________________
પ૪
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૮ | સૂત્ર-૨૨ વિપાક શબ્દની વ્યુત્પત્તિ બતાવે છે –
વિવિધ પાક વિપાક છે અનેક પ્રકારનું ફળ તે વિપાક છે. અને તે=વિપાક, તથા છે=જે પ્રકારે બંધ વખતે કર્મમાં શક્તિ પ્રગટ થયેલી તે શક્તિ અનુરૂપ જ ફળ છે તેથી તે વિપાક તથા છે, અને અન્યથા છે=બાંધતી વખતે જે કર્મમાં જે પ્રકારની શક્તિ ઉત્પન્ન થયેલી તેનાથી અન્ય પ્રકારે વિપાક છે. કઈ રીતે અન્ય પ્રકારનો વિપાક છે ? તેને સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
જીવ કર્મવિપાકને અનુભવતો કોઈ ચોક્કસ કર્મના ફળને અનુભવતો, કર્મ પ્રત્યય જsઉદયમાન એવા કર્મપ્રત્યય જ, અનાભોગ વીર્યપૂર્વક કર્મનું સંક્રમણ કરે છે. તે સંક્રમણ અન્યથા વિપાક છે, એમ અવય છે.
તે સંક્રમણ શેમાં થાય છે ? તે સ્પષ્ટ કરે છે – મૂળપ્રકૃતિથી અભિન્ન એવી સર્વ ઉત્તરપ્રકૃતિમાં થાય છે; પરંતુ મૂળ પ્રકૃતિમાં સંક્રમણ થતું નથી; કેમ કે બંધનિમિત્તથી અને વિપાકવિમિત્તથી અત્યજાતિપણું છે=મૂળ પ્રકૃતિઓનું અચજાતિપણું છે. વળી ઉત્તર પ્રવૃતિઓમાં દર્શનચારિત્ર-મોહનીય=દર્શનમોહનીયનું અને ચારિત્રમોહનીયતું, (તથા) સમ્યમિથ્યાત્વવેદનીયનું અને આયુષ્કનું સંક્રમણ થતું નથી; કેમ કે જાત્યંતરના અનુબંધના વિપાકનું નિમિત્તપણું હોવાથી અન્ય જાતીયપણું જ છે. વળી સર્વ પ્રકૃતિઓમાં અપવર્તન થાય છે. અને તે આયુષ્કથી=અધ્યાય-૨, સૂત્ર-પ૨માં બતાવેલ આયુષ્યતા અપવર્તનના પ્રસંગથી, વ્યાખ્યાત છે. I૮/૨૨I
ભાવાર્થ :
જીવ જ્યારે કર્મ બાંધે છે ત્યારે જીવના અધ્યવસાયના નિમિત્તને પામીને બંધાતાં કર્મોમાં જ્ઞાનને આવરવાની શક્તિ ઉત્પન્ન થાય છે, દર્શનને આવરવાની શક્તિ ઉત્પન્ન થાય છે કે અન્ય કોઈ પ્રકારની આવરણશક્તિ ઉત્પન્ન થાય છે અથવા અન્ય કોઈ પ્રકારનાં કાર્ય કરવાની શક્તિ ઉત્પન્ન થાય છે, તે વિપાકને અનુકૂળ બંધ છે. બંધાયેલું એવું તે કર્મ વિપાકમાં આવે છે તે અનુભાવ છે.
પ્રસ્તુત સૂત્રમાં સર્વ પ્રકૃતિઓનું જે ફળ છે તે વિપાકોદય છે, તે અનુભાવ છે એમ કહેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે જ્ઞાનાવરણ આદિ પ્રકૃતિઓ જે જે પ્રકારનાં ફળ આપે છે તે વિપાક છે; આ વિપાક જ અનુભાવ છે. બંધાયેલી કર્મની પ્રકૃતિઓનો વિવિધ પાક=જુદા જુદા પ્રકારનું ફળ, તે વિપાક છે. તે વિપાક જે રીતે પ્રકૃતિ બંધાયેલ હોય તે પ્રકારે જ ફળ આપે ત્યારે તે પ્રકારે તેનો વિપાક છે તેમ કહેવાય. કેટલીક વખત કર્મપ્રકૃતિ જે પ્રકારે બંધાયેલી હોય તેના કરતાં અન્ય પ્રકારે ફળ આપે છે. તેથી તે પ્રકૃતિનો વિપાક અન્ય પ્રકારે છે, તેમ કહેવાય છે. કઈ રીતે બંધાયેલી પ્રકૃતિ અન્ય પ્રકારે વિપાક આપે છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – જીવ કોઈક ઉદયમાન કર્મના વિપાકને અનુભવતો, તે કર્મના પ્રત્યયને કારણે જ તે ઉદયમાન કર્મના