________________
ઉ૧
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૮ | સૂત્ર-૫, ૨૬ છે. કાશ્મણવર્ગણાના પુગલો જ કર્મરૂપે બંધાય છે. વળી, જીવપ્રદેશની સાથે એક ક્ષેત્રમાં અવગાઢ રહેલા પુદ્ગલો બંધાય છે, પરંતુ અન્ય આકાશપ્રદેશ ઉપર રહેલા કાર્મણપુગલો બંધાતા નથી અર્થાત્ જે આકાશપ્રદેશ ઉપર જીવના પ્રદેશ છે તે આકાશપ્રદેશથી અન્ય નજીકના કે દૂરના આકાશપ્રદેશ ઉપર રહેલા કાર્મણપુગલો બંધાતા નથી. વળી જે કાર્મણવર્ગણાઓ પોતાના અવગાઢ આકાશપ્રદેશ ઉપર રહેલી છે, તે જ યોગને આશ્રયીને બંધાય છે. જે કાર્મણવર્ગણા ગતિપરિણામવાળી છે તે કાર્મણવર્ગણા ગતિપરિણામને કારણે ગમન કરતા તે આકાશપ્રદેશ ઉપર આવેલ હોય તોપણ તે કામણવર્ગણા બંધાતી નથી. પરંતુ જે કાર્મણવર્ગણા તે આકાશપ્રદેશ ઉપર સ્થિર રહેલ છે તે જ બંધાય છે.
વળી જીવના આત્મપ્રદેશોને સ્પર્શનારા, સર્વ આકાશપ્રદેશમાં રહેલા સર્વ પ્રકૃતિના પુદ્ગલોકજ્ઞાનાવરણીય આદિ અને તેની ઉત્તરપ્રકૃતિરૂપ સર્વ પ્રકૃતિના પુદ્ગલો, સર્વ આત્મપ્રદેશમાં બંધાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે જીવ જેટલા આકાશપ્રદેશને અવગાહીને રહેલો છે ત્યાંના સર્વ આકાશપ્રદેશમાં રહેલા કાર્મણપુદ્ગલો જીવના યોગથી ગ્રહણ થાય છે. જીવ પોતાના અધ્યવસાય અનુસાર જે જે મૂળપ્રકૃતિઓ અને તેની ઉત્તરપ્રકૃતિઓ વર્તમાન સમયમાં બાંધે છે તે સર્વ પ્રકૃતિઓ “કોઈ એક આત્મપ્રદેશમાં કોઈ એક પ્રકૃતિ બંધાય છે, તો અન્ય કોઈ આત્મપ્રદેશોમાં અન્ય પ્રકૃતિઓ બંધાય છે.” તેવો નિયમ નથી; પરંતુ જે કોઈ પ્રકૃતિઓ બંધાય છે તે સર્વ પ્રકૃતિના દળિયા સર્વ આત્મપ્રદેશોમાં પ્રાપ્ત થાય છે.
વળી જીવના જેટલા આત્મપ્રદેશો છે તેમાંથી એક એક આત્મપ્રદેશ અનંતા કર્મપ્રદેશોથી બદ્ધ છે. તેથી એ પ્રાપ્ત થાય કે આત્માના અસંખ્યાત પ્રદેશો છે, જે ચૌદ રાજલોકના આકાશપ્રદેશો તુલ્ય છે. તેવા પણ આત્માએ વર્તમાનના દેહ પ્રમાણ આકાશમાં અવગાહન કરેલ હોવાથી તેના ઘણા આત્મપ્રદેશો એક એક આકાશપ્રદેશ ઉપર અવગાહન કરી રહેલા છે. તેથી દેહ પ્રમાણ આકાશપ્રદેશોમાંથી દરેક આકાશપ્રદેશ ઉપર જીવના અસંખ્યાત આત્મપ્રદેશો રહેલા છે. તેમાંથી દરેક આત્મપ્રદેશો ઉપર અનંત કર્મપ્રદેશો બંધાયેલા છે. આઠ રુચકપ્રદેશને છોડીને સર્વ આત્મપ્રદેશો કર્મથી અત્યંત વ્યાપ્ત છે. વળી જીવ પોતાના વ્યાપારથી જે કાર્મણપુદ્ગલો ગ્રહણ કરે છે તે અનંતાનંત પ્રદેશવાળા ગ્રહણયોગ્ય કર્મયુગલોને ગ્રહણ કરે છે, પરંતુ સંખ્યાત, અસંખ્યાત કે અનંત પ્રદેશવાળા પુદ્ગલોને ગ્રહણ કરતો નથી; કેમ કે તે પ્રદેશોનું કર્મરૂપે અગ્રહણયોગ્યપણું છે. અર્થાત્ જે કંધો સંખ્યાત, અસંખ્યાત કે અનંત પરમાણુના બનેલા છે તે જીવથી ગ્રહણયોગ્ય નથી. આ પ્રકારનો જે અનંત પ્રદેશોના સમૂહરૂપ કર્મબંધ થાય છે તે પ્રદેશબંધ છે. ll૮/રપા.
અવતરણિકા :
सर्वं चैतदष्टविधं कर्म पुण्यं पापं च, तत्र - અવતરણિકાર્ય :
અને સર્વ આ આઠ પ્રકારનું કર્મ પુણ્ય અને પાપ છે. ત્યાં=પુણ્ય અને પાપમાં, પુણ્ય બતાવે છે –