________________
GG
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૯ | સૂત્ર-૪, ૫ સર્વથી મનોગુપ્તિ વર્તે છે; કેમ કે તેઓ દેહ આદિ પ્રત્યે મમત્વ વગરના છે. શ્રાવકો પણ સ્વભૂમિકા અનુસાર સર્વવિરતિ આદિની શક્તિના સંચય અર્થે કુશલાનુષ્ઠાનના સંકલ્પો કરે છે ત્યારે પણ દેહ આદિ પ્રત્યે ચિત્તમાં મમત્વ હોવાથી દેશથી જ મનોગુપ્તિની પ્રાપ્તિ થાય છે. II૯/૪ અવતરણિકા :
સૂત્ર-૨માં કહેલ કે ગુપ્તિ, સમિતિ આદિથી સંવરની પ્રાપ્તિ થાય છે. તેથી ગુપ્તિનું સ્વરૂપ બતાવ્યા પછી ક્રમ પ્રાપ્ત સમિતિનું સ્વરૂપ બતાવે છે – સૂત્ર :
र्याभाषैषणाऽऽदाननिक्षेपोत्सर्गाः समितयः ।।९/५।। સૂત્રાર્થ -
ઈર્યા, ભાષા, એષણા, આદાન-નિક્ષેપ અને ઉત્સર્ગ સમિતિઓ છે. ll૯/પ ભાષ્ય:
सम्यगीर्या सम्यग्भाषा सम्यगेषणा सम्यगादाननिक्षेपौ सम्यगुत्सर्ग इति पञ्च समितयः । तत्रावश्यकायैव संयमार्थं सर्वतो युगमात्रनिरीक्षणायुक्तस्य शनैर्व्यस्तपदा गतिरीर्यासमितिः । हितमितासन्दिग्धानवद्यार्थनियतभाषणं भाषासमितिः । अन्नपानरजोहरणपात्रचीवरादीनां धर्मसाधनानामाश्रयस्य चोद्गमोत्पादनैषणादोषवर्जनमेषणासमितिः । रजोहरणपात्रचीवरादीनां पीठफलकादीनां चावश्यकार्थं निरीक्ष्य प्रमृज्य चादाननिक्षेपौ आदाननिक्षेपणासमितिः । स्थण्डिले स्थावरजङ्गमजन्तुवर्जिते निरीक्ष्य प्रमृज्य च मूत्रपुरीषादीनामुत्सर्ग उत्सर्गसमितिरिति ।।९/५।। ભાષ્યાર્થ :
સગી .. સત્સસમિતિરિતિ | સમ્યગુ ઈર્યા, સમ્યગુ ભાષા, સમ્યમ્ એષણા, સમ્યમ્ આદાનનિક્ષેપ, સમ્ય ઉત્સર્ગ એ પાંચ સમિતિ છે. ત્યાં=પાંચ સમિતિઓમાં, આવશ્યક માટે જ=અવશ્ય કરવા યોગ્ય કાર્ય માટે જ, સંયમની વૃદ્ધિના પ્રયોજનથી ગમતની ક્રિયા સર્વ દિશાથી તિર્જી બે દિશા અને સન્મુખ એમ સર્વ દિશાથી, યુગમાત્ર નિરીક્ષણથી આયુક્ત એવા સાધુની=સાડા ત્રણ હાથ ભૂમિના નિરીક્ષણમાં ઉપયુક્ત એવા સાધુની, ધીરે-ધીરે વ્યસ્ત પદ વડે જે ગતિ તે ઈર્યાસમિતિ છે. હિત=હિતકારી, મિત=પરિમિત, અસંદિગ્ધ, અનવદ્ય એવા પ્રયોજનથી નિયત બોલવું તે ભાષાસમિતિ છે. અન્ન, પાન, રજોહરણ, પાત્ર, વસ્ત્ર આદિરૂપ ધર્મસાધનો અને આશ્રયના=વસતિના, ઉદ્ગમદોષોનું, ઉત્પાદનદોષોનું અને એષણાદોષોનું વર્જન એષણાસમિતિ છે. રજોહરણ, પાત્ર, વસ્ત્ર આદિનું અને પીઠ-ફલક આદિ આવશ્યક કાર્ય માટે નિરીક્ષણ કરીને અને પ્રમાર્જન કરીને