્મચર્યના આ વિશેષ ગુણો થાય છે.