________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ / સૂત્ર-૬
ભાવાર્થ :
(૮) ત્યાગયતિધર્મ :
સાધુના સંયમના ઉપકરણરૂપ શરીર અત્યંતર ઉપધિ છે અને અન્ન-પાન, વસ્ત્ર વગેરે બાહ્ય ઉપધિ છે. અનાદિકાળથી જીવ સ્વભાવને વશ પ્રમાદદોષ ઉત્પન્ન થાય ત્યારે શરીરને આશ્રયીને સુખશીલતાનો સ્વભાવ પ્રગટ થાય છે. તેથી કલ્યાણના અર્થી સાધુ પણ શરીર પ્રત્યે કાંઈક મમત્વવાળા બને છે. કોઈક રીતે તેવો પ્રમાદદોષ પ્રાપ્ત થયો હોય, તેના કારણે સુખશીલતા આદિરૂપ ભાવદોષની પ્રાપ્તિ થાય, છતાં પાછળથી વિવેકસંપન્ન થઈને તે મહાત્મા ઉચિત પ્રાયશ્ચિત્ત આદિથી એ ભાવદોષનો પરિહાર કરે તો તે ત્યાગરૂપ યતિધર્મ છે.
૮૯
વળી ભિક્ષા ગ્રહણ કરતી વખતે શાસ્ત્રમર્યાદા અનુસાર ઉચિત ભિક્ષા ગ્રહણ કરવા માટે યત્ન કરનારા પણ સાધુ ક્યારેક શ્રુતના ઉપયોગમાં પ્રમાદવાળા થાય તેથી કોઈક અશુદ્ધ ભિક્ષા પ્રાપ્ત થઈ હોય તે વખતે તે ભિક્ષાને વિધિપૂર્વક પરઠવી દે, પરંતુ વાપરે નહીં ત્યારે ભાવદોષનો પરિત્યાગ થાય છે.
વળી ક્વચિત્ વિધિપૂર્વક ભિક્ષા ગ્રહણ કરવા માટે યત્નશીલ હોવા છતાં ભિક્ષા લાવ્યા પછી કોઈક નિમિત્તથી જ્ઞાન થાય કે આ અશુદ્ધ ભિક્ષા છે તો વિધિપૂર્વક તેને પરઠવી દે, ત્યારે ભાવદોષનો પરિત્યાગ થાય છે. આ વખતે જો સાધુ તેવી દોષયુક્ત ભિક્ષાને વાપરે તો ભાવદોષનો પરિત્યાગ થાય નહીં.
વળી જે સાધુ અંતરંગ રીતે શરીર પ્રત્યે લેશ પણ મમત્વ ન થાય, તે પ્રકારે સદા ઉપયુક્ત છે તેઓ અત્યંતર ઉપધિરૂપ શરીરને આશ્રયીને ભાવદોષના પરિત્યાગવાળા છે.
વળી જે સાધુ અન્ન-પાન, વસ્ત્ર, વસતિ આદિ સંયમના સર્વ ઉપકરણો શાસ્ત્રવિધિના સ્મરણપૂર્વક જ ગ્રહણ કરે છે અને શાસ્ત્રવિધિના સ્મરણપૂર્વક જ તેનો ઉપયોગ કરે છે તે સાધુ તેના ઉપયોગ દ્વારા સંયમના કંડકોની વૃદ્ધિમાં જ યત્ન કરે છે. તેથી તેઓ ભાવદોષના પરિત્યાગવાળા છે, જે ત્યાગરૂપ ઉત્તમ ધર્મ છે. આ ત્યાગ અદત્તાદાનના પરિહાર સ્વરૂપ ગ્રહણ કરેલ છે, તેમ ભાસે છે. ૮
ભાષ્ય :
शरीरधर्मोपकरणादिषु निर्ममत्वमाकिञ्चन्यम् ९ ।।
ભાષ્યાર્થ :
शरीर વિશ્વમ્ ।। શરીર અને ધર્મોપકરણ આદિમાં નિર્મમપણું આકિંચત્ય છે. ૯।। ભાવાર્થ:
(૯) આકિંચન્યયતિધર્મ :
શરી૨-ધર્મોપકરણાદિમાં રહેલા આદિ પદથી શરીર અને ધર્મોપકરણ સિવાય અન્ય સર્વ બાહ્ય પદાર્થોનું ગ્રહણ છે. વળી, ધર્મોપકરણ અંતર્ગત જ શરીર પણ ધર્મનું ઉપકરણ છે, તોપણ તેને પ્રધાન બતાવવા માટે