________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂત્ર-૪ નિયંત્રણ=અંકુશ, હેઠળ વસ્તુની યાચના કરે કે કોઈ વસ્તુની પૃચ્છા કરે કે તત્ત્વને જાણવાના પ્રયોજનથી ગુરુ આદિને કોઈ પ્રશ્ન કરે તે વખતે વચનગુપ્તિનો લેશ પણ ભંગ ન થાય એવો વાણી ઉપરનો નિયમ અથવા કોઈકને કોઈ પ્રશ્નનો ઉત્તર આપતી વખતે ગુપ્તિનો લેશ પણ ભંગ ન થાય તે પ્રકારના સંયમપૂર્વક બોલે તે વચનગુપ્તિ છે. અથવા મન-વચન-કાયા સંવૃત ક૨ીને બોલવાના અભાવરૂપ મૌન જ્યાં વર્તતું હોય અને ચિત્ત સંયમની પ્રવૃત્તિમાં તે પ્રકારના સંવરભાવવાળું વર્તતું હોય, જેનાથી કર્મબંધને અનુકૂળ અંતરંગ કોઈ ઉપયોગ ન ઊઠે તે પ્રકારે વાણીનો સંવર તે મૌનરૂપ વચનગુપ્તિ છે.
૬૮
(૩) મનોગુપ્તિ
વળી સાવઘ પ્રવૃત્તિના સંકલ્પના નિરોધરૂપ મનોગુપ્તિ છે. તેથી એ પ્રાપ્ત થાય કે કોઈ પદાર્થ પ્રત્યેના ઈષદ્ રાગથી તેની વિચારણા કરવામાં આવે ત્યારે મનોગુપ્તિ નથી, પરંતુ મનની અગુપ્તિ જ વર્તે છે. કોઈ મહાત્મા સર્વ પ્રકા૨ના સાવઘના સંકલ્પના નિરોધ માટે યત્ન કરતા હોય ત્યારે તેમને મનોગુપ્તિ છે. આથી જ દુષ્કૃતોના ઉચિત સ્મરણપૂર્વક તેની નિંદાને અનુકૂળ દૃઢ રીતે મન પ્રવર્તે છે ત્યારે મનોગુપ્તિની પ્રાપ્તિ થાય છે. વળી ક્યારેક જીવ કુશલનો સંકલ્પ કરીને ગુણસ્થાનકની વૃદ્ધિ કરવા યત્ન કરે છે ત્યારે કુશલના સંકલ્પરૂપ મનોગુપ્તિ વર્તે છે. આ બે મનોગુપ્તિઓ દેશથી અને સર્વથી હોય છે. દેશથી દેશવિરતિધર શ્રાવકને હોય છે અને સર્વથી સર્વવિરતિધર મુનિઓને હોય છે.
:
દેશવિરતિધર શ્રાવક પણ જ્યારે સાવઘના સંકલ્પના નિરોધમાં યત્ન કરતા હોય કે કુશલનો સંકલ્પ કરતા હોય ત્યારે દેશથી તે બે મનોગુપ્તિની પ્રાપ્તિ છે. જે જીવો સમ્યક્ત્વ પામ્યા નથી પરંતુ સમ્યક્ત્વ પ્રતિ અભિમુખ ભાવવાળા છે અથવા સમ્યક્ત્વને પામેલા છે પરંતુ દેશવિરતિને પામેલા નથી તેઓ પણ જ્યારે જ્યારે ઉપયોગપૂર્વક સાવઘના સંકલ્પનો નિરોધ કરવા યત્ન કરે છે અથવા કુશલનો સંકલ્પ કરે છે ત્યારે ત્યારે કંઈક અંશથી મનોગુપ્તિના પરિણામની પ્રાપ્તિ થાય છે. આથી જ શ્રાવક પણ ઉપયોગપૂર્વક સાધુધર્મની શક્તિના સંચયાર્થે તે તે પ્રકારના મુનિના ભાવોને સ્પષ્ટ કરનારા શ્લોકોથી આત્માને ભાવિત કરવા યત્ન કરે છે ત્યારે કુશલના સંકલ્પરૂપ મનોગુપ્તિ વર્તે છે.
વળી, કેટલાક મુનિઓ નિર્વિકલ્પદશારૂપ સામાયિકમાં વર્તે છે ત્યારે કુશલાકુશલ બન્ને પ્રકારના સંકલ્પનો નિરોધ વર્તે છે, જે વીતરાગ થવાને અનુકૂળ સમતાના પરિણામ સ્વરૂપ ત્રીજી મનોગુપ્તિ છે.
જે સાધુઓ નિર્વિકલ્પદશાને પ્રાપ્ત કરી શકતા નથી; છતાં ધર્મના ઉપકરણરૂપે જ દેહમાત્રને ધારણ કરે છે, પરંતુ દેહ પ્રત્યેની મમતાવાળા નથી, શાતાના અર્થી નથી, અશાતાના દ્વેષી નથી; માત્ર સમભાવની વૃદ્ધિના જ અર્થી છે તેઓ જ્યારે જ્યારે સાવઘના સંકલ્પોનો નિરોધ ક૨વા માટે દૃઢ ઉદ્યમ કરે છે ત્યારે પહેલા પ્રકારની મનોગુપ્તિ વર્તે છે. શ્રાવકોને દેહ આદિ પ્રત્યે મમત્વ હોવાથી સાવદ્યના સંકલ્પનો નિરોધ ક૨વા યત્ન કરે છે ત્યારે પણ દેશથી જ મનોગુપ્તિ હોય છે.
વળી સાધુઓ જ્યારે અસંગભાવની પ્રાપ્તિ અર્થે કુશલાનુષ્ઠાનના સંકલ્પો કરે છે ત્યારે કુશલના સંકલ્પરૂપ