________________
99
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪| અધ્યાય-૯ | સૂત્ર-૩, ૪ ભાષ્ય :
तपो द्वादशविधं वक्ष्यते (अ०९, सू० १९-२०), तेन संवरो भवति निर्जरा च ।।९/३।। ભાષ્યાર્થ:
તો ...... ર અધ્યાય-૯, સૂત્ર-૧૯-૨૦માં બાર પ્રકારનો તપ કહેવાશે. તેનાથી તપથી, સંવર થાય છે અને નિર્જરા થાય છે. I૯/૩ ભાવાર્થ
આત્મામાં કર્મના આગમનના રોધને અનુકૂળ જીવનો પરિણામ સંવર કહેવાય છે. આત્મામાં બંધાયેલાં કર્મોનું આત્માથી પરિશાટન નિર્જરા કહેવાય છે. તે નિર્જરા બાર પ્રકારના તપથી થાય છે, એમ આગળમાં કહેશે, તે બાર પ્રકારના તપથી આત્મામાં આશ્રવના રોધરૂપ સંવર પણ થાય છે. તેથી બાર પ્રકારના તપનાં બે કાર્ય છેઃ આશ્રવનો નિરોધરૂપ સંવર અને પૂર્વના બંધાયેલા કર્મના નાશરૂપ નિર્જરા. II/II અવતરણિકા :
ત્રાદિ – ૩ વિતા (. ૧, સૂ૦ ૨) – મિરડુવા સંવરો મવતીતિ . તત્ર . गुप्त्यादय इति ?, अत्रोच्यते - અવતરણિકાર્ય -
અહીં તપથી નિર્જરા થાય છે અને સંવર થાય છે એમ કહ્યું ત્યાં, પ્રશ્ન કરે છે – તમારાથી ગુપ્તિ આદિ ઉપાયો વડે સંવર થાય છે એ પ્રમાણે કહેવાયું ત્યાં ગુપ્તિ આદિ શું છે? એ પ્રકારના પ્રશ્નમાં ઉત્તર આપે છે – સૂત્ર -
सम्यग्योगनिग्रहो गुप्तिः ।।९/४।। સૂત્રાર્થ - સમ્યક્ યોગનો નિગ્રહ ગુપ્તિ છે. II/૪
ભાષ્ય :
सम्यगिति विधानतो ज्ञात्वाऽभ्युपेत्य सम्यग्दर्शनपूर्वकं, त्रिविधस्य योगस्य निग्रहो गुप्तिः । कायगुप्तिः, वाग्गुप्तिः, मनोगुप्तिरिति । तत्र शयनासनादाननिक्षेपस्थानचक्रमणेषु कायचेष्टानियमः कायगुप्तिः। याचनपृच्छनप्रश्नव्याकरणेषु वानियमो मौनमेव वा वाग्गुप्तिः । सावद्यसङ्कल्पनिरोधः कुशलसङ्कल्पः कुशलाकुशलसङ्कल्पनिरोध एव वा मनोगुप्तिरिति ।।९/४॥