________________
૪૬
તત્ત્વાદિગમસુત્ર ભાગ-૪ | અધ્યાય-૮ | સૂત્ર-૧૪
બાંધેલ દાનાંતરાયકર્મના ઉદયને કારણે દાન આપવાના ઉત્સાહમાં તે કર્મ વિદ્ધ કરે છે. તેથી દાન આપવાનો પરિણામ હોવા છતાં જીવને દાન આપવાનો ઉત્સાહ થતો નથી.
આનાથી એ પ્રાપ્ત થાય કે કોઈ જીવ પાસે ધન ન હોય તો દાન ન પણ આપે, છતાં જેનું ચિત્ત તત્ત્વથી ભાવિત છે અર્થાત્ ગુણવાનના ગુણોને જોઈને તેમને દાન આપીને આત્મહિત સાધવાની ઇચ્છા છે, પરંતુ સામગ્રીના અભાવને કારણે દાનની ક્રિયા થતી નથી તોપણ અંતરંગ પરિણામ દાન આપવાને અનુકૂળ અલિત પ્રવર્તતો હોય તો દાનાંતરાયકર્મનો ઉદય નથી. આથી જ જીર્ણ શેઠ ભગવાનને દાન આપવા માટે અત્યંત સન્મુખ પરિણામવાળા છે, તેથી દાન લેનાર પાત્રના અભાવને કારણે દાનની ક્રિયા નહીં હોવા છતાં ભગવાનને દાન આપવાના અધ્યવસાયથી વિશુદ્ધ કોટિના દાનધર્મને સેવીને ગુણસ્થાનકની વૃદ્ધિને પ્રાપ્ત કરે છે.
વળી કેટલાક જીવોને અન્ય પ્રકારનો દાનાંતરાયનો ઉદય હોય છે, જેથી ગુણવાનને જોઈને દાન આપવાનો પરિણામ થયો હોય, પોતાની પાસે સામગ્રી વિદ્યમાન હોય તેમ છતાં ઘરની અન્ય વ્યક્તિઓની તેવા પ્રકારની વિપરીત પ્રકૃતિને કારણે દાન કરવાના ઉત્સાહનો ભંગ થાય છે, તે દાનાંતરાયકર્મ છે.
દાનાંતરાયનો ક્ષયોપશમ વિવેકપૂર્વકનો હોય તો ગુણવૃદ્ધિનું કારણ બને છે અને મોહથી યુક્ત હોય તો અવિવેકપૂર્વક દાન કરીને મોહધારાની વૃદ્ધિ પણ કરે છે. કોઈ એક કર્મનો ક્ષયોપશમ અન્ય કર્મના ઉદયથી આક્રાન્ત બને ત્યારે વિપરીત ફળવાળો પણ બને છે. આથી જ દાનાંતરાયના ક્ષયોપશમવાળા ઉદાર પ્રકૃતિવાળા જીવો પણ અવિવેકવાળી અવસ્થામાં યથા-તથા દાન કરીને મોહધારાની વૃદ્ધિ કરે છે. વળી જે જીવો અજ્ઞાનને કારણે દાન સંબંધી વિપરીત પ્રવૃત્તિ કરવા છતાં તેના પ્રત્યે બદ્ધ રાગવાળા ન હોય તો ઉચિત વિવેકની સામગ્રી પ્રાપ્ત થાય તો નિર્વર્તન પામે તેવા હોય છે. આવા જીવો ભદ્રક પ્રકૃતિથી જે કાંઈ દાનની ક્રિયા કરે છે તેમાં દયાનો પરિણામ હોય તો તે પરિણામને અનુરૂપ દાનના ઉત્તમફળને મેળવે છે. (૨) લાભાંતરાયકર્મ -
ધનાદિ બાહ્ય પદાર્થોની પ્રાપ્તિનો અર્થી જીવ તેની પ્રાપ્તિ માટેના ઉચિત ઉપાયને જાણીને ધનાદિ પ્રાપ્ત થાય તે રીતે જ યત્ન કરતો હોય તે છતાં દ્રવ્ય-ક્ષેત્ર આદિની વિષમતાને કારણે તેનો પ્રયત્ન નિષ્ફળ જાય ત્યારે લાભાંતરાયના ઉદયને કારણે તેને તે પ્રયત્નનું ફળ પ્રાપ્ત થતું નથી. વળી કોઈ અવિવેકવાળો જીવ યથાતથા પ્રયત્ન કરે અને ફળ પ્રાપ્ત ન થાય ત્યારે લાભાંતરાયનો ઉદય વિદ્યમાન છે, છતાં સમ્યગુ પ્રયત્નથી ક્ષયોપશમભાવને પામે તેવો લાભાંતરાયનો ઉદય હતો અને સમ્યગુ પ્રયત્નના અભાવને કારણે લાભાંતરાયનો ઉદય લાભની પ્રાપ્તિ થવામાં વિજ્ઞભૂત બને છે.
વળી કેટલાક જીવો સમ્યગુ પ્રયત્ન કરતા હોવા છતાં ઉત્કટ લાભાંતરાયનો ઉદય હોય તો નિષ્ફળતાને પ્રાપ્ત કરે છે. જેમ ઢંઢણ ઋષિ સંયમના કંડકોમાં વર્તતા હતા; આ સંયમનો પરિણામ જ ભૂતકાળના લાભાંતરાયના ક્ષયોપશમનું પ્રબળ કારણ છે. પરંતુ ભાવચારિત્રના પરિણામને સ્પર્શનારા ઢંઢણઋષિને