________________
પક
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૮ | સૂત્ર-૨૨ અને ચારિત્રમોહનીય મોહનીયની ઉત્તરપ્રકૃતિ હોવાથી પરસ્પર સંક્રમણ થવું જોઈએ, છતાં પણ જાયંતરના અનુસરણ કરે એવા વિપાકના નિમિત્ત દર્શનમોહનીય, ચારિત્રમોહનીય છે, તેથી તે બન્ને અન્ય જાતીય જ છે, માટે તે બન્નેમાં સંક્રમણ થતું નથી. જેમ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય અન્યજાતીય પ્રકૃતિ હોવાથી તે બેમાં સંક્રમણ થતું નથી, તેમ દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયની પ્રકૃતિઓ પણ જાત્યંતર પ્રકૃતિ સદશ જ વિપાકનું કારણ હોવાને કારણે અન્ય જાતીય શાસ્ત્રકારો સ્વીકારે છે, માટે સંક્રમણ થતું નથી.
વળી ચાર આયુષ્યનું પણ પરસ્પર સંક્રમણ થતું નથી; કેમ કે જાત્યંતર અનુબંધ દ્વારા વિપાકનું નિમિત્ત ચારે આયુષ્ય છે. તેથી તે ચારે આયુષ્યમાં અન્ય જાતીયપણું છે, માટે તેમાં સંક્રમણ થતું નથી.
વળી દર્શનમોહનીયની પ્રકૃતિઓ ત્રણ છે : સમ્યક્વમોહનીય, મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીય. આ ત્રણે પ્રકૃતિઓ જોકે સંક્રમણ પામે છે અર્થાત્ જીવ મિથ્યાત્વ અવસ્થામાં હોય ત્યારે સત્તામાં રહેલ મિશ્રમોહનીય અને સમ્યક્વમોહનીય મિથ્યાત્વરૂપે સંક્રમણ પામે છે અને સમ્યક્ત અવસ્થામાં હોય ત્યારે સત્તામાં રહેલ મિશ્રમોહનીય અને મિથ્યાત્વમોહનીય સમ્યક્તરૂપે સંક્રમણ પામે છે; પરંતુ સમ્યગુમિથ્યાત્વવેદનીય ત્રીજા ગુણસ્થાનકમાં ઉદયરૂપે વર્તે છે ત્યારે સમ્યગુમિથ્યાત્વવેદનીયનો મિથ્યાત્વમાં કે સમ્યક્વમોહનીયમાં સંક્રમ થતો નથી; કેમ કે સમ્યગૃમિથ્યાત્વવેદનીય જ્યારે વેદન થતું હોય ત્યારે જાત્યંતર અનુબંધના વિપાકનું નિમિત્ત હોવાથી અન્ય જાતીય છે અર્થાત્ સમ્યક્વમોહનીય અને મિથ્યાત્વમોહનીય કરતાં જાત્યંતરના અનુબંધના વિપાકનું નિમિત્ત સમ્યગુમિથ્યાત્વવેદનીયરૂપ મિશ્રમોહનીય છે. ત્રીજા ગુણસ્થાનકમાં વર્તતું મિશ્રમોહનીય અન્ય જાતીય છે અર્થાત્ મિથ્યાત્વમોહનીય અને સમ્યક્વમોહનીય કરતાં અન્ય જાતીય છે. તેથી સમ્યગુમિથ્યાત્વવેદનીયનો સંક્રમ થતો નથી.
જેમ મતિજ્ઞાનના ઉદયનું વેદન વર્તતું હોય ત્યારે પણ મતિજ્ઞાનાવરણીયકર્મ શ્રુતજ્ઞાનાવરણીયકર્મ આદિમાં સંક્રમણ પામે છે; કેમ કે અન્ય જાતીય નથી. જ્યારે મિશ્રગુણસ્થાનકમાં વેદન થતું સમ્યગૃમિથ્યાત્વ, મતિજ્ઞાનની જેમ સજાતીય એવી સમ્યક્વમોહનીય અને મિથ્યાત્વમોહનીયમાં સંક્રમણ પામતું નથી; કેમ કે તે વખતે મિશ્રમોહનીય અન્યજાતીય છે.
આ રીતે બંધાયેલી કેટલીક પ્રકૃતિ જે પ્રકારે બંધાયેલી હોય તે પ્રકારે વિપાક ફલ આપે છે અને કેટલીક પ્રકૃતિ સંક્રમણ પામીને બંધાયેલ કરતાં અન્ય પ્રકારે વિપાક બતાવે છે, તે અત્યાર સુધી બતાવ્યું. વળી કર્મપ્રકૃતિઓમાં રસ અને સ્થિતિનું અપવર્તન થાય છે જેના કારણે પણ તે પ્રકૃતિ જે પ્રકારે બંધાયેલી હોય તેનાથી અન્ય પ્રકારે વિપાકમાં આવે છે. જેમ કોઈ પ્રકૃતિ ઘણા રસવાળી બંધાયેલી હોય અને તે પ્રકારે વિપાકમાં આવે તો તેનું ફળ અતિ તીવ્ર પ્રાપ્ત થાય, પરંતુ તેના ઉદયકાળની પ્રાપ્તિ પૂર્વે જ કોઈક અધ્યવસાયના નિમિત્તે તેના રસનું અપવર્તન થાય તો તે કર્મ મંદ અનુભાવપૂર્વક વિપાકમાં આવે છે. તેથી અપવર્તનાથી પણ તે પ્રકૃતિનો અન્યથા વિપાક પ્રાપ્ત થાય છે. આ અપવર્તન સર્વ પ્રકૃતિઓમાં થાય છે. તેથી જે પ્રકૃતિઓ જે રસથી બંધાયેલી હોય તેના કરતાં મંદ રસ થઈને આવે અને જે સ્થિતિવાળી બંધાયેલી હોય તે સ્થિતિ અલ્પ થઈને આવે ત્યારે તેનો અન્યથા વિપાક પ્રાપ્ત થાય છે. આથી જ યોગમાર્ગમાં પ્રવૃત્ત