________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૮ / સૂત્ર-૧૦ વંશકુડુંગ અર્થાત્ વાંસનાં મૂળ અતિ વક્ર હોય છે, જેની વક્રતા કોઈ રીતે નિવારણ થઈ શકે તેવી નથી. આ વંશકુડુંગ જેવી માયા તીવ્ર અર્થાત્ અનંતાનુબંધી માયા છે. જે જીવોને પોતાનામાં રહેલ માયાનો સ્વભાવ પોતાની ઇષ્ટ પ્રાપ્તિનો ઉપાય જણાય છે અને તેનાથી જ પોતે કુશળતાપૂર્વક સર્વ કાર્યો સાધી શકે તેવો બોધ છે તેવા જીવોમાં વર્તતી માયાની તીવ્રતા નિવર્તન પામે તેવી નથી. તે માયામાં ઉચિતતાનો બોધ હોવાના કારણે અનંત પ્રવાહ ચલાવે તેવા સામર્થ્યવાળી તે માયા છે, માટે તે માયાને તીવ્ર અર્થાત્ અનંતાનુબંધી માયા કહેવામાં આવે છે. આવા પ્રકારની માયા નરકગતિનું કારણ છે.
૩૨
મેષવિષાણ=બકરીના શિંગડા, જેવી મધ્યમ અર્થાત્ અપ્રત્યાખ્યાનીય માયા છે. જે જીવો પોતે ક્યારેક માયા કરતા હોય, ત્યારે પણ આ માયા ઉચિત નથી તેવો કાંઈક બોધ હોય છે, આમ છતાં તે માયાના નિવર્તનને અભિમુખ કોઈ યત્ન કરતા નથી; પરંતુ અવિરતિના પરિણામને કારણે તે માયાથી થતા લાભને જ જોઈને તે માયામાં સદા પ્રયત્નવાળા રહે છે તે માયા મધ્યમકક્ષાની માયા છે. આવા પ્રકારની માયા તિર્યંચગતિનું કારણ છે.
ગોમૂત્રિકા=ગાયના મૂત્ર, સદ્દેશ વિમધ્યમ અર્થાત્ પ્રત્યાખ્યાનાવરણીય માયા છે. જેમ ગાયનું મારું જમીન ઉપર પડે, ત્યારે વાંકુંચૂકું હોય છે. તે ધૂળમાં પડેલ માત્રુની રેખા સુકાયા પછી પવનાદિના કારણે સીધી થાય છે; તેમ જેને પોતે માયા કરે છે તે ઉચિત નથી એવો બોધ છે; એટલું જ નહીં પણ, પ્રસંગે-પ્રસંગે કંઈક માયાને અલ્પ કરવા પ્રયત્ન પણ કરે છે તેવા જીવોની માયા ગોમૂત્રિકા સદેશ હોય છે, તેથી સંવેગપૂર્વકના ઉપદેશ આદિને પામીને સુખપૂર્વક નિવર્તન પામે છે. આવા પ્રકારની માયા મનુષ્યગતિનું કારણ છે. તેથી તેવી માયા જ્યારે વર્તતી હોય તે વખતે જીવ મૃત્યુ પામે તો મનુષ્યગતિમાં જાય છે.
નિર્લેખન સદેશ મંદભાવવાળી અર્થાત્ સંજ્વલન માયા છે. જેમ લેખનની ક્રિયાથી કોઈક વક્ર લીટી થયેલી હોય તેને અલ્પ આયાસથી સીધી કરી શકાય છે; તેમ જેઓ કષાય રહિત અવસ્થાના અત્યંત અર્થી છે અને સતત કષાયોના પ્રતિપક્ષના ભાવન દ્વારા આત્માને ભાવિત કરે છે, તેવા પણ જીવોને કોઈક નિમિત્તે માયાનો પરિણામ થાય અને તરત વિમર્શ થાય તો નિવર્તન પામે છે. જેમ ગોચરીમાં ગયેલ મહાત્માએ કોઈક વિશિષ્ટ દ્રવ્યને જોઈને પૃચ્છા કરી કે આજે કેમ આ બનાવેલ છે ? ત્યારે ભક્તિવાળા શ્રાવકે કહ્યું કે આજે મહેમાન આવવાના હતા તેથી બનાવ્યું છે. ત્યારે ભિક્ષા લેવા તરફનું કંઈક વલણ હોવાને કારણે શ્રાવકના તે વચનપ્રયોગમાં કાંઈક સકંપતા અને પાસે ઊભેલા અન્યના મુખ ઉપર હાસ્યને કારણે આ દોષિત છે, તેવો નિર્ણય હોવાની સંભાવના હોવા છતાં લેવાની વૃત્તિથી ભિક્ષા ગ્રહણ કરે છે, ત્યારે આત્મવંચનારૂપ ઈષદ્ માયા તે સાધુને પ્રાપ્ત થાય છે, છતાં ભિક્ષા ગ્રહણ કર્યા પછી શ્રાવકના વચનની સકંપતા અને અન્યના મુખના હાસ્યના બળથી આ ભિક્ષા દોષિત છે એવો નિર્ણય થાય છે. તેથી ગુરુ આગળ યથાર્થ પ્રકાશન કરે છે. તે વખતે થયેલી માયા ઉચિત વિચારણા દ્વારા નિવર્તન પામે તેવી હોવાથી મંદ ભાવવાળી હતી; તેમ જે જીવો કોઈપણ પ્રસંગે કોઈપણ માયાનો પરિણામ કરે ત્યારપછી વિમર્શ દ્વારા તે નિવર્તન પામે તેવો શિથિલ હોય તો તે નિર્લેખન સદશી મંદભાવવાળી