________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪
અધ્યાય-૯ | સૂત્ર૬
પરિહારવાળું છે. તેથી સંયમવૃદ્ધિનું પ્રયોજન ન હોય તેવી નિરર્થક ચેષ્ટારૂપ કોઈપણ વચન સત્યવચન નથી. જેમ ઘટને ઘટ કહેવામાં આવે તે સ્થૂલથી સત્યવચન હોવા છતાં નિરર્થક વચન હોય તો સત્ય વચન નથી. આથી જ ઉત્તમ એવું સત્યવચન સુસાધુ જ બોલી શકે છે.
૪
વળી તે સત્યવચન અરિહંતશાસનની મર્યાદા અનુસાર પ્રશસ્ત છે; કેમ કે સ્વ-પરના હિત માટે જ ભગવાને સાધુને વચનપ્રયોગ કરવાની અનુજ્ઞા આપી છે. તેથી ભગવાનના શાસનમાં જે પ્રશંસાપાત્ર છે તેવો જ વચનપ્રયોગ સત્યવચન છે. વળી સત્ય બોલનાર સાધુ યતમાન હોય છે, અર્થાત્ સંયમના પરિણામમાં યતમાન હોય છે. તેથી તેને અનુરૂપ જ વચનપ્રયોગ કરે છે. વળી તે વચન મિત જ હોય છે=શ્રોતાને બોધ કરાવવા માટે ઉપયોગી હોય એટલા પરિમિત શબ્દમાં જ બોલાતું હોય છે. આવા વચનપ્રયોગ સાધુ વસ્ત્રપાત્ર આદિના યાચનરૂપે કરે છે, વસતિ આદિની પૃચ્છારૂપે કરે છે કે શાસ્ત્રમાં કોઈ સ્થાને સંશય થયો હોય તો તેની પૃચ્છારૂપે કરે છે અને કોઈ‘જિજ્ઞાસુના તત્ત્વબોધ અર્થે ઉચિત ઉપદેશરૂપે વચનપ્રયોગ કરે છે, જે સત્યધર્મ છે. પા
ભાષ્યઃ
योगनिग्रहः संयमः, स सप्तदशविधः । तद्यथा पृथिवीकायिकसंयमः, अप्कायिकसंयमः, तेजस्कायिकसंयमः, वायुकायिकसंयमः, वनस्पतिकायिकसंयमः, द्वीन्द्रियसंयमः, त्रीन्द्रियसंयमः, चतुरिन्द्रियसंयमः, पञ्चेन्द्रियसंयमः, प्रेक्ष्यसंयमः, उपेक्ष्यसंयमः, अपहृत्यसंयमः, प्रमृज्यसंयमः, कायसंयमः, वाक्संयमः, मनः संयमः, उपकरणसंयम इति संयमो धर्मः ६ ।।
-
ભાષ્યાર્થ ઃ
योगनिग्रहः ધર્મ: ।। યોગનિગ્રહ સંયમ છે. તે=સંયમ, ૧૭ ભેદવાળું છે. તે આ પ્રમાણે – પૃથિવીકાયિકસંયમ, અપ્લાયિકસંયમ, તેજસ્કાયિકસંયમ, વાયુકાયિકસંયમ, વનસ્પતિકાયિકસંયમ, બેઇન્દ્રિયસંયમ, તેઇન્દ્રિયસંયમ, ચઉરિન્દ્રિયસંયમ, પંચેન્દ્રિયસંયમ, પ્રેક્ષ્યસંયમ, ઉપેક્ષ્યસંયમ, અપહત્યસંયમ, પ્રભૃજ્યસંયમ, કાયસંયમ, વાસંયમ, મનસંયમ, ઉપકરણસંયમ. એ પ્રકારનો સંયમ ધર્મ છે. ૬।। ભાવાર્થ:
(૬) સંયમયતિધર્મ :
સાધુ સંયમના કંડકની વૃદ્ધિ અર્થે અંતરંગ રીતે ઉપયુક્ત છે અને સંયમના પ્રયોજનથી ગમનાદિ ચેષ્ટા કરે ત્યારે પૃથ્વીકાય આદિ નવ પ્રકારના જીવોમાંથી યથાયોગ્ય તે તે જીવોની રક્ષા માટે ઉચિત યત્ન કરે છે ત્યારે તે તે પ્રકારનું સંયમ પ્રાપ્ત થાય છે. જેમ નદી ઊતરતી વખતે સંયમના પ્રયોજન સિવાય નદી ઊતરે તો મુખ્યતયા અપ્સાયિક જીવો અને સહવર્તી અન્ય અનેક પ્રકારના જીવોની વિરાધનાની પ્રાપ્તિ થાય, પરંતુ જ્ઞાનાદિની વૃદ્ધિનો ઉપાય નદી ઊતરીને તે સ્થાનમાં ગમનની પ્રવૃત્તિ છે તેવા સ્થિર નિર્ણયવાળા મુનિ શાસ્ત્રવચન અનુસાર ઉપયુક્ત થઈને નદી ઊતરતા હોય ત્યારે સાક્ષાત્ શક્ય અપ્લાયના રક્ષણ અર્થે