________________
પ૭
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૮ | સૂત્ર-૨૨, ૨૩, ૨૪ મહાત્મા બંધાયેલી દીર્ઘ સ્થિતિવાળી કર્મરૂપી લતાને તત્ત્વ તરફના સન્મુખ થયેલા ભાવને કારણે અલ્પ સ્થિતિવાળી અને અલ્પરસવાળી કરે છે ત્યારે સત્તામાં રહેલ સર્વ પ્રકૃતિઓ અપવર્તન પામીને અન્યથા પ્રકારે ઉદયમાં આવે છે. ll૮/રશા સૂત્ર :
स यथा नाम ।।८/२३।। સૂત્રાર્થ :
તે=વિપાક, નામ અનુસાર છે=જે પ્રકૃતિનું જે નામ છે તે અનુસાર તેનો વિપાક છે. II૮/૨૩ ભાષ્ય –
सोऽनुभावो गतिनामादीनां यथा नाम तथा विपच्यते ।।८/२३।। ભાષ્યાર્થ :
સોડનુમાવો .......... વિપતે . તે=અનુભાવ=પ્રકૃતિનું કાર્ય, ગતિનામકર્મ આદિનું જે પ્રમાણે નામ છે, તે પ્રમાણે વિપાકને પામે છે. ll૮/૨૩ાા ભાવાર્થ :
શાસ્ત્રમાં જે જે કર્મપ્રકૃતિઓ છે તે તે પ્રકૃતિઓનાં જે જે નામો આપ્યાં છે તે સર્વ નામો તે પ્રકૃતિઓના કાર્યને સામે રાખીને જ અપાયાં છે. આથી જ જ્ઞાનને આવરણ કરે તેવી જે પ્રકૃતિ તેને જ્ઞાનાવરણ કહેવાય છે. જ્ઞાનાવરણીયકર્મની ઉત્તરપ્રકૃતિમાં પણ આત્માનું જે મતિજ્ઞાન છે તેનું જે આવરણ કરે તેને મતિજ્ઞાનાવરણ કહેવાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે જે પ્રકૃતિનું જે નામ છે તે નામને અનુરૂપ જ તે પ્રકૃતિ વિપાકમાં આવે છે અર્થાત્ તે પ્રકારના કાર્યને કરે છે.
સૂત્રાનુસાર જ્ઞાનાવરણાદિ જે પ્રકૃતિનાં જે નામો છે તે નામાનુસાર તે પ્રકૃતિનો વિપાક છે, તે બતાવવા માટે ભાષ્યકારશ્રીએ જ્ઞાનાવરણાદિનું યથાનામ વિપાક છે તેમ કહેવું જોઈએ; તેને બદલે ગતિનામાદિનો જે યથાનામ વિપાક છે તે અનુભાવ છે તેમ કહ્યું, તેથી એ પ્રાપ્ત થાય કે જીવ ગતિનામકર્મને કારણે શરીરધારી થાય છે, તેવા જીવોમાં જ અન્ય સર્વકર્મોનો વિપાક થાય છે; પરંતુ શરીર વગરના આત્મામાં કોઈ કર્મનો વિપાક થતો નથી, તે બતાવવા અર્થે નામકર્મને પ્રધાન કરીને અહીં કહેલ છે કે ગતિનામ આદિનું જે પ્રમાણે નામ છે, તે પ્રકારે જ વિપાક છે. તેથી અર્થથી સર્વ પ્રકૃતિઓમાં જે નામ છે તે પ્રકારે વિપાક છે તેમ પ્રાપ્ત થાય છે. I૮/૨૩ાા
સૂત્ર :
ततश्च निर्जरा ।।८/२४।।