________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂત્ર-૪ ભાષ્યાર્થ
સચિિત .... મનોતિરિતિ | સમ્યમ્ એ પ્રમાણે. વિધાનથી=ભેદથી, જાણીને સમ્યગ્દર્શનપૂર્વક સ્વીકાર કરીને ત્રિવિધ યોગનો વિગ્રહ ગુપ્તિ છે. તે ગુપ્તિ ૩ પ્રકારની છે કાયગુપ્તિ, વચનગુપ્તિ અને મતોગતિ.
તિ' શબ્દ ત્રણ પ્રકારની ગુપ્તિની સમાપ્તિમાં છે. ત્યાંeત્રણ ગુપ્તિમાં, શયનતા, આસનના ગ્રહણમાં અને વિક્ષેપમાં, સ્થાનની અને ચંક્રમણની ક્રિયામાં કાયચેષ્ટાનો નિયમ=જિતવચનથી નિયંત્રિત કાયચેષ્ટાનું પાલન, કાયગુપ્તિ છે. યાચન, પૃચ્છન અને પ્રશ્નના જવાબમાં વાણીનો નિયમ=જિનવચનથી નિયંત્રિત વાકચેષ્ટાનું પાલન, અથવા મૌન એ વચનગુપ્તિ છે. સાવધવા સંકલ્પનો વિરોધ, કુશલનો સંકલ્પ અથવા કુશલ-અકુશલ સંકલ્પનો વિરોધ જ મનોગુપ્તિ છે.
“ત્તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિમાં છે. I૯/૪ ભાવાર્થ -
સૂત્ર-૨માં કહેલ કે ગુપ્તિ આદિથી આશ્રવના નિરોધરૂપ સંવરની પ્રાપ્તિ થાય છે. તેથી સૌ પ્રથમ ગુપ્તિનું સ્વરૂપ બતાવતાં કહે છે –
કોઈ મહાત્મા મન-વચન-કાયાના અગુપ્તિના કારણભૂત ભેદોને યથાર્થ જાણે અને જાણ્યા પછી તે જ પ્રકારે રુચિ કરે કે આ સર્વ ભેદો મારા માટે કર્મબંધનાં કારણ છે, માટે અનિષ્ટભૂત છે, તેથી મારે તેનો નિરોધ કરવો જોઈએ. આ પ્રકારે રુચિ કરીને સમ્યગ્દર્શનપૂર્વક અર્થાત્ આત્માનું નિસ્તરંગ સમુદ્ર જેવું મોહથી અનાકુળ એવું પારમાર્થિક સ્વરૂપ છે, તેના યથાર્થ દર્શનપૂર્વક, તેની પ્રાપ્તિનું કારણ બને એ રીતે ત્રિવિધ યોગનો નિગ્રહ કરે તે ગુપ્તિ છે. તે ગુપ્તિ કાયગુપ્તિ, વચનગુપ્તિ, અને મનોગુપ્તિ એમ ત્રણ ભેદવાળી છે. (૧) કાયગુપ્તિ -
જે મહાત્માનું ચિત્ત પોતાના ભાવપ્રાણના રક્ષણ માટે તત્પર થયેલું છે, તેમને પકાયના પાલનનો અધ્યવસાય વર્તે છે. તેથી સંયમના પ્રયોજન અર્થે શયન કરે, આસન આદિ ગ્રહણ કરે કે એક સ્થાનમાંથી અન્ય સ્થાનમાં જાય તે સર્વ કૃત્યોમાં કોઈ જીવોની હિંસા ન થાય, કોઈના કષાયોનો ઉદ્રક ન થાય તે પ્રકારની ઉચિત યતનાપૂર્વક તે તે કાર્યો કરે છે, જે કાયગુપ્તિ છે. (૨) વચનગુપ્તિ -
વળી સાધુને ગુણસ્થાનકની વૃદ્ધિનું પ્રયોજન હોય અને તેના માટે કોઈ વસ્તુની યાચના આવશ્યક હોય તે વખતે સંયમવૃદ્ધિનું કારણ ન બને તેવી વસ્તુ મારાથી ગ્રહણ થાય નહીં એ પ્રકારના જિનવચનના