________________
પ૯
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૮ | સૂત્ર-૨પ ભાવાર્થ
અનુભાવબંધ કહેવાયો. હવે પ્રદેશબંધને અમે કહીએ છીએ – સૂત્ર -
नामप्रत्ययाः सर्वतो योगविशेषात् सूक्ष्मैकक्षेत्रावगाढस्थिताः सर्वात्मप्रदेशेषु अनन्तानन्तप्रदेशाः ।।८/२५।। સૂત્રાર્થ :
નામપ્રત્યયવાળા=કાર્મણશરીરનામકર્મ કારણવાળા, (પુગલો બંધાય છે,) સર્વથી બંધાય છેઃછએ દિશામાંથી બંધાય છે, યોગવિશેષથી બંધાય છે મન-વચન-કાયાના યોગોથી બંધાય છે, સૂમ, એક ક્ષેત્ર અવગાઢ અને સ્થિત પગલો બંધાય છે, સર્વ આત્મપ્રદેશોમાં બંધાય છે, અનંતાનંત પ્રદેશવાળા કાર્મણપુગલો બંધાય છે, તે પ્રદેશબંધ છે. ll૮/રપી ભાષ્ય :
नामप्रत्ययाः पुद्गलाः बध्यन्ते । नाम प्रत्यय एषां ते इमे नामप्रत्ययाः । नामनिमित्ता नामहेतुका नामकारणा इत्यर्थः । सर्वतस्तिर्यगूर्ध्वमधश्च बध्यन्ते । योगविशेषात् कायवाङ्मनःकर्मयोगविशेषाच्च बध्यन्ते । सूक्ष्मा बध्यन्ते, न बादराः । एकक्षेत्रावगोढा बध्यन्ते, न क्षेत्रान्तरावगाढाः । स्थिताश्च बध्यन्ते, न गतिसमापन्नाः । सर्वात्मप्रदेशेषु सर्वप्रकृतिपुद्गलाः सर्वात्मप्रदेशेषु बध्यन्ते । एकैको ह्यात्मप्रदेशोऽनन्तैः कर्मप्रदेशैर्बद्धः । अनन्तानन्तप्रदेशाः कर्मग्रहणयोग्याः पुद्गला बध्यन्ते । न तु (?) सङ्ख्येयासङ्ख्येयानन्तप्रदेशाः । कुतः ? अग्रहणयोग्यत्वात् प्रदेशानामिति । एष प्रदेशबन्धो भवति ।।८/२५।। ભાષ્યાર્થ:
નામપ્રત્યયઃ .... ભવતિ | રામપ્રત્યયવાળા પુદ્ગલો બંધાય છે. નામપ્રત્યય છે જેઓને, તે આ નામપ્રત્યયવાળા છે=નામનિમિત્તવાળા છે=જામહેતુવાળા છેઃનામકરણવાળા છે=કામણશરીરનામકર્મના કારણવાળા બધ્યમાન પુદ્ગલો છે, એ પ્રમાણે અર્થ છે. વળી તે સર્વથી–તિર્યમ્, ઊર્ધ્વ અને અધો સર્વ દિશાથી બંધાય છે=તિર્યમ્ ચાર દિશા, ચાર વિદિશા, ઊર્ધ્વ અને અધો એમ દશ દિશાથી કર્મો બંધાય છે.
શેના કારણે બંધાય છે ? તેથી કહે છે – યોગવિશેષથી બંધાય છે =કાયકર્મયોગ, વાકર્મયોગ અને મકર્મયોગ વિશેષથી બંધાય છે. અહીં 'કાર સર્વથી અને યોગવિશેષથી બંધાય છે એવા સમુચ્ચય માટે છે. વળી જે કર્મો બંધાય છે તે