________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૮ | સૂત્ર-૧૫, ૧૬ અદ્વૈષવાળા હોય છે. તેથી ગુણોને કાંઈક અભિમુખ ભાવ હોવાથી તેઓમાં ઉત્કૃષ્ટ સંક્લેશ કરવાની શક્તિનો અભાવ પ્રાપ્ત થાય છે.
વળી એકેન્દ્રિયાદિ કેટલાક જીવો રસનેન્દ્રિય આદિ ઇન્દ્રિયના અભાવને કારણે અને મનની શક્તિ અત્યંત અલ્પ હોવાને કારણે અત્યંત સંક્લેશ કરતા નથી, તેથી તેમને ઉત્કૃષ્ટ કર્મસ્થિતિનો બંધ થતો નથી. તેમાં પણ એકેન્દ્રિયના જીવો તો એક સાગરોપમ સ્થિતિથી અધિક કર્મસ્થિતિ પણ બાંધતા નથી
તત્ત્વને સન્મુખ જેઓની ચેતના લેશ પણ થઈ નથી તેવા જીવોમાં ઉત્કૃષ્ટ સંક્લેશની યોગ્યતા પડી છે. આવા જીવો નિમિત્તને પામીને ઉત્કૃષ્ટ સંક્લેશ કરે છે ત્યારે જ્ઞાનાવરણીય આદિ ચાર પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે. I૮/૧પ
સૂત્રઃ
સપ્તતિદનીયસ્થ ૮/ડ્યા સૂત્રાર્થ :
મોહનીયની ૭૦ કોટાકોટી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. II૮/૧૬ ભાષ્ય :
मोहनीयस्य कर्मप्रकृतेः सप्ततिसागरोपमकोटीकोट्यः परा स्थितिः ।।४/१६।। ભાષ્યાર્થ :
મોદનીયા .. સ્થિતિઃ | મોહનીય કર્મપ્રકૃતિની ૭૦ કોટાકોટી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. li૮/૧૬il ભાવાર્થ :
જીવમાં જેટલો સંક્લેશનો પરિણામ અધિક તેટલો મોહનો પરિણામ અધિક. સંસારી જીવોને ચરમાવર્તની પ્રાપ્તિ પૂર્વે સંક્લેશનો પરિણામ અત્યંત હોય છે. તેથી તે વખતે કોઈક નિમિત્તને પામીને તે સંક્લેશનો પરિણામ ઉપયોગરૂપે અત્યંત થાય છે ત્યારે ૭૦ કોટાકોટી સાગરોપમની સ્થિતિ બંધાય છે. આથી તીવ્ર સંક્લેશવાળા જીવો ક્યારેક અતિક્રોધને વશ હોય ત્યારે ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે તો વળી ક્યારેક લોભને વશ હોય ત્યારે પણ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે. તેથી કોઈપણ કષાયમાં તીવ્ર ઉપયોગ વર્તતો હોય તો તે ઉપયોગના બળથી સંક્લેશનો પરિણામ અતિશયિત થાય છે. જેના કારણે મોહનીયકર્મપ્રકૃતિની ૭૦ કોટાકોટી સાગરોપમ સ્થિતિ બંધાય છે. જેઓએ કંઈક અંશથી સંસાર નિર્ગુણ જાણ્યો છે તેવા જીવોને કોઈક નિમિત્તને પામીને કષાયનો ઉદ્રક થાય તોપણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધને અનુકૂળ સંક્લેશ થતો નથી. જેમ જેમ મોહનીયકર્મની સ્થિતિ અધિક-અધિક થાય છે તેમ તેમ જીવ ગુણને વિમુખ થાય છે. જેમ જેમ મોહનીયકર્મની સ્થિતિ