________________
૮૬
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૯ | સૂચ-૬ જીવોની વિરાધનાનું કારણ બને તેમ હતી તેનું પ્રમાર્જનાથી નિવારણ થાય છે, જે પ્રમૂજ્ય સંયમ છે. તે રીતે અન્યત્ર પણ ઉચિતવિધિથી પરઠવતી વખતે પ્રમાર્જનાપૂર્વક અંતરંગ જીવરક્ષાને અનુકૂળ જે સંવરભાવ છે, તે પ્રમૂજ્યસંયમ છે.
વળી સંયમવૃદ્ધિના પ્રયોજન અર્થે કોઈક કાયિક પ્રવૃત્તિ કરવાની આવશ્યકતા ન હોય તો કૂર્મની જેમ કાયાને સંવૃત કરીને સાધુ કૃતથી આત્માને ભાવિત કરે છે અને તેના દ્વારા જ સંયમના કંડકોની વૃદ્ધિ કરે છે. કાયાની કોઈ ચેષ્ટા કરવાનું પ્રયોજન હોય તો કંટક આકીર્ણ ભૂમિમાં ગમનની જેમ જીવરક્ષામાં અત્યંત ઉપયુક્ત થઈને ગમન કરે, ત્યારે કાયસંયમ વર્તે છે. જેથી કાયકૃત સાંપરાયિક કર્મબંધ થતો નથી.
સંયમ અર્થે બોલવાનું પ્રયોજન ન હોય તો સાધુ સદા વચનગુપ્તિમાં રહે છે અર્થાતું માત્ર બોલવાનો નિષેધ કરતા નથી, પરંતુ વચનપ્રયોગ કરીને કાંઈક કહેવાને અભિમુખ ભાવમાત્ર પણ કરતા નથી. આત્માને સંવૃત વચનવાળો રાખીને આત્મિકભાવોની વૃદ્ધિમાં જ યત્ન કરે છે. આવા વચનગુપ્તિવાળા મુનિ સંયમના પ્રયોજનથી કે યોગ્ય જીવોના ઉપકારના પ્રયોજનથી વચનમર્યાદાના સ્મરણપૂર્વક ઉચિત વચનથી કથન કરે તે વાસંયમ છે.
સાધુ મનને જિનવચનથી ભાવિત રાખીને ઉત્તર-ઉત્તરના સંયમસ્થાનની વૃદ્ધિને અનુકૂળ વ્યાપારવાળા હોય ત્યારે મનસંયમ વર્તે છે અને પ્રયોજન વગર કોઈપણ વસ્તુ વિષયક મનનો વ્યાપાર થાય તો મનના સંયમના અભાવની પ્રાપ્તિ થાય છે.
સાધુ ધર્મવૃદ્ધિના કારણભૂત દેહ-વસ્ત્ર-પાત્ર આદિ ઉપકરણ રાખે છે. ધર્મના સાધનરૂપ આ વસ્ત્ર આદિ ઉપકરણો ધર્મની નિષ્પત્તિનું કારણ થાય, તે રીતે જ તેમનું ગ્રહણ કરે, તે રીતે જ તેમનો ઉપયોગ કરે તથા સંયમવૃદ્ધિમાં ઉપકારક ન હોય તેવા કોઈ વસ્ત્ર-પાત્ર આદિને ગ્રહણ ન કરે અને કોઈ રીતે સંયમને અનુપકારક ઉપકરણની પ્રાપ્તિ થઈ હોય તો વિધિપૂર્વક તેને પરઠવે તે ઉપકરણસંયમ છે.
આ પ્રકારે સત્તર પ્રકારનો સંયમધર્મ છે, જે યોગનિગ્રહરૂપ સંયમ છે. કા. ભાષ્ય :
तपो द्विविधम् । तत् परस्ताद् (अ० ९, सू० १९-२०) वक्ष्यते । प्रकीर्णकं चेदमनेकविधम् । तद्यथा - यववज्रमध्ये चन्द्रप्रतिमे द्वे । कनकरत्नमुक्तावल्यस्तिस्त्रः । सिंहविक्रीडिते द्वे । सप्तसप्तमिकाद्याः प्रतिमाश्चतस्रः । भद्रोत्तरमाचाम्लवर्धमानं सर्वतोभद्रमित्येवमादि । तथा द्वादश भिक्षुप्रतिमाः-मासिक्याद्याः, आ सप्तमासिक्यः सप्त, सप्तचतुर्दशैकविंशतिरात्रिक्यस्तिस्रः, अहोरात्रिकी, एकरात्रिकी चेति ७॥ ભાષ્યાર્થ
તો એ રેતિ | તપ બે પ્રકારનો છે તેને આગળમાં કહેવાશે. અને પ્રકીર્ણક એવો આeતપ,