________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૮ | સૂત્ર-૧૨, ૧૩ વળી ભાષાપર્યાપ્તિની પ્રાપ્તિ થયા બાદ મનોવર્ગણાના પુદ્ગલોના ગ્રહણ અને નિસર્ગને અનુકૂળ શક્તિરૂપ મનપર્યાપ્તિ પ્રગટ થાય છે, જેનાથી જીવ મનોવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને મનરૂપે પરિણમન પમાડે છે અને નિસર્ગ કરે છે. આ મનપર્યાપ્તિ મનુષ્ય અને તિર્યંચને ઔદારિક પુગલોની બનેલી છે અને દેવો તથા નારકીઓને વૈક્રિય પુદ્ગલોની બનેલી છે. આ રીતે જીવને અનેક પ્રકારના સ્વરૂપની પ્રાપ્તિ કરાવનાર નામકર્મના અનેક ભેદો છે. તેથી જીવની અંદર શરીરને આશ્રયીને જેટલાં જેટલાં જુદાં જુદાં કાર્યો છે તેટલાં તેટલાં કાર્યને અનુરૂપ નામકર્મના ભેદોની પણ પ્રાપ્તિ છે. II૮/૧૨ા
અવતરણિકા :
૪૪
હવે ક્રમપ્રાપ્ત ગોત્રકર્મના ભેદો બતાવે છે
સૂત્ર :
સૂત્રાર્થ
ઉચ્ચ અને નીચ બે ગોત્ર છે. II૮/૧૩૪]
:
-
૩ચ્ચેર્રીવૈશ્વ ।।૮/૧૩।।
ભાવાર્થ:
ગોત્રકર્મ :
ભાષ્ય :
उच्चैर्गोत्रं नीचैर्गोत्रं च (द्विभेदं गोत्रम्) । तत्रोच्चैर्गोत्रं देशजातिकुलस्थानमानसत्कारैश्वर्याद्युत्कर्षनिर्वर्तकम् । विपरीतं नीचैर्गोत्रं चण्डालमुष्टिकव्याधमत्स्यबन्धदास्यादिनिर्वर्तकम् ।।८ / १३।।
1
ભાષ્યાર્થ :
જ્યેોંત્ર ..... નિર્વર્તમ્ ।। ઉચ્ચગોત્ર અને નીચગોત્ર, ત્યાં ઉચ્ચગોત્ર દેશ, જાતિ, કુળ સ્થાન, માન, સત્કાર, ઐશ્વર્યાદિ ઉત્કર્ષનું નિર્વર્તક છે. તેનાથી વિપરીત નીચગોત્ર છે. ચંડાલ, મુષ્ટિક=કસાઈ, વ્યાધ=શિકારી, મત્સ્યબંધ=માછીમાર, દાસ્યાદિનું નિર્વર્તક છે. ૮/૧૩।।
ગુણવાનના ગુણો પ્રત્યેના નમ્રભાવથી ઉચ્ચગોત્ર બંધાય છે. વળી પોતાને પ્રાપ્ત થયેલા ઐશ્વર્ય, જાતિ આદિ પ્રત્યે જેઓને અહંકાર નથી અને પોતાની તે પ્રકારની અતિશયતાને કારણે બીજાને તુચ્છરૂપે જોવાની વૃત્તિ નથી તેઓને પણ ઉચ્ચગોત્રનો બંધ થાય છે, છતાં જીવ સ્વભાવે નિમિત્તાનુસાર ભાવોનું પરિવર્તન થતું હોય છે. તેથી ઉત્તમ પ્રકૃતિવાળા જીવોને પણ જ્યારે નિમિત્તને પામીને માન આદિ કષાય થાય છે ત્યારે નીચગોત્રના બંધની પ્રાપ્તિ થાય છે. જેઓ ઉચ્ચગોત્ર બાંધે છે તેઓ ઉચ્ચગોત્રના અવાંતર ભેદો અનુસાર ઉચ્ચ દેશ, ઉચ્ચજાતિ, ઉચ્ચકુલ આદિને પ્રાપ્ત કરે છે અને તેમાં પણ ઉચ્ચતાની તરતમતાની પ્રાપ્તિ તેના