________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૯ | સૂત્ર-૬ एवैतद् बालेषु दिष्ट्या च मां प्रत्यक्षमाक्रोशति, न ताडयति, एतदप्यस्ति बालेष्विति लाभ एव मन्तव्यः । ताडयत्यपि बाले क्षमितव्यम् एवंस्वभावा हि बाला भवन्ति, दिष्ट्या च मां ताडयति, न प्राणैर्वियोजयतीति । एतदपि विद्यते बालेष्विति, प्राणैर्वियोजयत्यपि बाले क्षमितव्यम् । दिष्ट्या च मां प्राणैर्वियोजयति, न धर्माद् भ्रंशयतीति क्षमितव्यम्, एतदपि विद्यते बालेष्विति लाभ एव मन्तव्यः । किञ्चान्यत् - स्वकृतकर्मफलाभ्यागमाच्च, स्वकृतकर्मफलाभ्यागमोऽयं मम, निमित्तमात्रं पर इति क्षमितव्यम् । किञ्चान्यत् - क्षमागुणांश्चानायासादीननुस्मृत्य क्षमितव्यमेवेति क्षमाधर्मः १॥ ભાષ્યાર્થ -
ત્યેઃ ... ક્ષમાઘર્મ | ઉપરમાં વર્ણન કર્યું એ દશ પ્રકારનો અણગાર ધર્મ ઉત્તમ એવા ગુણના પ્રકર્ષથી યુક્ત છે. ક્ષમાના પર્યાયવાચી બતાવે છે – ત્યાં ક્ષમા, તિતિક્ષા, સહિષ્ણપણું, ક્રોધનો વિગ્રહ એ અનર્થાન્તર છે=એકાર્યવાચી શબ્દો છે. તે કારણથીકક્ષમા એ ઉત્તમધર્મ છે તે કારણથી, કેવી રીતે ક્ષમા કરવી જોઈએ ? એ પ્રમાણે જો કોઈ પ્રશ્ન કરે તો ઉત્તર આપે છે – ક્રોધનિમિત્ત એવા કથનના આત્મામાં ભાવાભાવતા ચિતવતથી ક્ષમા કરવી જોઈએ. કેવી રીતે ભાવાભાવનું ચિંતવન કરવું જોઈએ ? તે બતાવે છે –
બીજા વડે પ્રયોગ કરાયેલા ક્રોધ નિમિત્તના આત્મામાં ભાવના ચિંતવનથી કે અભાવના ચિંતવનથી ક્ષમા કરવી જોઈએ. ભાવના ચિંતવનથી મારામાં આ દોષો વિદ્યમાન છે, તેથી અહીં આ શું મિથ્યા બોલે છે? અર્થાત્ મિથ્યા બોલતો નથી; એથી ક્ષમા કરવી જોઈએ. અભાવના ચિંતવનથી પણ ક્ષમા કરવી જોઈએ. કઈ રીતે ક્ષમા કરવી જોઈએ ? એથી કહે છે – મારામાં એ દોષો વિદ્યમાન નથી જેને, અજ્ઞાતથી આ બોલે છે એથી ક્ષમા કરવી જોઈએ. વળી બીજું શું? એથી કહે છે – ક્રોધદોષતા ચિંતનથી ક્ષમા કરવી જોઈએ. હિ=જે કારણથી, ક્રોધવાળા પુરુષને વિદ્વેષ, આસાદન, સ્મૃતિભ્રંશ, વ્રતલોપાદિ દોષો થાય છે=ક્રોધ ઉત્પન્ન થાય છે ત્યારે ચિતમાં વિષ ઉત્પન્ન થાય છે. વળી કોઈના ઉપર ગુસ્સો થાય ત્યારે મારવા માટે આક્રમણ કરવારૂપ આસાદન થાય છે. વળી પોતાની મર્યાદાની સ્મૃતિનો ભ્રશ થાય છે. અને પોતે જે વ્રતો સ્વીકાર્યા હોય તે વ્રતોના લોપ પ્રત્યે પણ ક્રોધને વશ ઉપેક્ષા થાય છે. (અર્થાત્ ક્રોધના આવા દોષોથી પ્રાપ્ત અતર્થોનું ચિંતવન કરીને ક્ષમા કરવી જોઈએ.)