________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂત્ર-૬ યતનારૂપ અપ્લાયનું સંયમ વર્તે છે અને સહવર્તી પૃથ્વીકાય આદિ અન્ય જીવો વિષયક પણ સંયમ વર્તે છે. સાધુ જ્યારે ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત થઈને વીતરાગના વચન અનુસાર આત્માને ભાવિત કરે છે ત્યારે સર્વ જીવો પ્રત્યે દયાભાવ સતત વૃદ્ધિ પામતો હોય છે, તેથી નવે પ્રકારના જીવો વિષયક સંયમ વર્તે છે. સાધુ જે વખતે ઉચિત સંવરભાવપૂર્વક પ્રવૃત્તિ કરતા નથી તે વખતે સાક્ષાત્ પૃથ્વીકાય આદિ જીવોની હિંસા ન હોય તોપણ સર્વ જીવોના રક્ષણ અર્થે ઉચિત અધ્યવસાય નહીં હોવાથી પૃથ્વીકાય આદિના રક્ષણરૂપ સંયમનો પરિણામ નથી.
વળી સાધુ જેમ પૃથ્વીકાય આદિ નવ પ્રકારના જીવો માટે રક્ષણને અનુકૂળ યોગો પ્રવર્તાવે છે તેમ કોઈપણ પ્રવૃત્તિ કરે ત્યારે પ્રથમ ભૂમિ આદિનું પ્રેક્ષણ કરીને ઉચિત યતનાપૂર્વક ગમન આદિ પ્રવૃત્તિ કરે છે ત્યારે તેમનામાં પ્રેક્ષ્યસંયમ વર્તે છે અર્થાત્ જીવરક્ષાને અનુકૂળ ઉચિત પ્રેક્ષણનો પરિણામ વર્તે છે, જે પ્રેશ્યસંયમ છે.
સાધુ જ્યાં ઉપેક્ષા કરવા યોગ્ય છે ત્યાં ઉપેક્ષા કરે તે ઉપેશ્યસંયમ છે અને જ્યાં ઉપેક્ષા કરવા યોગ્ય નથી ત્યાં ઉપેક્ષા ન કરે તે પણ ઉપેક્ષ્મસંયમ છે. જેમ કોઈ સાધુ અજ્ઞાનને વશ સંયમયોગમાં પ્રમાદ કરતા હોય ત્યારે તેની ઉપેક્ષા કરવાથી તે સાધુનું અહિત થશે, તેમ જણાય છતાં ઉપેક્ષા કરે તો કોઈના અહિત પ્રત્યે ઉપેક્ષા કરવાથી કઠોર હૈયું થાય. તેથી દયાળુ સાધુ તેવા યોગ્ય જીવના પ્રમાદનિવારણ અર્થે સારણા-વારણા આદિ ઉચિત કૃત્ય કરે તે ઉપેક્ષ્મસંયમ છે અર્થાત્ ઉપેક્ષા કરવા યોગ્ય નથી એ રૂપ ઉપેશ્યસંયમનું પાલન છે. વળી કોઈ ગૃહસ્થ આરંભ-સમારંભની પ્રવૃત્તિમાં પ્રમાદી હોય, તેને તેના કૃત્યનું સ્મરણ કરાવીને આરંભસમારંભમાં વ્યાપારવાળો ન કરે, પરંતુ તે ગૃહસ્થના પ્રમાદની ઉપેક્ષા કરે તે ઉપેશ્યસંયમ છે. આ રીતે યોગ્ય સાધુના પ્રમાદની ઉપેક્ષા ન કરવી તે ઉપેશ્યસંયમ છે અને સંસારી જીવોના આરંભ-સમારંભમાં ક્યાંય પ્રેરણા ન થાય એ પ્રકારે સંવરભાવપૂર્વક મૌન ધારણ કરવું તે ઉપેશ્યસંયમ છે.
વળી સાધુ સંયમના ઉપકારક હોય તેવાં જ વસ્ત્ર-પાત્ર આદિ ઉપકરણોને ધારણ કરે છે અને કોઈક રીતે સંયમને અનુપકારક વસ્ત્ર આદિની પ્રાપ્તિ થઈ હોય તો ઉચિત વિધિપૂર્વક એને પરઠવે છે, તે અપહત્યસંયમ છે. જેમ અનાભોગ આદિથી આધાકર્મદોષ આદિ દોષથી દૂષિત ભિક્ષા ગ્રહણ થઈ હોય અને પાછળથી ખ્યાલ આવે કે આ ભિક્ષા શુદ્ધ નથી તો એને ઉચિત રીતે પાઠવીને તે ભિક્ષાનો ત્યાગ કરે, જે અપહૃત્ય સંયમ છે–તે ભિક્ષાનો અપહાર કરીને પોતાના સંવરભાવનું રક્ષણ તે મહાત્માએ કર્યું તે રૂપ સંયમ છે.
પ્રમાર્જના કરીને જીવરક્ષા માટે ઉચિત યત્ન કરે તે પ્રમૂજ્યસંયમ છે. જેમ વિહારમાં અચિત્તભૂમિથી સચિત્ત ભૂમિમાં જવાનો પ્રસંગ હોય તે વખતે અચિત્ત ભૂમિવાળા રજકણો પોતાના પગમાં લાગેલા હોય અને સચિત્ત ભૂમિ પર તે રજકણો પોતાના પગમાંથી પડતા હોય તો તે અચિત્ત રજકણોથી ત્યાંના સચિત્ત જીવોને અત્યંત ઉપઘાત થાય છે, તે પ્રકારના ઉપઘાતનું સૂક્ષ્મબુદ્ધિથી સમ્યગુ સમાલોચન કરીને દયાળુ સાધુ તે ઉપઘાતના પરિવાર અર્થે પગનું પ્રમાર્જન કરીને સચિત્ત ભૂમિમાં જાય તો અશક્યપરિહારરૂપ જ તે સચિત્ત જીવોની વિરાધના થાય છે; પરંતુ પોતાના પગ સાથે આવેલ સૂક્ષ્મ અચિત્તરજ, જે ત્યાંના પૃથ્વીકાયના