________________
૮૨
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ / સૂત્ર-૬ અર્થાત્ વસ્ત્ર-પાત્ર કે અન્ય સામગ્રીમાં ચિત્તના સંશ્લેષયુક્ત પરિણામવાળા છે. જેઓ શાતાના અર્થે વસ્ત્રાદિનો ઉપયોગ કરે છે તેઓ આલોકમાં અને પરલોકમાં અશુભ ફળવાળા અકુશલ કર્મને પ્રાપ્ત કરે છે. સાધુવેશમાં અનુકૂળ સામગ્રીના સંશ્લેષવાળા જીવો શિષ્યપુરુષોથી નિંદાને યોગ્ય એવા અશુભફળને આલોકમાં પ્રાપ્ત કરે છે અને પરલોકમાં અશુભ ફળવાળા અકુશલકર્મને પ્રાપ્ત કરે છે. જેઓને લોભનો અત્યંત પરિણામ છે=વસ્ત્ર-પાત્ર આદિમાં અત્યંત મૂર્છાનો પરિણામ છે, તેઓ યોગ્ય ઉપદેશક દ્વારા ઉપદેશ આપવા છતાં પણ શ્રેયને પ્રાપ્ત કરતા નથી અર્થાત્ પોતાના વસ્ત્રાદિમાં સંશ્લેષના પરિણામનો ત્યાગ કરવા પ્રયત્ન કરતા નથી, તેથી શૌચ ધર્મ છે અને અશૌચ અધર્મ છે. ૪
ભાષ્યઃ
सत्यर्थे भवं वचः सत्यं, सद्भ्यो वा हितं सत्यम्, तदननृतम्, अपरुषमपिशुनमनसभ्यमचपलमनाविलमविरलमसम्भ्रान्तं मधुरमभिजातमसन्दिग्धं स्फुटमौदार्ययुक्तमग्राम्यपदार्थाभिव्याहारमसीभरमरागद्वेषयुक्तम्, सूत्रमार्गानुसारप्रवृत्तार्थमर्थ्यमर्थिजनभावग्रहणसमर्थमात्मपरार्थानुग्राहकं निरुपधं देशकालोपपन्नमनवद्यमर्हच्छासनप्रशस्तं यतं मितं याचनं प्रच्छनं प्रश्नव्याकरणमिति सत्यधर्मः ५ ।।
ભાષ્યાર્થ ઃ
सत्यर्थे ધર્મઃ ।। સત્યનું લક્ષણ કહે છે
વિદ્યમાન અર્થમાં થનારું વચન સત્ય છે. અથવા ઉત્તમ પુરુષો માટે હિતવચન સત્ય છે. તે કારણથી અનનૃત, અપરુષ, અપિશુન, અનસભ્ય, અચપળ, અનાવિલ, અવિરલ, અસંભ્રાન્ત, મધુર, અભિજાત, અસંદિગ્ધ, સ્પષ્ટ, ઔદાર્યથી યુક્ત, અસીભર=જરૂર કરતાં વધારે નહીં બોલનાર, અને અરાગદ્વેષ યુક્ત, સૂત્રમાર્ગાનુસાર પ્રવૃત્ત અર્થવાળું, અર્થ, અર્થાજનના ભાવને ગ્રહણ કરવામાં સમર્થ, આત્મા અને પરવું અનુગ્રાહક. નિરુપધિ=માયા વગરનું, દેશ-કાલથી ઉપપન્ન, અનવઘ, અર્હાસનથી પ્રશસ્ત, યત=થતનાવાળું, મિત, યાચન, પ્રચ્છન અને પ્રશ્નવ્યાકરણવાળું વચન એ સત્યધર્મ છે. પા ભાવાર્થ:
.....
(૫) સત્યયતિધર્મ :
સાધુ સદા વચનગુપ્તિમાં હોય છે. તેથી પ્રયોજન ન હોય તો કોઈ વચનપ્રયોગ કરવાને અભિમુખ પરિણામ પણ કરતા નથી અને કોઈ વચનપ્રયોગ પણ કરતા નથી. જ્યારે કોઈ વસ્તુની યાચના કરવાનું પ્રયોજન હોય, કોઈ વસ્તુની પૃચ્છા કરવાનું પ્રયોજન હોય અથવા કોઈએ પ્રશ્ન કર્યો હોય તેનો ઉત્તર આપવાનું પ્રયોજન હોય ત્યારે બોલે છે.
આવો વચનપ્રયોગ કેવા સ્વરૂપવાળો હોય તો સત્યવચન છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
સાધુ યાચનાદિના પ્રયોજનથી વચનપ્રયોગ કરે તે વચનપ્રયોગ અમૃત ન હોય=વસ્તુના વાસ્તવિક