________________
૪૫
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૮/ સૂત્ર-૧૩, ૧૪ અધ્યવસાયથી બંધાયેલા ઉચ્ચગોત્રની તરતમતાને આધીન છે. તેથી મદસ્થાન આદિનો ત્યાગ કરીને સતત ગુણવાનના ગુણોના સ્મરણપૂર્વક તેમના પ્રત્યે નમ્રતા કેળવીને માર્દવભાવમાં ઉદ્યમ કરવો જોઈએ. જેથી ઉચ્ચગોત્રની પ્રાપ્તિ દ્વારા સર્વકલ્યાણની પરંપરાની પ્રાપ્તિ થાય.
વળી નીચગોત્રને અનુકૂળ એવા માન આદિ કષાયો જીવનમાં થયા હોય તેની નિંદા આદિ કરીને તેનાથી બંધાયેલા નીચગોત્રના નાશ માટે સતત ઉદ્યમ કરવો જોઈએ, અન્યથા નીચગોત્રના બંધને કારણે ચંડાલાદિ કે હિંસકાદિ ફળોની પ્રાપ્તિ દ્વારા અનર્થની પરંપરાની પ્રાપ્તિ થાય. તેથી અનાભોગાદિથી પણ મદાદિ થયેલા હોય કે ઉત્તમપુરુષોની આશાતના થયેલી હોય તો તેની નિંદા-ગહ કરીને શુદ્ધિ કરવી જોઈએ, જેથી નીચગોત્રની પ્રાપ્તિ દ્વારા અનર્થની પરંપરાની પ્રાપ્તિ ન થાય. l૮/૧૩ અવતરણિકા :હવે ક્રમ પ્રાપ્ત અંતરાયકર્મનું સ્વરૂપ બતાવે છે –
સૂત્ર :
दानादीनाम् ।।८/१४।।
સૂત્રાર્થ :દાનાદિનો અંતરાય છે. II૮/૧૪ll
ભાષ્ય :
अन्तरायः पञ्चविधः । तद्यथा - दानस्यान्तरायः, लाभस्यान्तरायः, भोगस्यान्तरायः, उपभोगस्यान्तरायः, वीर्यस्यान्तराय इति ।।८/१४ ।। ભાષ્યાર્થ :
સત્તરાયઃ .... તિ | અંતરાય પાંચ પ્રકારના છે. તે આ પ્રમાણે – દાનનો અંતરાય, લાભનો અંતરાય, ભોગનો અંતરાય, ઉપભોગનો અંતરાય, વીર્યનો અંતરાય.
તિ' શબ્દ અંતરાયના પાંચ પ્રકારની પરિસમાપ્તિ અર્થે છે. II૮/૧૪ ભાવાર્થ
અંતરાય એટલે તે વસ્તુની પ્રાપ્તિમાં વિપ્ન કે તે કૃત્ય કરવામાં વિM. (૧) દાનાંતરાયકર્મ :
દાનાંતરાયકર્મ દાન આપવાની ક્રિયામાં જીવને વિન કરે છે. કોઈ વ્યક્તિ પાસે પોતાની આજીવિકાથી અધિક ધનની પ્રાપ્તિ હોય અને દર્શનમોહનીયકર્મનો ક્ષયોપશમ થયેલ હોવાથી બોધ હોય કે ઉત્તમપાત્રની ભક્તિમાં જ મારા ધનનું સાફલ્ય છે. તેથી ગુણવાનને જોઈને ભક્તિ કરવાનો અધ્યવસાય થવા છતાં પૂર્વમાં