________________
૫૦
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૮ | સૂત્ર-૧૬, ૧૭, ૧૮ અલ્પ-અલ્પતર થાય છે તેમ તેમ જીવ ગુણને અભિમુખ થાય છે અને સંસારના વાસ્તવિક સ્વરૂપના ભાવનથી મોહનીયકર્મપ્રકૃતિની સ્થિતિ અલ્પ-અલ્પતર થાય છે. ll૮/૧ાા સૂત્ર :
नामगोत्रयोविंशतिः ।।८/१७।। સૂત્રાર્થ -
નામગોત્રની ૨૦ કોટાકોટી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ૮/૧૭ના ભાષ્ય :
नामगोत्रप्रकृत्योविंशतिः सागरोपमकोटीकोट्यः परा स्थितिः ।।८/१७।। ભાષ્યાર્થ
નામનોત્રકોર્વિત્તિઃ .... સ્થિતિઃ || નામકર્મ અને ગોત્રકર્મરૂપ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કોટાકોટી સાગરોપમ છે. II૮/૧ણા. ભાવાર્થ :
જીવ જ્યારે અતિ સંક્લિષ્ટ પરિણામમાં વર્તે છે ત્યારે નામકર્મ અને ગોત્રકર્મની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે. આ વખતે તેને અવશ્ય અશુભનામકર્મ અને નીચગોત્ર જ બંધાય છે, જેથી અત્યંત કદર્થના કરનારા ભવોની પ્રાપ્તિ થાય છે. જેમ જેમ અધ્યવસાયમાં સંક્લેશનો અતિશય ભાવ તેમ તેમ નામકર્મ અને ગોત્રકર્મની અધિક સ્થિતિ બંધાય છે. ઉત્કૃષ્ટ ૨૦ કોટાકોટિ સાગરોપમની સ્થિતિના બંધકાળમાં ઉત્કૃષ્ટ સંક્લેશ વર્તે છે, તેથી નામકર્મ અને ગોત્રકર્મ અશુભ જ બંધાય છે. શુભગોત્રકમ ઉત્કૃષ્ટથી ૧૦ કોટાકોટી સાગરોપમ સ્થિતિનું બંધાતું હોય છે.
જેમ જેમ શુભનામકર્મની અને શુભગોત્રકર્મની સ્થિતિ અલ્પ તેમ તેમ તેમની શુભતાની પ્રકર્ષતા અને જેમ જેમ શુભનામકર્મની અને શુભગોત્રકર્મની સ્થિતિ અધિક તેમ તેમ તેમની શુભતાની અલ્પતા. II૮/૧૭માં
સૂત્ર :
त्रयस्त्रिंशत् सागरोपमाण्यायुष्कस्य ।।८/१८ ।। સૂત્રાર્થ :વળી આયુષ્યની ૩૩ સાગરોપમની સ્થિતિ છે. ll૮/૧૮
ભાષ્ય :
आयुष्कप्रकृतेस्त्रयस्त्रिंशत् सागरोपमाणि परा स्थितिः ।।८/१८ ।।