________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ અધ્યાય-૯ | સૂત્ર-૬
૭
-
અનેક પ્રકારનો છે. તે આ પ્રમાણે · યવમધ્યચંદ્રપ્રતિમા અને વજ્રમઘ્યચંદ્રપ્રતિમા બે તપ છે. કનકાવલી, રત્નાવલી અને મુક્તાવલી એમ ત્રણ તપ છે. સિંહવિક્રીડિત બે તપ છે=ક્ષુલ્લકસિંહવિક્રીડિત અને મહાસિંહવિક્રીડિત બે તપ છે. સાત સપ્તમિકાદિ ચાર પ્રતિમાઓ તપ છે=સાત દિવસની સપ્ત-સપ્તમિકાપ્રતિમા, આઠ દિવસની અષ્ટઅષ્ટમિકાપ્રતિમા, નવ દિવસની નવતવમિકાપ્રતિમા અને દશ દિવસની દશદશમિકાપ્રતિમા તપ છે. ભદ્રોત્તરતપ=પાંચ ઉપવાસથી નવ ઉપવાસ સુધીના ક્રમથી થતું તપ. આચામ્લવર્ધમાન તપ=વર્ધમાનતપની આયંબિલની ઓળી, સર્વતોભદ્રતપ એ વગેરે તપો છે અને બાર પ્રકારની ભિક્ષુ પ્રતિમા છે. તેમાં એક માસથી માંડીને સાત માસ સુધી પ્રથમથી સાત ભિક્ષુ-પ્રતિમા છે. તેથી પ્રથમ પ્રતિમા એક માસની, બીજી બે માસની યાવત્ સાતમી પ્રતિમા સાત માસની છે. અને સપ્તરાત્રિકી ૮-૯-૧૦ ત્રણ પ્રતિમા=પ્રથમ સાત રાત્રિની, બીજી ૧૪ રાત્રીની અને ત્રીજી ૨૧ રાત્રીની પ્રતિમા છે. અને અગિયારમી પ્રતિમા અહોરાત્રિકી છે. અને બારમી પ્રતિમા એકરાત્રિકી છે.
‘કૃતિ’ શબ્દ આર્જવ ધર્મની સમાપ્તિ માટે છે. ૭।।
ભાવાર્થ:
(૭) તપયતિધર્મ ઃ
પ્રસ્તુત સૂત્રમાં દશ પ્રકારના ઉત્તમ એવા યતિધર્મનું વર્ણન ક૨વાનો પ્રારંભ કરેલ છે. તેમાં ક્રમપ્રાપ્ત તપધર્મનું વર્ણન કરે છે
-
તે તપ બે પ્રકારનો છે : (૧) બાહ્યતપ અને (૨) અત્યંતરતપ. બાહ્યતપ કરીને મહાત્માઓ દેહને તે રીતે શિથિલ રાખે છે, જેથી ઇન્દ્રિયના વિકારો થાય નહીં. વળી બાહ્યતપ તે રીતે કરે છે કે જેથી સ્વાધ્યાયાદિ અન્ય બલવાન યોગ નાશ પામે નહીં; પરંતુ શિથિલ થયેલ ઇન્દ્રિયો અને શિથિલ થયેલ શરીર સુખપૂર્વક બાહ્ય વિકારોના ત્યાગ સહિત અંતરંગ ભાવોમાં ઉદ્યમ ક૨વા સમર્થ બને. સ્વાધ્યાય આદિ દ્વારા જે નિર્લેપદશા સાધુને પ્રાપ્ત કરવી છે તેમાં છ પ્રકારનો બાહ્યતપ ઉપષ્ટભક બને છે, જ્યારે છ પ્રકારનો અત્યંતરતપ સાક્ષાત્ નિર્લેપદશા પ્રત્યે યત્ન સ્વરૂપ છે. તેથી માત્ર બાહ્ય વૈયાવચ્ચ કે માત્ર કોઈ અન્ય અનુષ્ઠાન અત્યંતરતપ નથી; પરંતુ ગુણવાનના ગુણોને અવલંબીને ગુણ ત૨ફ પ્રવર્ધમાન ચિત્તનો ઉપયોગ અત્યંતરતપ છે, તે તપથી જ નિર્જરાની પ્રાપ્તિ થાય છે, તે અત્યંત૨તપ જ સાધુનો ઉત્તમ ધર્મ છે; કેમ કે એના દ્વારા જ ગુણસ્થાનકની વૃદ્ધિ દ્વારા કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અત્યંતરતપના પોષક અંગરૂપ હોવાથી બાહ્યતપને પણ ઉત્તમ ધર્મ તરીકે ગ્રહણ કરેલ છે. આ બન્ને તપને સ્વયં ગ્રંથકારશ્રી જ આગળમાં કહેશે.
આ બે સિવાય પ્રકીર્ણક તપ અનેક પ્રકારના છે. તેથી એ પ્રાપ્ત થાય કે સાધુએ સંયમના કંડકની વૃદ્ધિ માટે સતત અત્યંતરતપમાં ઉદ્યમ કરવો જોઈએ. અત્યંત૨તપમાં વ્યાઘાત થાય તેવો કોઈ બાહ્યતપ સાધુને કર્તવ્ય નથી. બાહ્યતપની શક્તિ હોય અને તેના બળથી અત્યંતરતપની વૃદ્ધિ થતી હોય છતાં સાધુ બાહ્યતપ