________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૯ | સૂત્ર-૬ પોતાના વીર્યનો મદ થાય તો માર્દવભાવ નાશ પામે છે, જેથી જન્માંતરમાં હીનવીર્યવાળા બને છે.
આ આઠ મદોનું ફળ સ્પષ્ટ કરતાં કહે છે –
આ આઠ મદનાં સ્થાનોથી મત્ત પુરુષ પરની નિંદા અને પોતાની પ્રશંસા કરે છે. તીવ્ર અહંકારથી ઉપડત મતિવાળો આલોકમાં અને પરલોકમાં અશુભ ફલ થાય એવા અકુશલકર્મને પ્રાપ્ત કરે છે. આથી જ અતિ માનકષાયવાળા જીવોને આલોકમાં જ કોઈક બલવાન પુરુષથી તેના માનનો ઘાત થાય છે. વળી તે માનકાળમાં થયેલા અશુભકર્મને કારણે જન્માંતરમાં અશુભ ફળ મળે છે. વળી જેઓને વિશેષ પ્રકારનો માનકષાય થાય તેને યોગ્ય ઉપદેશક ઉચિત વિધિથી બોધ કરાવવા યત્ન કરે તોપણ માનના ત્યાગ સ્વરૂપ શ્રેયને સ્વીકારતો નથી.
આ મદસ્થાનોનો નિગ્રહ કરવો એ સાધુનો માર્દવધર્મ છે. જે સાધુ જગતના સર્વ ભાવો પ્રત્યે નિર્મમ છે, તેઓ જ ઉત્તમ એવા માર્દવધર્મને ધારણ કરવા સમર્થ છે. વળી જે ગૃહસ્થો ઉત્તમ પુરુષો પાસે હંમેશાં નમ્રભાવથી રહેનારા છે, પોતાની સંપત્તિ આદિનો અનુત્સકભાવ ધારણ કરે છે, તોપણ જેમ કંઈક પરિગ્રહનું પરિમાણ છે, તેથી શાતાદિના અર્થે પરિગ્રહને ધારણ કરે છે તેમ પોતાની સંપત્તિ આદિના કંઈક મંદ અંશથી સંવલિત તેઓનો માર્દવભાવ છે. આથી જ તીર્થંકર આદિની ભક્તિ કરવાના કાળમાં પણ શ્રાવકોને સુસાધુ જેવો ઉત્તમ માર્દવભાવ નથી; પરંતુ કંઈક પોતાની સંપત્તિ આદિ પ્રત્યે ઉત્સુકથી યુક્ત તીર્થકરો પ્રત્યે ભક્તિના પરિણામરૂપ માર્દવભાવ છે. આથી જ શ્રાવકોને સંજ્વલનકષાયના ક્ષયોપશમભાવરૂપ માર્દવભાવ નથી, પરંતુ પ્રત્યાખ્યાનીયકષાયની મંદતાકૃત માર્દવભાવ છે, જ્યારે સુસાધુને પ્રત્યાખ્યાનીયકષાયના અને સંજ્વલનકષાયના ક્ષયોપશમરૂપ માર્દવભાવ છે. શા ભાષ્ય :
भावविशुद्धिरविसंवादनं चार्जवलक्षणम् । ऋजुभावः ऋजुकर्म वाऽऽर्जवम्, भावदोषवर्जनमित्यर्थः । भावदोषयुक्तो हि उपधिनिकृतिसंप्रयुक्त इहामुत्र चाशुभफलमकुशलं कर्मोपचिनोति उपदिश्यमानमपि च श्रेयो न प्रतिपद्यते । तस्मादार्जवं धर्म इति ३।। ભાષ્યાર્થ :
માવિશુદ્ધિવિસંવાલને ... રિ | ભાવવિશુદ્ધિ અર્થાત કોઈને પોતાની અવાસ્તવિક અવસ્થાને બતાવવાના અપરિણામરૂપ ભાવની વિશુદ્ધિ અને અવિસંવાદન તે ભાવને અનુરૂપ મન-વચનકાયાના યોગનું પ્રવર્તત, તે આર્જવનું લક્ષણ છે. આર્જવના પર્યાયવાચી બતાવે છે – ઋજુભાવ, ઋજુકર્મ અથવા આર્જવ, અને ભાવદોષનું વર્જન એ આર્જવતા એકાર્યવાચી શબ્દો
ભાવદોષથી યુક્ત–વક્રતારૂપ ભાવદોષથી યુક્ત, ઉપધિ-વિકૃતિ સંયુક્ત=પોતાના ભાવોના છાદન