________________
૪
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૯ | સૂત્ર-૧
Tો નવમા ધ્યાયઃ |
ભાષ્ય :
उक्तो बन्धः । संवरं वक्ष्यामः - ભાષ્યાર્થ:
બંધ કહેવાયો, સંવરને અમે કહીશું –
સૂત્ર:
ગાઢનિરોધઃ સંવરઃ ૧/૧
સૂત્રાર્થ :
આશ્રવનો નિરોધ સંવર છે. II૯/૧II
ભાષ્ય :
यथोक्तस्य काययोगादेर्द्विचत्वारिंशद्विधस्यास्रवस्य निरोधः संवरः ।।९/१।।
ભાષ્યાર્થ
યથો II૯/૧II
સંવર: | યથોક્ત કાયયોગાદિના ૪૨ પ્રકારના આશ્રવનો વિરોધ સંવર છે.
ભાવાર્થ :
છટ્ટા અધ્યાયના પહેલા સૂત્રમાં મન-વચન-કાયાના ત્રણ યોગો બતાવ્યા તથા સૂત્ર-૬માં સાંપરાયિક આશ્રવ બતાવતાં પાંચ અવ્રતો, ચાર કષાય, પાંચ ઇન્દ્રિય અને ૨૫ ક્રિયા બતાવેલ, જે ૪૨ ભેટવાળા આશ્રવો છે. આ કાયયોગાદિ ૪૨ પ્રકારના આશ્રવોનો નિરોધ એ સંવર છે.
આશય એ છે કે સંસારી જીવો સાંપરાયિક આશ્રવવાળા હોય છે, ત્યારે યથાયોગ્ય ૩૯ ભેદોવાળા આશ્રવની પ્રાપ્તિ થાય છે અને મન-વચન-કાયાના યોગની પ્રાપ્તિ થાય છે. તેથી ૪ર ભેદોવાળા આશ્રવની પ્રાપ્તિ થાય છે. જીવમાં જ્યારે વિવેક પ્રગટે છે ત્યારે તે આશ્રવના અવાંતર ભેદો સહિત તે ૪૨ ભેદોનું સૂક્ષ્મ સ્વરૂપ જાણીને તે આશ્રવના નિરોધ માટે જે કોઈ યત્ન કરે છે ત્યારે કંઈક કંઈક અંશથી આશ્રવનો નિરોધ થાય છે, તેટલા અંશમાં તેને સંવરની પ્રાપ્તિ થાય છે. જે કાળે જીવનો મનોયોગ આશ્રવ નિરોધ માટે વ્યાપારવાળો નથી હોતો ત્યારે તેને તે તે આશ્રવની પ્રાપ્તિ થાય છે અને જે જે આશ્રવોનો પૂર્વમાં નિરોધ થયેલો છે તે પણ વર્તમાનના આશ્રવના ઉપયોગથી ફરી પ્રગટ થાય છે. માટે સ્વભૂમિકા અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરીને ઉત્તર-ઉત્તરના આશ્રવના નિરોધ માટે યત્ન કરવો જોઈએ. II૯/૧