________________
૭૨
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂત્ર-૫, ૬ વિસર્જન કરે. સ્થાવર અને ત્રસ જંતુથી રહિત એવી નિર્દોષ ભૂમિમાં ચક્ષુથી જીવો નથી તેનું નિરીક્ષણ કર્યા બાદ તેવી જીવ રહિત ભૂમિને પણ પ્રમાર્જના કર્યા પછી તે મળાદિને પરઠવે, જેથી સૂક્ષ્મજીવોની હિંસા થવાનો સંભવ ન રહે, તે ઉત્સર્ગસમિતિ છે.
આ રીતે દયાળુ ચિત્તવાળા સાધુ સતત યતનાપૂર્વક સંયમને ઉપકારક પરિમિત ઉચિત પ્રવૃત્તિઓ કરે તે સમિતિરૂપ છે. સમિતિકાળમાં સાધુ હંમેશાં ત્રણ ગુપ્તિઓવાળા હોય છે. તેથી સાધુનાં પાંચ ઇન્દ્રિયો અને મન વિષયોથી અત્યંત પરાક્ષુખ રહે છે. જીવરક્ષાની ઉચિત પરિણતિના કારણે સાધુ સમિતિઓની સર્વ ઉચિત યતના કરે છે. II૯/પા અવતરણિકા -
સૂત્ર-૨માં કહ્યું કે ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષાદિથી આશ્રવતા વિરોધરૂપ સંવર પ્રાપ્ત થાય છે. તેથી ત્યારપછી ગુપ્તિ અને સમિતિનું સ્વરૂપ બતાવ્યું. હવે ક્રમ પ્રાપ્ત સંવરની પ્રાપ્તિના કારણભૂત ધર્મનું યતિધર્મનું, સ્વરૂપ બતાવે છે – સૂત્ર -
उत्तमः क्षमामार्दवार्जवशौचसत्यसंयमतपस्त्यागाकिञ्चन्यब्रह्मचर्याणि धर्मः T૧/
સૂત્રાર્થ :
ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિંચચ અને બ્રહ્મચર્યરૂપ દશવિધ ઉત્તમ ધર્મ યતિધર્મ, છે. III ભાષ્ય :
इत्येष दशविधोऽनगारधर्म उत्तमगुणप्रकर्षयुक्तो भवति । तत्र क्षमा तितिक्षा सहिष्णुत्वं क्रोधनिग्रह इत्यनर्थान्तरम् । तत् कथं क्षमितव्यमिति चेदुच्यते - क्रोधनिमित्तस्यात्मनि भावाभावचिन्तनात् । परैः प्रयुक्तस्य क्रोधनिमित्तस्यात्मनि भावचिन्तनादभावचिन्तनाच्च क्षमितव्यम् । भावचिन्तनात् तावद् विद्यन्ते मयि एते दोषाः, किमत्रासौ मिथ्या ब्रवीतिति क्षमितव्यम् । अभावचिन्तनादपि क्षमितव्यम्, नैते विद्यन्ते मयि दोषा यानज्ञानादसौ ब्रवीतीति क्षमितव्यम् । किञ्चान्यत् - क्रोधदोषचिन्तनाच्च क्षमितव्यम् क्रुद्धस्य हि विद्वेषासादनस्मृतिभ्रंशव्रतलोपादयो दोषा भवन्तीति । किञ्चान्यत् - बालस्वभावचिन्तनाच्च परोक्षप्रत्यक्षाक्रोशताडनमारणधर्मभ्रंशानामुत्तरोत्तररक्षार्थम् । बाल इति मूढमाह, परोक्षमाक्रोशति बाले क्षमितव्यमेव एवंस्वभावा हि बाला भवन्ति दिष्ट्या च मां परोक्षमाक्रोशति न प्रत्यक्षमिति लाभ एव मन्तव्यः । प्रत्यक्षमप्याक्रोशति बाले क्षमितव्यम्, विद्यत