________________
૮૦
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ / સૂત્ર-૧ અને પોતાના જેવા ભાવો નથી તેવા ભાવોને બતાવીને બીજાને ઠગવાની પરિણતિથી સંયુક્ત, એવો જીવ આલોકમાં અને પરલોકમાં અશુભફળવાળા અકુશલ કર્મનો ઉપચય કરે છે. ઉપદેશ અપાતો પણ=યોગ્ય ઉપદેશક દ્વારા યોગ્ય માર્ગદર્શન અપાતો પણ, શ્રેયને સ્વીકારતો નથી. તે કારણથી= માયાદોષ અનર્થકારી હોવાથી, આર્જવધર્મ છે.
તિ' શબ્દ આજેવધર્મની સમાપ્તિ માટે છે. તેમાં ભાવાર્થ :(૩) આર્જવયતિધર્મ -
ભાવવિશુદ્ધિ અને અવિસંવાદન આર્જવનું લક્ષણ છે. તેથી એ પ્રાપ્ત થાય કે જે મહાત્માઓના ચિત્તમાં જે અનુષ્ઠાન કરવું હોય તે અનુષ્ઠાનને અનુકૂળ ભાવવિશુદ્ધિ વર્તતી હોય, તેને અનુરૂપ મન-વચન-કાયાની પ્રવૃત્તિ વર્તતી હોય તો આર્જવભાવ છે. જો આત્મવંચના હોય, અર્થાત્ પોતાના આત્મામાં તેવો ભાવ ન હોય છતાં બહુલોકની વચમાં ક્રિયા કરતી વખતે પોતાના આત્મભાવને ગોપવીને માયાથી ઋજુભાવ બતાવે તે વખતે આર્જવનો પરિણામ નથી. વળી, અંતરંગ ભાવો જેવા હોય તેના કરતાં અધિક દેખાડવા માટે મન-વચન-કાયાની કોઈ પ્રવૃત્તિ કરે તો પોતાની ભાવવિશુદ્ધિને અનુરૂપ મન-વચન-કાયાના યોગો નહીં હોવાથી વિસંવાદન ભાવ છે. તેથી આર્જવભાવ નથી, પરંતુ માયા છે. સાધુએ પોતાના અંતરંગ ભાવોને અનુરૂપ જ મન-વચન-કાયાના યોગોને સદા પ્રવર્તાવવા જોઈએ અને ભાવવિશુદ્ધિની વૃદ્ધિ અર્થે સતત યત્ન કરવો જોઈએ, જેથી અનાભોગથી પણ માયાનો પરિણામ થાય નહીં. વળી આર્જવભાવને જ સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
ઋજુભાવ=અંતરંગ ઋજુ પરિણતિ, તે આર્જવ પરિણામ છે અથવા ઋજુકર્મ==ઋજુક્રિયા, તે આર્જવા ભાવ છે અર્થાત્ જે ક્રિયામાં અંતરંગ ભાવોની સાથે વિસંવાદન ન હોય તેવી ક્રિયા તે ઋજુ કર્મ કહેવાય, તે આર્જવનું લક્ષણ છે. વળી જીવનો માયાસ્વભાવરૂપ જે ભાવદોષ છે તેના વર્જન માટેનો ઉચિત યત્ન તે પણ આર્જવનું લક્ષણ છે. આથી જ પોતાના કુટિલ સ્વભાવનું વારંવાર ભાવન કરીને તેના વર્જન માટે જે મહાત્મા યત્ન કરે છે તેઓ આર્જવના પરિણામવાળા છે. જેઓ માયારૂપ ભાવદોષથી યુક્ત છે તેઓ પોતાના માથા પરિણામનું છાદન કરે છે અને પોતાનો જેવો ભાવ નથી તેવો ભાવ દેખાડવા પ્રયત્ન કરે છે. તેઓ આલોકમાં અને પરલોકમાં અશુભફળવાળા અકુશલકર્મને પ્રાપ્ત કરે છે અર્થાત્ આલોકમાં પણ તેઓની માયા પ્રગટ થાય ત્યારે લોકો તરફથી તેમને તિરસ્કાર આદિ પ્રાપ્ત થાય છે અને પરલોકમાં પણ અનેક પ્રકારના અનર્થો પ્રાપ્ત થાય છે. જેઓનો માયા સ્વભાવ છે તેવા જીવોને કોઈ યોગ્ય ઉપદેશક ઉપદેશ આપે તોપણ તેઓ કલ્યાણના માર્ગને પ્રાપ્ત કરતા નથી. આર્જવ એ આત્માનો ધર્મ છે. તેથી સાધુ હંમેશાં આર્જવ સ્વભાવની વૃદ્ધિ અર્થે યત્ન કરે છે, તે તેઓનો ઉત્તમ ધર્મ છે. all