________________
૩૪
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૮ | સૂત્ર-૧૦, ૧૧ નિવર્તન પામે તેવો છે. કેસુડાના ફૂલનો રંગ વસ્તુ ઉપર લાગેલો હોય તો મહેનતથી જ દૂર થાય છે તેમ જેઓને લોભકષાય સારો નથી તેવી બુદ્ધિ છે અને પોતાને લોભકષાય થાય છે ત્યારે તેના નિવર્તન માટે કાંઈક યત્ન પણ કરે છે, છતાં તે લોભ મીઠો લાગે છે, તેથી શીધ્ર નિવર્તન પામે તેવો નથી. આવા પ્રકારના કષાયમાં મૃત્યુ પામનાર જીવ મનુષ્યગતિમાં જાય છે.
વળી હળદરના રંગ જેવો મંદભાવવાળો અર્થાતુ સંજ્વલન લોભ છે. જેમ હળદરનો રંગ વસ્ત્રને અડે અને તેને સાફ કરીને તાપમાં રાખવામાં આવે તો તરત નિવર્તન પામે છે તેમ જેઓને કોઈક નિમિત્તે કોઈક વસ્તુ પ્રત્યે રાગ થયો હોય તોપણ રાગના વાસ્તવિક સ્વરૂપનું વિમર્શ કરે તો તે રાગ તરત નિવર્તન પામે છે, તે રાગ હળદરના રંગ જેવો છે. આવા પ્રકારના કષાયમાં મૃત્યુ પામનાર જીવ દેવગતિમાં જાય છે.
વળી જેઓને ગુણો પ્રત્યેનો રાગ વર્તે છે તેઓ સ્વભૂમિકાનુસાર ગુણની વિચારણા કરતા હોય, ગુણ પ્રાપ્તિના ઉપાયોની વિચારણા કરતા હોય, ગુણવાન પ્રત્યે બહુમાનવાળા હોય તે વખતે તેઓનો રાગ લોભના ક્ષયોપશમભાવના પરિણામ સ્વરૂપ છે, તેથી પ્રશસ્ત એવો તે રાગ અવશ્ય દેવગતિનું કારણ બને છે. જે જીવોમાં સમ્યક્ત વિદ્યમાન છે તેઓને સર્વવિરતિ પ્રત્યેનો ઉત્કટ રાગ હોવાને કારણે ભોગાદિ કરતા હોય ત્યારે પણ તેના નિવર્તન માટેનો કંઈક સૂક્ષ્મ યત્ન ચાલતો હોય છે, તેથી તેઓની સંવેગસારા પાપપ્રવૃત્તિ હોય છે. તેના કારણે તેઓ કોઈપણ કષાયના ઉપયોગમાં મરે તોપણ દેવગતિમાં જાય છે. પરંતુ પ્રમાદયુક્ત જીવોને અપ્રત્યાખ્યાનીય આદિ કષાયો ગુણસ્થાનકથી પાત કરાવીને તિર્યંચ આદિ ગતિની પ્રાપ્તિ કરાવે છે.
વળી આ ક્રોધ, માન, માયા, લોભ ચાર કષાયોના વિરોધના પરિણામરૂપ અને ક્રોધાદિના સંસ્કારોના નાશના હેતુભૂત ક્ષમા, માર્દવ, આર્જવ અને સંતોષ આત્મક ચાર પરિણામો છે. જે મહાત્મા પોતાની ભૂમિકા અનુસાર ક્ષમાદિ ભાવોના સ્વરૂપનો યથાર્થ બોધ કરીને તે ભાવોના સંસ્કારો આધાન થાય તેવો યત્ન કરે છે ત્યારે મિથ્યાત્વ અવસ્થા હોય તોપણ ક્ષમા આદિ ભાવોને અનુકૂળ રાગનો ઉપયોગ પ્રવર્તતો હોય તો ક્રોધાદિ ચારે કષાયોમાંથી ઔદયિકભાવનો કોઈનો ઉપયોગ નથી, પરંતુ ક્ષયોપશમભાવનો ઉપયોગ છે. તેથી તે વખતે તે જીવો અકષાયવાળા છે. આ ક્ષમાદિ ચાર ઉપયોગો ક્રોધાદિ ચાર કષાયના પ્રત્યેનીકભૂત છે વિરુદ્ધ પરિણામ સ્વરૂપ છે, અને આત્મામાં વર્તતી ક્રોધાદિની પરિણતિના પ્રતિઘાતના હેતુ છે. તેથી ઉદયમાન એવા તે તે કષાયો ક્ષમાદિના ઉપયોગથી ક્ષયોપશમભાવને પામતા હોય છે અને ક્ષયોપશમભાવની વૃદ્ધિ દ્વારા ક્ષાયિકભાવ તરફ જતા હોય છે. I૮/૧ના અવતરણિકા -
હવે ક્રમ પ્રાપ્ત ચાર આયુષ્ય કહે છે – સૂત્ર :
नारकतैर्यग्योनमानुषदैवानि ।।८/११।।