________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૮ | સૂત્ર-૧૦ જીવ તત્ત્વાતત્ત્વની વિચારણા કરે છે, તે વખતે દુષ્કત પ્રત્યે જે દ્વેષ થાય છે તે ક્ષયોપશમભાવના ઉપયોગ આત્મક હોવાથી ક્ષમાદિને અનુકૂળ જીવના પરિણામ સ્વરૂપ છે, તેથી તે વખતે સાક્ષાત્ કષાયનો ઉદય નથી, પરંતુ કષાયનો ક્ષયોપશમભાવ વર્તે છે. તેથી તે ઉપયોગમાં પ્રાયઃ દેવગતિની જ પ્રાપ્તિ થવી જોઈએ, આ પ્રકારનો અર્થ અમને જણાય છે. વિશેષ બહુશ્રુતો વિચારે. વળી જેઓને આ ચારે પ્રકારનો ક્રોધ નથી, તેઓ નિર્વાણને પામે છે.
તેથી એ પ્રાપ્ત થાય કે જે મહાત્મા પોતાની જે ભૂમિકા અનુસાર જિનવચનનું દઢ અવલંબન લઈને દુષ્કત પ્રત્યે દ્વેષ કરે છે ત્યારે ચારે પ્રકારના કષાયોમાંથી કોઈ કષાયનો ઉપયોગ નથી; પરંતુ વિદ્યમાન તે ચારે કષાયો ક્ષયોપશમભાવને અભિમુખ જાય છે. તેથી જ દુષ્કત પ્રત્યેના દ્વેષનો પરિણામ, સુકૃતના અનુમોદનનો પરિણામ કે સુકૃતના સેવનનો પરિણામ દઢ પ્રણિધાનપૂર્વકનો વર્તતો હોય તો ક્ષયોપશમભાવને પામતા તે ચારે કષાયો અંતે ક્ષાયિકભાવમાં જાય છે ત્યારે આ ચારે કષાયો તેઓને નથી, તેથી તેઓ નિર્વાણને પામે છે. તેથી જેઓ ક્ષયોપશમભાવના ઉપયોગવાળા છે તેઓ નિર્વાણને પામતા નથી તોપણ નિર્વાણને અભિમુખ જાય છે. માનકષાય :
માનકષાયના પર્યાયવાચી બતાવે છે – માન, સ્તંભ, ગર્વ, ઉત્સક, અહંકાર, દર્પ, મદ, અય એ બધા માનકષાયના અનર્થાન્તર છે. કોઈ સત્કાર કરે ત્યારે જીવને પ્રીતિ થાય તે માન છે. કોઈ સત્કાર ન કરે ત્યારે તેને દર્પ થાય છે અર્થાત્ અહંકાર થાય છે કે આ મારો સત્કાર કરતા નથી તે પણ માને છે.
પોતાની ભૂમિકાનુસાર બધા આદર સત્કાર કરે, એવા ઉપયોગનું પ્રવર્તન, તે માનનો પરિણામ છે. જ્યારે ગુણવાન પ્રત્યેના નમ્રભાવનો ઉપયોગ વર્તતો હોય ત્યારે માનકષાયનો ક્ષયોપશમભાવ વર્તે છે. અન્યથા સ્વભૂમિકા અનુસાર ચાર કષાયોમાંથી નિમિત્તાનુસાર માનકષાયનો ઉપયોગ જીવને વર્તે છે.
તે માનના તીવ્ર આદિ ભાવોને આશ્રયીને દષ્ટાંતો આ પ્રમાણે છે : (૧) શૈલસ્તંભ, (૨) અસ્થિતંભ, (૩) દારુસ્તંભ અને (૪) લતાતંભ.
પર્વતના સ્તંભ જેવો તીવ્ર અર્થાત્ અનંતાનુબંધી માન છે. જેમ પર્વત સહેજ પણ નમે નહીં તેમ અનંતાનુબંધીમાનકષાયવાળો સહેજ પણ નમે નહીં. આવા પ્રકારનો માનકષાય નરકગતિનું કારણ છે.
હાડકાના સ્તંભ સદશ મધ્યમ અર્થાતુ અપ્રત્યાખ્યાનીય માનકષાય છે. જેમ હાડકાને તાપણાદિથી તપાવીને કંઈક યત્નથી વાળી શકાય છે, તો પણ તેને નમ્ર કરવું કંઈક કઠણ છે, તેમ જેનો માનકષાય મુશ્કેલીથી કાંઈક નમ્ર થાય તેવો છે; કેમ કે માનકષાય ઉચિત નથી તેવો કાંઈક બોધ છે, તેથી નિવર્તન પામે તેવો કંઈક અંશથી શિથિલ છે તેમનો માનકષાય અપ્રત્યાખ્યાનીય છે. આવા પ્રકારના માનકષાયનો ઉદય તિર્યંચગતિનું કારણ છે.