________________
૪૮
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૮| સૂત્ર-૧૫ ભાષ્ય :
૩: પ્રવૃત્તિવઃ સ્થિતિવર્ધા વસ્થાને – ભાષ્યાર્થ -
પ્રકૃતિ બંધ કહેવાયો, સ્થિતિબંધને અમે કહીએ છીએ – સૂત્રઃ
आदितस्तिसृणामन्तरायस्य च त्रिंशत् सागरोपमकोटीकोट्यः परा स्थितिः ૮/૨ સૂત્રાર્થ :
આદિથી ત્રણ પ્રકૃતિઓની અને અંતરાયની ૩૦ કોટાકોટી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. I૮/૧૫
ભાગ -
आदितस्तिसृणां कर्मप्रकृतीनां ज्ञानावरणदर्शनावरणवेद्यानां, अन्तरायप्रकृतेश्च त्रिंशत् सागरोपमकोटीकोट्यः परा स्थितिः ।।८/१५।। ભાષ્યાર્થ -
માહિસ્તિસ્કૃvi સ્થિતિઃ | આદિથી ત્રણ કર્મપ્રકૃતિઓની=જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીયની, અને અંતરાય કર્મપ્રકૃતિની ત્રીસ કોટાકોટિ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. II૮/૧પા. ભાવાર્થ
જે જીવોને પંચેન્દ્રિયપણું મળ્યું હોય તેમને નિમિત્તને પામીને ઉત્કૃષ્ટ સંક્લેશ થાય છે ત્યારે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને અંતરાય એ ચાર કર્મપ્રકૃતિઓ ઉત્કૃષ્ટથી ત્રીસ કોટાકોટિ સાગરોપમની સ્થિતિ બંધાય છે. જેટલી કર્મની સ્થિતિ વધારે એટલી જીવમાં મલિનતાની અધિક પ્રાપ્તિ થાય છે. આથી જ જે જીવો ઉત્કૃષ્ટ સંક્લેશ કરે તેવા છે તે જીવોમાં ઉત્કૃષ્ટ સંક્લેશ અકાળમાં ઉત્કૃષ્ટ સંક્લેશ નહીં હોવા છતાં ઉત્કૃષ્ટ સંક્લેશ કરવાની યોગ્યતા વિદ્યમાન છે. એવા જીવો નિમિત્તને પામીને ઉત્કૃષ્ટ સંક્લેશ કરે છે, જે ક્યારેક ક્રોધકષાયરૂપ હોય, ક્યારેક માનકષાયરૂપ હોય, ક્યારેક માયાકષાયરૂપ હોય, તો ક્યારેક લોભકષાય-રૂપ પણ હોય; આથી જ ઉત્કૃષ્ટ લોભના સંક્લેશને કારણે મમ્મણ શેઠને સાતમી નરકની પ્રાપ્તિ થઈ.
જેઓને વર્તમાનમાં ઉત્કૃષ્ટ સંક્લેશ વર્તતો નથી અને સામગ્રીને પામીને સંક્લેશ વગરની એવી સિદ્ધઅવસ્થાને કાંઈક સન્મુખ થયા છે તેવા જીવોને ઉત્કૃષ્ટ સંક્લેશ પ્રાપ્ત થતો નથી. આવા જીવો ગુણો પ્રત્યેના