________________
૨૪
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૮ | સૂત્ર-૧૦ આ ક્રોધાદિ ચાર કષાયોના પ્રત્યેનીકભૂત, પ્રતિઘાતના હેતુ હોય છે. તે આ પ્રમાણે – ક્રોધના પ્રત્યનીકભૂત અને પ્રતિઘાતનો હેતુ ક્ષમા છે. માનતો પ્રત્યેનીકભૂત અને પ્રતિઘાતનો હેતુ માદવ છે. માયાનો પ્રત્યેનીકભૂત અને પ્રતિઘાતનો હેતુ આર્જવ છે. લોભનો પ્રત્યેનીકભૂત અને પ્રતિઘાતનો હેતુ સંતોષ છે.
ત્તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ માટે છે. II૮/૧૦માં ભાવાર્થ :મોહનીસકર્મની ઉત્તરકર્મપ્રકૃતિઓઃ
મોહનીય કર્મના શૂલથી બે ભેદો છે. દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય. દર્શનમોહનીયકર્મ -
આત્માના પારમાર્થિક સ્વરૂપના દર્શનમાં આવારક કર્મ તે દર્શનમોહનીય છે. દર્શનમોહનીયના ઉદયવાળા જીવને આત્માનું પારમાર્થિક સ્વરૂપ દેખાતું નથી, તેથી સર્વ કર્મ રહિત મોહથી અનાકુળ એવું સિદ્ધ સદશ પોતાનું સ્વરૂપ જ જીવ માટે હિતકારી છે, તેવો બોધ થતો નથી. મિથ્યાત્વના ઉદયને કારણે દેહ સાથે પોતાનો અભેદ પ્રત્યક્ષથી દેખાય છે, તેથી તેને ‘દેહ સ્વરૂપ જ હું છું અને દેહને અનુકૂળ એવી બાહ્ય સામગ્રી જ મારા સુખનું સાધન છે' તેવું જણાય છે. જેઓને દર્શનમોહનીયનો ક્ષયોપશમ થયેલો છે તેઓને સિદ્ધઅવસ્થા સારભૂત જણાય છે અને તેની પ્રાપ્તિનો ઉપાય જિનવચન અનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિ જણાય છે. તેથી જિનવચન પ્રત્યેનો ઉત્કટ રાગ હોય છે અને શક્તિના પ્રકર્ષથી જિનવચનને જાણવા અને જાણીને શક્તિ અનુસાર જીવનમાં સેવન કરવાની ઉત્કટ ઇચ્છા થાય છે. જિનવચનથી વિપરીત કોઈક સ્થાનમાં અનાભોગથી રુચિ થઈ હોય તોપણ તરત જ નિમિત્તને પામીને નિવર્તન પામે છે; પરંતુ જિનવચનથી અનિવર્તનીય રુચિ થવી તે દર્શનમોહનીયના ઉદયનું કાર્ય છે.
જે જીવોએ દર્શનમોહનીયનો ક્ષયોપશમ કર્યો છે તેવા જીવોમાં મિથ્યાત્વરૂપે વેદનીય, સમજ્વરૂપે વેદનીય અને સમ્યફ મિથ્યાત્વરૂપે વેદનીય ત્રણ દર્શનમોહનીયની પ્રકૃતિઓ વિદ્યમાન છે. જે જીવો સતત જિનવચનથી આત્માને ભાવિત રાખીને દર્શનશુદ્ધિના ઉપાયો સેવે છે, તેઓને સમજ્વરૂપે વેદનીયકર્મ ઉદયમાં આવે છે; તેથી ક્ષયોપશમભાવનું સમ્યક્ત વર્તે છે. તેઓ પણ પ્રમાદમાં હોય ત્યારે જો મિથ્યાત્વરૂપે વેદનીયકર્મ કે સમ્યક્તમિથ્યાત્વરૂપે વેદનીયકર્મ વિપાકમાં આવે, તો તેમનો સમ્યક્તથી પાત થાય છે.
જે જીવોએ દર્શનમોહનીયનો ક્ષયોપશમ કર્યો નથી તેઓને મિથ્યાત્વરૂપે વેદનીયકર્મ જ સદા વિપાકમાં આવે છે. આવા પણ જીવો કોઈક રીતે સંસારના વાસ્તવિક સ્વરૂપને જોનારા થાય, જેથી તેના કારણે તેમને સંસારના પરિભ્રમણથી પોતાનું રક્ષણ કરવાની ઇચ્છા થાય તેથી તેના ઉપાયરૂપે તત્ત્વ જાણવા યત્ન કરે, ત્યારે ઉદયમાન મિથ્યાત્વ પણ મંદ-મંદતર થાય છે અને તત્ત્વ જાણવાના યત્નથી જ્યારે કર્મ રહિત શુદ્ધ આત્માનું પારમાર્થિક સ્વરૂપ યથાર્થ દેખાય છે, ત્યારે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે.